Ambaji mahadev shivling

Ambaji mahadev shivling: અંબાજી બ્રહ્માકુમારી સંસ્થાન પ્રગટાવી 8 ફૂટ લાંબા શિવલિંગ ની ઝાંખી નું પ્રદર્શન ખુલ્લું મુકાયું હતું

Ambaji mahadev shivling: સ્વર્ણિમ ભારત ના રચયિતા પરમાત્મા ભગવાન શિવબાબા ની જાંખી બનાવી તેનું પ્રદર્શન દર્શનાર્થે ખુલ્લું મુક્યું

રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, ૦૧ માર્ચ: Ambaji mahadev shivling: વૈવિધ્ય પૂર્ણ સંસ્કૃતિ થી ભરેલો ભારત દેશ હાલ માં આઝાદી નો અમૃત મહોત્સવ તરીકે માનવી રહ્યું છે ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી બ્રહ્માકુમારી સંસ્થાન દ્વારા આઝાદી કે અમૃત મહોત્સવ સે સ્વર્ણિમ ભારત કી ઓર ની થીમ ઉપર વિભિન્ન કાર્યક્રમો નું આયોજન કર્યું છે જેને લઇ સ્વર્ણિમ ભારત ના રચયિતા પરમાત્મા ભગવાન શિવબાબા ની જાંખી બનાવી તેનું પ્રદર્શન દર્શનાર્થે ખુલ્લું મુક્યું છે.

સંસ્કૃત પાઠશાળા ના આચાર્ય સહીત વિદ્યાર્થીઓ દ્વારા મંત્રોચાર સાથે દીપ પ્રગટાવી 8 ફૂટ લાંબા શિવલિંગ ની ઝાંખી નું પ્રદર્શન ખુલ્લું મુકાયું હતું, સાથે બ્રહ્માકુમારી સંસ્થાન નું ધ્વજ પણ ફરકવામાં આવ્યું હતું આ પસંગે અંબાજી ના અગ્રગણ્ય નાગરિકો સહીત બ્રહ્માકુમારી ના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને શિવરાત્રી ની પૂર્વ સંધ્યા એ ઉપસ્થિત સૌની વચ્ચે ભગવાન શંકર ના વાર્ષિક પર્વ ને લઇ કેક કાપી વર્ષગાંઠની ઉજવણી હતી.

આ પણ વાંચો: Advisory to Indians in Kyiv: યુક્રેનમાં ભારતીય દૂતાવાસે કહ્યું, કોઈ પણ રીતે આજના દિવસમાં કિવ છોડો

એટલુજ નહી આ પ્રસંગે આપણા ભારત દેશ ની સંસ્કૃતિ ઉજાગર થાય ને વિશ્વમાં પ્રવર્તી રહેલી અશાંતિ શાંતિ માં પ્રવર્તે તેવી ભગવાન શિવ ને પ્રાર્થના કરવામાં આવી હતી, અને યુદ્ધ દરમ્યાન માર્યા ગયેલા સુરક્ષા કર્મીઓ સહીત સ્થાનિક રહીશોની આત્મા ને શાંતિ મળે તેવી શ્રધાંજલિ આપવામાં આવી હતી.

Gujarati banner 01