Habit of watering

Habit of watering after a meal: શું તમને પણ જમતી વખતે કે જમ્યા બાદ તરત પાણી પીવાની ટેવ છે? તો વાંચો દિવસમાં કેટલુ અને ક્યારે પાણી પીવુ?

Habit of watering after a meal: આયુર્વેદ અનુસાર જોવામાં આવે તો ભોજનની સાથે પાણી શરીરમાં બીમારી ઉત્પન્ન કરી શકે છે. પરંતુ થોડું પાણી પી શકાય છે

હેલ્થ ડેસ્ક, 01 ઓક્ટોબર: Habit of watering after a meal: પાણીનું સેવન શરીર માટે ખુબ જ જરૂરી હોય છે. જો શરીરમાં પાણીની કમી થવા લાગે તો વ્યક્તિ બીમાર થઈ જાય છે, એટલા માટે દરરોજ ઓછામાં ઓછું ૮ થી ૧૦ ગ્લાસ પાણીનું સેવન કરવું જ જોઈએ. પરંતુ વળી અમુક વાતો પણ યાદ રાખવી જોઇએ. જેમ કે ભોજન કરવાની સાથે જો વધારે પાણી પીવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે સારું નથી. કારણ કે ભોજનની સાથે વધારે પાણી તમારા શરીરમાં બીમારીઓ ઉત્પન્ન કરી શકે છે.

આયુર્વેદ અનુસાર જોવામાં આવે તો ભોજનની સાથે પાણી શરીરમાં બીમારી ઉત્પન્ન કરી શકે છે. પરંતુ થોડું પાણી પી શકાય છે. તો ચાલો જાણીએ કે ભોજન કર્યા બાદ વધારે પાણી શા માટે ન પીવું(Habit of watering after a meal) જોઈએ.

  • જો તમે ભોજન કર્યા બાદ તુરંત પાણીનું સેવન કરો છો તો તેનાથી પેટમાં ગેસ અને એસિડિટી જેવી સમસ્યા ઊભી થઈ શકે છે. એટલા માટે વધુ માત્રામાં પાણી પીવાથી બચવું જોઈએ.
  • ભોજન કરતાં સમયે પાચનતંત્ર એક ખુબ જ મોટો રોલ નિભાવે છે. જો આપણે ભોજનની સાથે વધારે પાણીનું સેવન કરીએ છીએ તો પાચનતંત્ર પ્રભાવિત થાય છે. ભોજન ડાઈજેસ્ટ થવામાં સમય લાગે છે અને તેવામાં કબજીયાત અથવા અપચો જેવી પરેશાની થઇ શકે છે.
  • જો તમે ભોજન(Habit of watering after a meal)ની સાથે સાથે વધુ માત્રામાં પાણીનું સેવન કરો છો તો ભોજન સંપુર્ણ રીતે આંતરડા સુધી પહોંચી શકતું નથી અને આપણા શરીરને પણ યોગ્ય માત્રામાં પોષક તત્વો મળી શકતા નથી. ભોજન કર્યા બાદ તુરંત વધારે પાણી પીવાથી પાચનતંત્ર પર ખરાબ અસર પડે છે.

આ પણ વાંચોઃ Pitrudosh: આ લોકોને લાગે છે પિતૃદોષ, જાણો દોષ દુર કરવાની અને શ્રાદ્ધ આપવાની યોગ્ય રીત

  • ભોજન કર્યા બાદ વધારે પાણી પીવાથી પેટમાં ભોજન ખરાબ થવાનું શરૂઆત થાય છે. જેનાથી પેટમાં દુખાવો અથવા ગેસ બનવો જેવી સમસ્યા શરૂ થવા લાગે છે, એટલા માટે ભોજન કર્યા બાદ ખુબ જ ઓછી માત્રામાં પાણી પીવું જોઈએ.
  • ભોજન કર્યા બાદ વધારે પાણી પીવાથી વજન વધવા જેવી સમસ્યા પણ થઈ શકે છે. કારણ કે તે ભોજન કર્યા બાદ પાણી પીવાને લીધે ભોજન યોગ્ય રીતે પહોંચી શકતું નથી. એટલા માટે ભોજનમાં રહેલ ગ્લુકોઝ હોય છે, તે બધો જ પેટ માં પરિવર્તિત થઈ જાય છે. જેનાથી તમારું વજન પણ વધી શકે છે.
Whatsapp Join Banner Guj