Entrepreneurs: આપત્તિને અવસરમાં ફેરવી રહ્યા છે ભારતીય સ્ટાર્ટઅપ્સ, વાંચો નવા સર્વિસ સેક્ટર અને બિઝનેસ મોડલ્સ વિશે
Entrepreneurs: હેલ્થકેર થી હાઇપર-લોકલ માર્કેટ પ્લેસ, SaaS થી સર્વિસ સેક્ટરના સ્ટાર્ટઅપ્સ અવનવા સોલ્યુશનો થી ખોલી રહ્યા છે, નવી તકો ના દ્વાર
વડોદરા, ૩૦ જાન્યુઆરીઃ Entrepreneurs: કોવીડ ની પરિસ્થિતિ માંથી શીખી ને, ભારતીય સ્ટાર્ટઅપ આંત્રપ્રેન્યોર્સ એ મહામારી પછી ઉદ્ભવેલી મંદી ની સમશ્યા માંથી બહાર આવી ને નવો માર્ગ બનાવ્યો છે. તેઓ મૂળભૂત બાબતો પર પાછા જઈને ઓછા સાથે વધુ કરવાનું શીખ્યા, અને પોતાના વેંચર્સ ના બિઝિનેસ મોડેલ્સ ને પરિસ્થિતિ ને અનુરૂપ બનાવવાની રીતો શોધી કાઢી, અને ખોલ્યા નવી તકો ના ભંડાર.
જ્યારે આજે સમગ્ર દેશમાં કોરોના મહામારી ફરી ચરણ પર પહોંચી છે, ત્યારે સ્ટાર્ટઅપ આંત્રપ્રેન્યોર્સ અને યુવા ઉદ્યોગસાહસિકો દ્વારા લોકોને મહત્તમ સુવિધાઓ તેઓના ઇનોવેટિવ સોલ્યુશન્સ ના માધ્યમથી ઘરે બેઠા મળી રહે તેવા પ્રયાસો કરાઈ રહ્યા છે. કોરોના ની ત્રીજી લહેર ના સંજોગો ને જોતા, ભારત માં વિવિધ રાજ્યો, ટીયર-2 અને ટીયર-3 શહેરો માં કામ કરી રહેલા સ્ટાર્ટઅપ વેંચર્સ દ્વારા લોકો ને મૂળભૂત જરૂરિયાતો તેઓ ના સ્ટાર્ટઅપ પ્લેટફોર્મ થી ઘરે બેઠા જ આપવા ના પ્રયાસો કરવા માં આવી રહ્યા છે, જેથી સંક્રમણ ના ખતરા ને મહદઅંશે ટાળી શકાય. ચાલો આપણે જાણીએ આવા અમુક સ્ટાર્ટઅપ્સ વિશે:
1. ડોક્ટર એટ ડોરસ્ટેપ: વ્યવસાયે તબીબ એવા ડો. સેજલ શાહ અને ડો. ચારૂ અમીન એ શરુ કર્યું છે એક નવીન તબીબી સ્ટાર્ટઅપ, જ્યારે આજે વૈશ્વિક કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યું છે તેવા સમયમાં સ્ટાર્ટઅપ વેન્ચર એવા ‘ડોકટર એટ ડોરસ્ટેપ’ દ્વારા ઘરે બેઠા તબીબી નિદાન અને મેડિકલ સર્વિસીસ ઉપલબ્ધ કરાવવા માટેનું એક અનોખું ઓનલાઈન પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે. હવે માત્ર આંગળીને વેઢે તમામ મેડીકલ સેવાઓ મળશે, માત્ર એક ક્લિકથી તમે તમામ મેડીકલ સેવાઓ ને મેળવી શકશો.
આ ઓનલાઈન પ્લેટફોર્મ તથા મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી ઘરે બેઠા બોલાવી શકશો ડોક્ટર, નર્સિંગ સેવાઓ અને મેડિકલ નિદાન ની સેવાઓ। સરળ સિનિયર સિટીઝન્સ, શારીરિક રીતે અશક્ત લોકો તથા કોરોના કાળ ની વિષમ પરિસ્થિતિ ના સમયમાં બીમાર લોકોને ‘ડોકટર એટ ડોરસ્ટેપ’ દ્વારા ઘરે બેઠા મેડિકલ સર્વિસીસ પૂરતી સુરક્ષા ને સુનિશ્ચિત કરી ને પૂરી પાડવામાં આવી રહી છે અને હજારો લોકો સુધી દિવસે ને દિવસે તેનો વ્યાપ વધી રહ્યો છે.
2. સ્પીડફોર્સ: વડોદરાના ઉદ્યોગસાહસિકો દિપેન બરાઈ, કપિલ ભીંડી અને અશોક શાહ એ પોતાના કોર્પોરેટ પ્રોફેશનલ કેરિયરને પડતું મૂકીને, ઓટોમોબાઇલ સેક્ટરમાં કંઈક નવું અને લોકઉપયોગી કામ કરવા ઝંપલાવ્યું હતું. આજે એમના ઇનોવેટિવ સર્વિસ મોડેલ ની સમગ્ર પ્રક્રિયા ની સ્ટાન્ડર્ડઇઝ કરી ને ડિજિટલ પ્લેટફોર્મ્સ ના ઉપયોગ દ્વારા ખૂબ જ ટૂંકા ગાળામાં કુલ 04 દેશો માં 192 કરતાં વધારે સ્પીડફોર્સ સેન્ટર્સ ની મદદ થી ઘરે / ઓફિસ થી પીકઅપ અને ડ્રોપ સહીત ની ઑટોમોબાઇલ સર્વિસીઝ આપી રહ્યા છે. આજે ઓટોમોબાઇલ ક્ષેત્રે ટેકનોલોજીના ઇન્ટીગ્રેશન સાથે સર્વિસ સેકટરનો મજબૂત પાયો નાખનાર સ્પીડ ફોર્સ બીજા ઘણા નવા સ્ટાર્ટઅપ વેન્ચર ને નાણાકીય તથા વ્યૂહાત્મક ભાગીદારી દ્વારા નવા આયામો ખોલી રહ્યું છે.
આજે ગુજરાત ના આ સ્ટાર્ટઅપ વેંચર્સ ને તેમના અનુઠા સર્વિસ મોડેલ અને એક્સપિરિયન્સ ને કારણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર સન્માનિત કરવામાં આવી રહ્યા છે, અને તેઓ ના કામ ની નોંધ લેવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતર માં જ આ સ્ટાર્ટઅપ ને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
3. ક્વિક અસ્યોર્ડ – ધ આસિસ્ટ બડી: જયારે આજે મોટા ભાગ ની આઇટી કંપનીઝ, સ્કૂલ્સ, ઓફિસીઝ અને યુનિવર્સીટીઝ એ પોતાના ઓપરેશન્સ વર્ક ફ્રોમ હોમ મોડ માં શિફ્ટ કરી દીધા છે ત્યારે, ઘરે બેઠા કામ કરતા પ્રોફેશનલ્સ ને આઇટી વિષયક જરૂરી ટેક્નિકલ સપોર્ટ આપવા મદદરૂપ બનશે ‘ધ આસિસ્ટ બડી’ નામનું સ્ટાર્ટઅપ વેન્ચર. તકનીક માં રુચિ ધરાવતા યુવા ઉદ્યોગસાહસિક ગૌરવ રાજપૂત દ્વારા તમારા કામ ના સમયે ખામી સર્જાયેલ ઇલેક્ટ્રોનિક ગેજેટ નું તમારા કાર્યસ્થળ પર જ મેઇન્ટેનન્સ કરી ને આપી શકાય, તથા વિશાળ રિસોર્સ નેટવર્ક ના સમન્વય થી લોએસ્ટ વેઇટિંગ સમય ના લક્ષ્ય ને સાકાર કરવા ના મક્કમ ઈરાદા સાથે આ પ્લેટફોર્મ બનાવવા નો વિચાર આવ્યો હતો.
‘ધ અસિસ્ટ બડી’ ની વેબસાઇટ તથા એપ્લિકેશન દ્વારા પોતાના ગેજેટના રિપેરિંગ માટે ની એપ્લિકેશન નું લાઈવ ટ્રેકિંગ વિકલ્પ સાથે 25 મિનિટથી ઓછા સમયમાં ગેજેટના રિપેર માટે ની સેવા મેળવી શકાય છે,ગ્રાહક ના ગેજેટ માં સર્જાયેલ ખામી મોટી હોય તો ગેજેટ ને બદલી આપી જરૂરી સમયે તેઓનું કામ ન અટકાય તેની ખાતરી કરવામાં આવે છે.
4. ઓફ લેન: હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકો હવે પોતાના ઘરેથી બહાર જવાનું ટાળી રહ્યા છે જેથી કોરોના સંક્રમણ ને ટાળી શકાય, તથા જ્યાં શક્ય હોય છે ત્યાં ઓનલાઈન પ્લેટફોર્મ ના માધ્યમથી જ ઘરે બેઠા સર્વિસ મેળવવા નો આગ્રહ રાખી રહ્યા છે. પરંતુ મલ્ટીનેશનલ્સ ના આ ઓનલાઇન બજાર પર ના નિયંત્રણ ને કારણે નાના સ્થાનીય દુકાનદારો – વેપારીઓ ને ખુબ જ મોટા પ્રમાણ માં નુકશાન થાય છે અને પરિણામે તેઓ રોજગારી ગુમાવે છે.
શહેર ના સ્થાનીય દુકાનદારો – વેપારીઓ ને એક જ પ્લેટફોર્મ પર લાવીને પોતાના હાઇપર લોકલ ઇ-કોમર્સ પ્લેટફોર્મ ની મદદ થી યુવા ટેકનોક્રેટ એવા માનવેશ કાજલે અને તેમની માતા સોનલ કાજલે દ્વારા શરુ કરવામાં આવેલ ‘ઓફલાઈન’ નામ ના સ્ટાર્ટઅપ ઘરે બેઠા જ લોકો ને જીવન જરુરીઆત નો સમાન પહોંચાડી રહ્યું છે. તાજેતર માં જ શરુ થયેલા આ સ્ટાર્ટઅપ વેન્ચર સાથે અત્યાર સુધી માં લગભગ 50 કરતા વધારે દુકાનદારો અને વેપારીઓ જોડાઈ ગયા છે, અને આગામી દિવસો માં સેલર પાર્ટનર્સ ની સંખ્યા વધારવા ની યોજના છે.
5. ડોક્ટર કાર્ડિયો – કવિતુલ ટેક્નોલોજીસ: આત્મનિર્ભર ભારત ના સપનાને ખરા અર્થ માં સાર્થક કરવા માટે વડોદરાના બે ઉદ્યોગસાહસિકો યોગેશ પટેલ અને અજિંક્ય પુરાણિક દ્વારા તેઓના સ્ટાર્ટઅપ ‘કવીતુલ ટેક્નોલોજીસ’ ના માધ્યમ થી ખર્ચાળ અને જટિલ એવા મેડિકલ ઉપકરણો ને બદલે ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારો માં તમામ મેડિકલ સેન્ટર્સ અને નિષ્ણાંત તજજ્ઞો સુધી પ્રમાણ માં સસ્તા અને સ્વદેશી આધુનિક ઉપકરણો બનાવવાની શરૂઆત કરવામાં આવી. તેઓ દ્વારા વિકસિત કરવામાં માં આવેલ પોકેટ ઈસીજી (કાર્ડિયોગ્રામ) મશીન ની મદદ થી મેડિકલ ક્ષેત્રે કરવામાં આવતા કાર્ડિયોગ્રામ કાર્યક્ષમ અને પ્રમાણ માં સસ્તા બન્યા છે.
મોબાઈલ કરતા પણ નાના બનાવેલા એવા આ ઈસીજી (કાર્ડિયોગ્રામ) મશીન ને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઘણો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ‘ડોક્ટર કાર્ડીઓ’ નામ થી બનાવેલ આ ઇનોવેટિવ હેલ્થટેક પ્રોડક્ટ ને ISO 13485:2016, CE, ROHS તેમજ UL સર્ટિફિકેશન થી પ્રમાણિત થઇ છે. ટૂંક જ ઓછા સમય માં આ સ્ટાર્ટઅપ દ્વારા તેઓ 350 કરતા વધારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય હીતધારકો અને મેડિકલ ક્ષેત્ર ના ઉપભોક્તાઓ સુધી પહોંચ્યા છે.
ખરેખર ભારત ના યુવા ઉદ્યોગ સાહસિકો હવે સમશ્યા ને અભિશાપ ગણવા ને બદલે, હવે તેના અનુઠા સમાધાન તરફ ના રસ્તાઓ તરફ ડગ મંડી રહ્યા છે જે સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે, વૈશ્વિક પરિપેક્ષ માં આવનાર સમય માં ભારત ચોક્કસ એક મહત્વપૂર્ણ ભાગ ભજવશે એ નિશ્ચિત છે
આ પણ વાંચોઃ Azim bacha samanobhai morbi arrested: કિશન ભરવાડ હત્યા મામલે હથિયાર આપનારો રાજકોટના અજીમ સમાનો ભાઈ મોરબીથી ઝડપાયો- વાંચો વિગત
આ પણ વાંચોઃ Arrest Maulvi Maulana of Delhi: કિશન ભરવાડ હત્યા કેસમાં ATSની મોટી કાર્યવાહી, દિલ્હીથી મૌલનાની ધરપકડ

