Kishan murder case delhi maulana arrest

Arrest Maulvi Maulana of Delhi: કિશન ભરવાડ હત્યા કેસમાં ATSની મોટી કાર્યવાહી, દિલ્હીથી મૌલનાની ધરપકડ

Arrest Maulvi Maulana of Delhi: આ હત્યા કેસમાં કુલ 6 આરોપીની ધરપકડ થઈ

અમદાવાદ, 30 જાન્યુઆરી: Arrest Maulvi Maulana of Delhi: ધંધુકાના ચકચારી કિશન ભરવાડ હત્યા કેસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. બીજી તરફ ગુજરાત ATSએ દિલ્હીના મૌલવી મૌલાના કમર ગનીની દિલ્હી ખાતેથી  ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી આ હત્યા કેસમાં કુલ 6 આરોપીની ધરપકડ થઈ છે. 

અમદાવાદના ધંધુકામાં કિશન ભરવાડની હત્યા કેસમાં ગઇકાલ સુધીમાં પોલીસે 5 આરોપીની ધરપકડ કરી હતી. બુધવારે શબ્બીર અને ઈમ્તિયાઝની ધરપકડ કરી હતી. શનિવારે મુખ્ય સૂત્રધાર મૌલવી ઐયુબની ધરપકડ કરાઇ છે. તો મૌલવીને હથિયાર મોકલનાર આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. રાજકોટના મિતાણા પાસેથી અજીમ સમાની ધરપકડ કરાઇ છે, તેમજ મોરબી પોલીસે અજીમના ભાઇ વસીમની પણ ધરપકડ કરી છે.

આ પણ વાંચોઃ Azim bacha samanobhai morbi arrested: કિશન ભરવાડ હત્યા મામલે હથિયાર આપનારો રાજકોટના અજીમ સમાનો ભાઈ મોરબીથી ઝડપાયો- વાંચો વિગત

Gujarati banner 01