Mahant anandpriyadas death: કુમકુમ મંદિરના ૧૦૧ વર્ષીય મહંત આનંદપ્રિયદાસજી સ્વામીનો અંતિમ વિધિ કરવામાં આવ્યો

Mahant anandpriyadas death: પૂજ્ય મહંત સ્વામી મહારાજે અંતિમ વિધિ પ્રસંગે પુષ્પહાર સુખડનાં લાકડાં પ્રતિકરૂપે મોકલ્યાં હતાં અને સંતોને પણ મોકલ્યાં હતાં

અમદાવાદ, ૧૯ ડિસેમ્બર: Mahant anandpriyadas death: રવિવાર-માગશર સુદ પૂનમના દિવસે સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગરના મહંત સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીનો અગ્નિ સંસ્કાર વિધિ કુમકુમ સેવા કેન્દ્ર-હીરાપુર ખાતે બપોરે ૨-૦૦ વાગે કરવામાં આવ્યો હતો.

કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજી એ જણાવ્યું હતુ કે, સવારે ૭-૦૦ થી ૧૦-૦૦ વાગ્યા સુધી કુમકુમ મંદિર મણિનગર ખાતે મહંત આનંદપ્રિયદાસજી સ્વામી ઉપર શાસ્ત્રોક્ત વિધિ કરવામાં આવી હતી અને વિવિધ જળથી અભિષેક કરવામાં આવ્યો હતો. સંતો હરિભક્તો પૂજન અર્ચન આરતી કરી હતી. ત્યારબાદ મણિનગર થી જવાહર ચોક વિસ્તારમાં સૌ હરિભક્તોએ ધૂન કીર્તન કરી તેમની પાલખીયાત્રા કાઢી હતી.

પાલખીયાત્રા બપોરે ૧૨-૦૦ વાગે સ્વામિનારાયણ કુમકુમ સેવા કેન્દ્ર-હિરાપુર ખાતે પહોંચી હતી. ત્યાં ઘણાં હરિભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. બપોરે ૨-૦૦ વાગે અગ્નિ સંસ્કાર વિધિ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક શાખાના સંતો પધાર્યાં હતાં. જેમાં અક્ષરપુરુશોત્તમ સંસ્થા-શાહીબાગ, SMVS સંસ્થા ગાંધીનગર, સોખડા સંસ્થા, જગન્નાથ મંદિરના દિલીપદાસજી મહારાજ, વિશ્વ હિંદુ પરિષદ, શ્રીજીધામ સાયન્સ સિટી પણ પધાર્યાં હતાં.

Mahant Anandpriyadasji Swami 1

સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીના જીવન અંગે સાધુ પ્રેમવત્સલદાસજી એ જણાવ્યું હતું કે, સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી અને મુક્તજીવન સ્વામીબાપા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઈ. સ ૧૯૪૮માં સૌપ્રથમ વિદેશની ભૂમિ આફ્રિકા ખાતે પધાર્યા હતા. આનંદપ્રિયદાસજી સ્વામીએ અમેરિકા લંડન કેનેડા દુબઈ આદિ દેશોમાં સાતથી વધુ વખત સત્સંગ પ્રચાર અર્થે પધાર્યા છે લંડન માં વિશાળ મંદિર પણ સ્થાપ્યું છે.

આ પણ વાંચો: Kashi vishwanath corridor: કાશી વિશ્વનાથ કોરિડોર-યુપી વિજય કોરિડોર

૧૨૦૦થી વધુ પેજનો અબજીબાપા ચરિત્રામૃત સુખસાગર ગ્રંથ, હરિની સર્વોપરિતા આદિ સાત ગ્રંથોની રચના કરી. પંચમહાલ, સાબરકાંઠા જેવા વિસ્તારોમાં અનેક લોકોને વ્યસન મુક્ત કરીને મંદિરો સ્થાપ્યા છે. ગુજરાત સાધુ સમાજમાં મંત્રી તરીકેની સેવા આપી છે. ઇ.સ. ૧૯૯૩ માં મુક્તજીવન સ્વામી બાપા ના સિદ્ધાંતો સજીવન રાખવા મણિનગરમાં કુમકુમ મંદિર ની સ્થાપના કરી.

મુક્તજીવન સ્વામી બાપાની આજ્ઞા થવાથી કચ્છમાંથી ૪૦૦ કિલોમીટર ચાલીને સંત બનવા માટે આવ્યા હતા. સંતની દીક્ષા ગ્રહણ કરી તેને ૮૦ વર્ષ થયા છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ૧૦૧ વર્ષના આ વરિષ્ઠ સંત છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં તેમને સહુ “સાધુતા ની મૂર્તિ”ના નામથી ઓળખે છે સમગ્ર સંતો તેમની “સાધુતા” થી આકર્ષાય છે. જનસમાજના ઉત્કર્ષ માટે, સંસ્કારના સિંચન માટે દિવ્ય ભાસ્કર અખબાર ની ધર્મદર્ષન પૂર્તિમાં માં આજ દિન સુધી લેખો લખીને સંસ્કારનું સિંચન કર્યું છે.

Whatsapp Join Banner Guj