Pitru Tarpan

Pitrudosh: આ લોકોને લાગે છે પિતૃદોષ, જાણો દોષ દુર કરવાની અને શ્રાદ્ધ આપવાની યોગ્ય રીત

Pitrudosh: સનાતન પરંપરા અનુસાર પિતૃપક્ષમાં પિતૃઓ માટે શ્રાદ્ધ, તર્પણ અને દાન જેવી ક્રિયાઓ કરવી ખુબ જ શુભ માનવામાં આવે છે. પુર્વજોની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ ની પરંપરા સદીઓથી ચાલતી આવી રહી છે. જ્યારે આપણે પોતાના પુર્વજો માટે શ્રદ્ધાપુર્વક કોઈ ધાર્મિક કાર્ય કરીએ છીએ, તો તેને શ્રાદ્ધ કહેવામાં આવે છે.

ધર્મ ડેસ્ક, 01 ઓક્ટોબર: Pitrudosh: ૨૦ સપ્ટેમ્બર, ૨૦૨૧નાં રોજ શ્રાદ્ધ મહિનો શરૂ થઇ ગયેલ છે. પિતૃઓ પ્રત્યે પોતાની શ્રદ્ધા ને સમર્પિત કરવા માટે આ મહાપર્વ ૬ ઓક્ટોબર, ૨૦૨૧ સુધી ચાલશે. આ દરમિયાન લોકો પોતાના પુર્વજો એટલે કે પિતૃઓ માટે ભિન્ન-ભિન્ન ધાર્મિક કાર્ય તથા ઉપાય કરશે. આવું કરવાથી પિતૃઓ સંતુષ્ટ થશે અને તેમને આશીર્વાદ આપશે.

સનાતન પરંપરા અનુસાર પિતૃપક્ષમાં પિતૃઓ માટે શ્રાદ્ધ, તર્પણ અને દાન જેવી ક્રિયાઓ કરવી ખુબ જ શુભ માનવામાં આવે છે. પુર્વજોની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ ની પરંપરા સદીઓથી ચાલતી આવી રહી છે. જ્યારે આપણે પોતાના પુર્વજો માટે શ્રદ્ધાપુર્વક કોઈ ધાર્મિક કાર્ય કરીએ છીએ, તો તેને શ્રાદ્ધ કહેવામાં આવે છે.

શું હોય છે પિતૃદોષ?

દેશનાં જાણીતા તીર્થસ્થળ હરિદ્વાર, પ્રયાગરાજ, ગયા વગેરે જગ્યા પર પિંડદાન કરીને પિતૃઓને પ્રસન્ન કરવામાં આવે છે. પિતૃપક્ષ દરમિયાન આપણે અમુક વિશેષ વાતોનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે અને જો આવું ન કરવામાં આવે તો નારાજ થઈ શકે છે. જો આવું થાય છે તો આપણને પિતૃદોષ(Pitrudosh) લાગી શકે છે. જોકે શાસ્ત્ર અનુસાર જો એક વખત તમે પિતૃદોષનાં શિકાર બની ગયા તો તમારા જીવનમાં એક બાદ એક ઘણી પરેશાનીઓ આવવા લાગે છે.

આ પણ વાંચોઃ TV actress soujanya suicide: ટીવીની જાણીતી અભિનેત્રી કર્યો આપઘાત, બેડરૂમમાં પંખા સાથે લટકેલો મળ્યો મૃતદેહ

આ લોકોને લાગે છે પિતૃદોષ

શાસ્ત્રોનું માનવામાં આવે તો જે લોકો પોતાના પિતૃઓનું સન્માન કરતા નથી, તેમના નિમિત તલ, ઘાસ, જળ ની સાથે દાન કરતા નથી, તેમને નારાજ કરે છે, તેમનું અપમાન કરે છે, પુર્વજો અથવા વડીલ વ્યક્તિનું માન-સન્માન કરતા નથી, તેમના માટે અપમાનજનક શબ્દો બોલે છે, મનમાં પુર્વજોને લઈને ખરાબ વિચાર આવે છે, આ બધા લોકોને પિતૃ દોષ લાગે છે. એટલા માટે સલાહ આપવામાં આવે છે કે આપણે પોતાના વડીલો અને પુર્વજોની હંમેશા માન કરવું જોઈએ. તે સાથે જ વડીલો ગુજરી જાય ત્યાર બાદ હિન્દુ શાસ્ત્ર અનુસાર તેમની વિધિ કરવી જોઇએ.

પિતૃઓને પ્રસન્ન કરવાના ફાયદા

પિતૃપક્ષમાં શ્રાદ્ધ ખુબ જ મહત્વ હોય છે. સ્કંદપુરાણ અનુસાર કેદાર ખંડ અનુસાર શ્રાદ્ધ કરવાથી સંતાનની પ્રાપ્તિ થાય છે. તેને કરવાથી પરમ આનંદ અને યશ પણ મળે છે. એટલા માટે કહેવામાં આવે છે કે श्रद्धा द्वै परमं यश:’. માન્યતાઓનું માનવામાં આવે તો શ્રાદ્ધ કરવાથી આપણને સ્વર્ગ જવાનો અવસર મળે છે. એટલું જ નહીં તેનાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. જો એક વખત પિતૃ આપણાથી પ્રસન્ન થઈ ગયા તો તેઓ આપણને સુખ, શાંતિ અને સંપત્તિનાં આશીર્વાદ આપે છે.

આ પણ વાંચોઃ Complaint Against Virat Kohli: આ ક્રિકેટરોએ કરી હતી વિરાટ કોહલી વિશે ફરીયાદ, ટીમ ઈન્ડિયામાં મતભેદોથી BCCI ચિંતામાં- વાંચો વિગત

આ વિધિથી પિતૃઓનું શ્રાદ્ધ

પિતૃપક્ષમાં પિતૃઓનું શ્રાદ્ધ કરતા સમયે તમારે પોતાનું મુખ શરૂઆતમાં હંમેશા પુર્વ દિશા તરફ રાખવું જોઈએ. આ દિશામાં મુખ રાખીને ચોખા દ્વારા તર્પણ કરવું જોઈએ. ત્યારબાદ પોતાનું મુખ ઉત્તર દિશામાં કરીને ઘાસની સાથે જળમાં જવ ઉમેરીને તર્પણ કરો. હવે અપસવ્ય અવસ્થા ધારણ કરીને પોતાનું મુખ દક્ષિણ દિશા તરફ કરો. આ દરમિયાન પોતાનો ડાબો પગ વાળીને ઘાસની સાથે જળમાં કાળા તલ ઉમેરીને પિતૃઓનું તર્પણ કરો.

આ બધી વાતોનું ધ્યાન રાખવાથી તમારી ઉપર પિતૃઓ ખુશ થઇ જશે. તમારા જીવનમાં ક્યારેય પણ દુખ આવશે નહીં. સુખ હંમેશા તમારી સાથે રહેશે. વળી ધન અને અન્નની પણ કોઈ કમી રહેશે નહીં. તેની સાથે જ પિતૃ દોષ(Pitrudosh) પણ દુર થઈ જશે. પુર્વજોના આશીર્વાદમાં ખુબ જ તાકાત હોય છે, એટલા માટે પિતૃપક્ષમાં પોતાના પિતૃઓને શ્રાધ આપવાનું ક્યારે બોલવું નહીં.

Whatsapp Join Banner Guj