footballer plyer zaki anwari

footballer plyer zaki anwari: વિમાનમાંથી પડી ગયેલા અફઘાની ફૂટબોલરનું કાબુલ એરપોર્ટ પર મોત..!

footballer plyer zaki anwari: અમેરિકા જતાં વિમાનમાંથી જમીન પર પટકાઈને કરૃણ મોતને ભેટેલા લોકોમાં અફઘાનનો યુવા ફૂટબોલર ઝાકી અનવારી પણ સામેલ હતો

કાબુલ, 20 ઓગષ્ટઃ footballer plyer zaki anwari: તાલીબાનોથી બચવા માટે અફઘાનિસ્તાન છોડવા માટે બેબાકળા બનેલા લોકો અમેરિકા જતી ફ્લાઈટની ઉપર ચઢી ગયા હતા. વિમાનની ઉડાન બાદ કેટલાક લોકો ઊંચેથી પટકાયા હોવાનો શ્વાસ અધ્ધર કરી દે તેવો વિડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ બન્યો હતો. હવે મીડિયા રિપોર્ટ જણાવે છે કે, અમેરિકા જતાં વિમાનમાંથી જમીન પર પટકાઈને કરૃણ મોતને ભેટેલા લોકોમાં અફઘાનનો યુવા ફૂટબોલર ઝાકી અનવારી પણ સામેલ હતો.

આ પણ વાંચોઃ jaishankar cuts short overseas visit: અફઘાનિસ્તાન પર આવેલા સંકટ વચ્ચે વિદેશ મંત્રી જયશંકરે વિદેશ પ્રવાસ વચ્ચે જ છોડવો પડ્યો- વાંચો વિગત

અફઘાન ન્યૂઝ એજન્સીએ જણાવ્યું છે કે, અફઘાનિસ્તાનનો રાષ્ટ્રીય ફૂટબોલર ઝાકી અનવારી અમેરિકાના એર ક્રાફ્ટ બોઈંગ સી-૧૭માંથી પડી ગયો હતો અને કાબુલ એરપોર્ટ પર તેનું કરૃણ મોત નીપજ્યું હતુ.

Whatsapp Join Banner Guj