Table Tennis Tournament: જામનગર ખાતે આજે શરૂ થયું ઓપન જામનગર ડીસ્ટ્રીક ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ- વાંચો વિગત
Table Tennis Tournament: વિજેતા ખેલાડીઓને પ્રોત્સાહન રૂપે રોકડ પુરસ્કાર આપવામાં આવ્યું
જામનગર, 28 નવેમ્બરઃ Table Tennis Tournament: જામનગરમાં આજે શરૂ થયેલ ઓપન જામનગર ડીસ્ટ્રીક ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ અત્યાર સુધીના સૌથી વધુ ખેલાડીઓ જોડાયા છે. સ્પર્ધામાં અંદાજિત ૬૦ ખેલાડીઓએ ભાગ લીધો અને સવારે આઠ વાગ્યાથી સ્પર્ધા ખુલ્લી મુકાયેલ છે.
ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે જામનગર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન ના કાર્ય કરી સદસ્યો દ્વારા ખૂબ જ સારું આયોજન અને તૈયારીઓ કરવામાં આવી હતી.
આ સ્પર્ધાનું સંચાલન ઉદયભાઈ કટારમલ ના માર્ગદર્શન હેઠળ દિનેશભાઈ કનખરા, કૃણાલભાઈ ત્રિવેદી તથા કુશલ શાહ દ્વારા કરવામાં આવેલ હતું. તેમની મહેનત દ્વારા સ્પર્ધામાં વધુમાં વધુ સ્પર્ધકો જોડાવાનું શક્ય બની શક્યું છે અને આગામી સમયમાં ટેબલ ટેનિસ રમતગમત ક્ષેત્રે જામનગર રાજ્ય કક્ષા પર ખૂબ જ સારું સ્થાન મેળવી શકે તેવા ઉદ્દેશ્યથી ખૂબ જ સારી મહેનત કરી છે.
આ આયોજનમાં જામનગર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન ના પ્રમુખ વિક્રમસિંહ જાડેજા તથા સેક્રેટરી જયેશભાઈ શાહ નો સંપૂર્ણ સહયોગ મળેલ. એસોસિએશનના અન્ય સદસ્યો જયેશભાઈ, ઊર્મિલભાઈ, કેતનભાઇ સહિતનાઓએ આ સ્પર્ધાને સફળ બનાવવા માટે જરૂરી સહયોગ આપેલ હતો. નોંધનીય છે કે, સ્પર્ધામાં વિજેતા થનાર વિદ્યાર્થીઓ ના નામ ફાઇનલ મેચ રમાઇ ત્યારબાદ જાહેર થશે..




