Indian student killed in Kharkiv

Indian student killed in Kharkiv: યુક્રેનના ખારકીવમાં મિસાઈલ હુમલામાં ભારતીય વિદ્યાર્થીનુ મોત નિપજ્યુ- વાંચો વિગત

Indian student killed in Kharkiv: કર્ણાટકના ભારતીય વિદ્યાર્થીનુ ખારકીવમાં મિસાઈલ હુમલામાં મોત નીપજ્યુ છે

કીવ, 01 માર્ચઃ Indian student killed in Kharkiv: કર્ણાટકના ભારતીય વિદ્યાર્થીનુ ખારકીવમાં મિસાઈલ હુમલામાં મોત નીપજ્યુ છે. મળતી માહિતી અનુસાર ભારતીય વિદ્યાર્થી તેના એપાર્ટમેન્ટથી રેલ્વે સ્ટેશન તરફ જઈ રહ્યો હતો, પરંતુ કમનસીબે મિસાઈલ હુમલામાં તેનું મોત થયું હતું. તે ખારકીવ નેશનલ મેડિકલ યુનિવર્સિટીનો વિદ્યાર્થી હતો.

યુક્રેનમાં રશિયન હુમલાથી પરિસ્થિતિ વણસી છે. એવામાં એક હવાઈ હુમલામાં ખારકીવમાં ભારતીય વિદ્યાર્થીનુ મોત નીપજ્યુ છે. આ જાણકારી વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આપી છે. મંગળવારે રશિયન હુમલામાં માર્યા ગયેલા ભારતીય વિદ્યાર્થીનુ નામ નવીન છે. તે કર્ણાટકનો રહેવાસી હતો.

આ પણ વાંચોઃ Advisory to Indians in Kyiv: યુક્રેનમાં ભારતીય દૂતાવાસે કહ્યું, કોઈ પણ રીતે આજના દિવસમાં કિવ છોડો

આજે સવારે જ રશિયાએ યુક્રેનના તમામ મોટા શહેરોમાં હુમલા વધારી દીધા છે. કીવ તરફ રશિયન સેનાનો મોટો કાફલો ઝડપથી વધી રહ્યો છે.

અરિંદમ બાગચીએ કહ્યુ કે એ જણાવતા મને ઘણુ દુ:ખ થાય છે કે ખારકીવમાં જે હવાઈ હુમલા થઈ રહ્યા છે. તેમાં એક ભારતીય વિદ્યાર્થીનુ મોત નીપજ્યુ છે. હાલ મંત્રાલય વિદ્યાર્થીના પરિવારના સંપર્કમાં છે. પરિવારની સાથે અમારી સંવેદનાઓ છે.

અરિંદમ બાગચીએ વધુમાં જણાવ્યુ કે ભારતીય વિદેશ સચિવ રશિયા અને યુક્રેનના રાજદૂતો સાથે સંપર્કમાં છે. જેમાં એ માગ કરાઈ છે કે ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકોને નીકાળવા માટે સુરક્ષિત રસ્તા આપો કેમ કે કેટલાક વિદ્યાર્થી હજુ ખારકીવ અને અન્ય શહેરમાં ફસાયેલા છે. 

Gujarati banner 01