Azim bacha samanobhai morbi arrested: કિશન ભરવાડ હત્યા મામલે હથિયાર આપનારો રાજકોટના અજીમ સમાનો ભાઈ મોરબીથી ઝડપાયો- વાંચો વિગત

Azim bacha samanobhai morbi arrested: મોરબી બી ડિવિઝન પોલીસે અજીમ સમાના ભાઈ વસીમ ઉર્ફે બચા સમાની અટકાયત કરી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપ્યો

અમદાવાદ, 30 જાન્યુઆરીઃ Azim bacha samanobhai morbi arrested: ધંધુકા ગામે વિધર્મીઓ દ્વારા કિશન ભરવાડ નામના યુવાનની હત્યા કરવામાં આવી હતી. ત્યારે આ મામલે હથિયાર આપનારો રાજકોટના અજીમ સમાનો ભાઈ મોરબીથી ઝડપાયો છે. જેને લઈ ચકચાર મચી છે. મોરબી બી ડિવિઝન પોલીસે અજીમ સમાના ભાઈ વસીમ ઉર્ફે બચા સમાની અટકાયત કરી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપ્યો હતો.

બચા સમાની પોલીસે તપાસ શરૂ કરી
ઉલ્લેખનિય છે કે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સવારથી જ રાજકોટ, વાંકાનેર અને મોરબીમાં અજીમ સમાની તપાસ હાથ ધરી હતી. મોરબી બી ડિવિઝન પોલીસે અજીમ સમાના ભાઈ વસીમ ઉર્ફે બચા સમાની અટકાયત કરી હતી. જે બાદ તેને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપ્યો હતો. અજીમ સમાને પકડવા તેના ભાઈ વસીમ ઉર્ફે બચા સમાની અટકાયત કરી તપાસ શરૂ કરવામાં આવી છે.

બચા સમાને મોરબીથી અમદાવાદ લઈ જવામાં આવ્યો
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ વસીમ ઉર્ફે બચાને મોરબીથી અમદાવાદ લઈ જવા રવાના થઇ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ ગોહિલ સહિતની ટીમ મોરબી બી ડિવિઝન પોલીસમથકથી રવાના થઈ છે. આ ઘટનામાં ખાનગી રીતે વસીમ સમાને લઈ જવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે.

આ પણ વાંચોઃ Prayagraj dharma sansad resolution: સાધુ-સંતોએ ભારતને હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરવામાં આવે તેવો પ્રસ્તાવ પાસ કર્યો- વાંચો સંપૂર્ણ વિગત

સમગ્ર બનાવ શું હતો?
મંગળવારે મોડી રાત્રે કિશન ભરવાડ નામનો યુવક જુના ઘર પાસેથી પસાર થતો હતો. ત્યારે બે અજાણ્યાં શખસોએ આવીને ફાયરિંગ કર્યું હતું. જેમાં એક મિસ ફાયર થયું હતું અને બીજી ગોળી વાગતા કિશનનું હોસ્પિટલમાં લઈ જતા જ મોત થયું હતું. ઘટનાને પગલે માલધારી સમાજમાં રોષ ફેલાયો હતો. જ્યાં સુધી આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની માગ કરાઈ હતી. જો કે આગેવાનો અને પોલીસની સમજાવટ બાદ મૃતદેહ સ્વીકારી લેવાયો હતો.

25 જાન્યુઆરીએ કિશન ભરવાડની ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હતી. જેમાં હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી બે આરોપીઓની ધરપકડ કરાઈ છે. આરોપી શબ્બીરે ફાયરિંગ કર્યું હતું જ્યારે ઈમ્તિયાઝ બાઇક ચલાવતો હતો.

ઉલ્લેખનીય છે કે, 6 જાન્યુઆરીએ મૃતકે ફેસબુક પર ધાર્મિક લાગણી દુભાય એવી પોસ્ટ મુકી હતી. જેની 9 તારીખે ફરિયાદ થઈ અને કાર્યવાહી થઈ હતી. ફેસબુક પરની પોસ્ટને ધ્યાનમાં રાખી આયોજનબદ્ધ રીતે હત્યા કરવામાં આવી છે. આરોપી શબ્બીર કટ્ટરવાદી વિચારધારા ધરાવે છે.

Gujarati banner 01