Electric scooter fire: ચાર્જિંગમાં મૂકેલી ઈલેક્ટ્રિક સ્કૂટરની બેટરી ફાટી, 1નું મોત 3ની હાલત ગંભીર
અમદાવાદ, 24 એપ્રિલ: Electric scooter fire: આંધ્ર પ્રદેશના વિજયવાડાથી સામે આવ્યો છે. જ્યાં ઈલેક્ટ્રિક સ્કૂટરની બેટરી ફાટવાથી એક વ્યક્તિનું મોત થયું. જ્યારે પત્ની અને બે બાળકો ગંભીર રીતે ઘાયલ થયા છે. વાત જાણે એમ છે કે ઈલેક્ટ્રિક સ્કૂટરની બેટરીને અલગ કરી શકાય છે અને ઘટના સમયે બેટરી વ્યક્તિના બેડરૂમમાં ચાર્જ થઈ રહી હતી.
ચાર્જ થઈ રહેલી બેટરીમાં ધડાકા બાદ શિવકુમારનું મોત થઈ ગયું. જ્યારે પત્ની અને બે બાળકો ગંભીર રીતે દાઝી ગયા છે. ધડાકાનો અવાજ સાંભળીને અડોશ પડોશમાં રહેતા લોકો મદદ માટે પહોંચ્યા અને તરત ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા જ્યાં વ્યક્તિનું મોત થઈ ગયું. મળતી માહિતી મુજબ શિવકુમારે શુક્રવાર એટલે કે 22 એપ્રિલે જ કોર્બેટ 14 ઈલેક્ટ્રિક સ્કૂટર ખરીદ્યું હતું.
છેલ્લા કેટલાક દિવસમાં અનેક ઈલેક્ટ્રિક સ્કૂટર્સમાં (Electric scooter fire) આગ લાગવાની ઘટનાઓ સામે આવી છે જેમાં કેટલાક લોકોના જીવ પણ ગયા છે. થોડા દિવસ પહેલા એક 80 વર્ષના વૃદ્ધનું મોત ઈલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાના કારણે થયું હતું.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ઈલેક્ટ્રિક દ્વિચક્કી વાહનોના નિર્માતાઓને ચેતવણી આપી છે કે જો સ્કૂટરની સેફ્ટીમાં કોઈ પણ સમાધાન જોવા મળ્યું તો કંપની પર ભારે પેનલ્ટી લદાશે.
આ પણ વાંચો..Intjaar part-9: સાંજે વસંતી અને કુણાલ આવી ગયા. કુણાલે વસંતી ને પૂછ્યું કે….

