Ambaji cold: પહેલીવાર ઠંડ થી ઠંડુંગાર બન્યું અંબાજી
Ambaji cold: વહેલી સવારે અંબાજી ના કુમ્ભારીયા પંથક ઠંડી માં ઠુંઠવાયું હતું
રિપોર્ટ: ક્રિષ્ણ ગુપ્તા
અંબાજી, ૧૯ ડિસેમ્બર: Ambaji cold: હવામાન ખાતા ની આગાહી પ્રમાણે આંબાજી ઠંડુંગાર બન્યું છે અંબાજી આસપાસ ના ગામડાઓ માં એકતરફ ચૂંટણી માહોલ છે તો બીજી બાજુ મોસમ નો મિજાજ ઠંડુઘાર બન્યું હતું. આજે વહેલી સવારે અંબાજી ના કુમ્ભારીયા પંથક ઠંડી માં ઠુંઠવાયું હતું જ્યાં વાહનો ઉપર સૌપથમ વખત બરફ જામેલો જોવા મળતા ભારે કુતુહલતા જોવા મળી હતી.
જોકે હાલ સુધી ના સમય માં કદાચ પ્રથમ વખત એવી ઘટના જોવા મળી હશે જ્યાં ઠંડી ના કારણે અનેક વાહનો ઉપર બરફ ની ચાદર છવાઈ હતી બરફ જામેલો જોવા મળતા લોકો એ પણ ભારે આશ્ચર્યચકિત જોવા મળ્યા હતા અને પ્રથમ વખત આ વિસ્તાર માં બરફ જામેલો જોવા મળતા ખુશી વ્યક્ત કરી હતી.

એક તરફ માઉંટઆબૂ પણ ઠંડી માં ઠુઠવાઈ રહ્યું છે અને ત્યાં પણ બરફ જામેલો અવારનવાર જોવા મળતો હોય છે ત્યારે અંબાજી પંથક માં પ્રથમ વખત બરફ જામેલો જોવા મળ્યો હતો ઠંડી નો પારો ગગડતા 3 થી 4 ડિગ્રી એ પહોંચ્યો હતો જોકે જે પ્રમાણે હવામાન વિભાગે ઠંડી વધુ પાડવાની આગાહી યથાવત રહે તો હજી આવનારા સમય માં વહેલી પરોઢિયે કેટલાક વિસ્તારો માં આ રીતે જામતી બરફ ની ચાદર જોવા મળી શકે છે.
આ પણ વાંચો: Mahant anandpriyadas death: કુમકુમ મંદિરના ૧૦૧ વર્ષીય મહંત આનંદપ્રિયદાસજી સ્વામીનો અંતિમ વિધિ કરવામાં આવ્યો