DV Patel part 15

Lyricist Shailendra’બરસાત મેં તુમસે મિલે હમ’ કેવી રીતે સર્જાયું?

રાજ કપૂરની સફળતા માટે જે ત્રણ વ્યક્તિઓનું મોટું પ્રદાન હતું તેમાં પાર્શ્વગાયક મુકેશ, સંગીતકાર શંકર જયકિશન અને (Lyricist Shailendra) ગીતકાર શૈલેન્દ્રનો

Lyricist Shailendra: શૈલેન્દ્રની ૮૯મી જન્મજયંતી આ મહિનામાં આવે છે. પરંતુ બોલિવૂડના ગૌરવવંતા ઇતિહાસમાં શૈલેન્દ્રને જે સ્થાન મળવું એઈએ તે મળ્યું નથી. તિસરી સમ’ જેવી નરાિ આપનાર શૈલેન્દ્રનું જીવન એ ફિલ્મના કારણે જ તંબાક થઈ ગયું ત્યારે શૈલેન્દ્ર વિશે પ્રવર્તતી કેટલીક કિવદંતીઓ અને હકીકતો વળવા જેવી છે.

Lyricist Shailendra

દરેક પ્રેક્ષકના દિલની લાગણીઓને સ્પર્શતાં સંવેદનશીલ ગીતો લખનાર શૈલેન્દ્ર એક જમાનામાં મથુરામાં વેલ્ડર હતા. શૈલેન્દ્રનો જન્મ તા. 30માં ઓગસ્ટ, ૧૯૨ના રોજ બિહારમાં થયો હતો. તેમનું અસલી નામ શંકરદાસ કેસીલાલ હતું. મુંબઈ આવતા પહેલાં તેઓ રોજી રળવા રાવલપિડી અને તે પછી મથુરા ગયા હતા. બિહાર, હાલ પાકિસ્તાનમાં આવેલ રાવલપિંડી અને પુરાની સ્થાનિક ભાષાઓની તેમની પર જબરદસ્ત પ્રભાવ હોઈ ગીતકાર કન્યા પછી તેઓ તેમના ગીતોમાં વિધ્ય લાવી શક્યા હતા.

એ અગાઉ રાવલપિંડીમાં તેઓ મંદિરમાં જઈ ભજનો પણ ગાતા હતા. રાવલપિંડીમાં તેમના પિતાએ ધંધામાં પૈસા ગુમાવતા આખો યે પરિવાર મથુરા આવી ગયો હતો. ગરીબીના કારણે શૈલેન્દ્રએ પહેલા પિતા અને તે પછી તેમના બહેન પણ ગુમાવ્યા હતા. તેમની પાસે દવા કરાવવાના પૈસા નહોતા. ગરીબી આધારિત બીમારી અને પરિવારજનોના મૃત્યુ બાદ શૈલેન્દ્રએ ઈશ્વરમાં શ્રદ્ધા ગુમાવી દીધી હતી. તેમણે મથુરામાં વેલ્ડર તરીકે કામ શરૂ કર્યું હતું.

એ પછી તેઓ પેટિયું રળવા મુંબઈ આવ્યા હતા. અહીં પણ તેમણે માટુંગા રેલવે વર્કશોપમાં વેલ્ડર તરીકે કામ શરૂ કર્યું હતું. તેમને કવિતાઓ લખવાનો શોખ હતો. એક દિવસ પ્રગતિશીલ લેખકો દ્વારા આપજિત એક કવિ સંમેલનમાં ગયું. તેમણે પોતાની કવિતા રજૂ કરી. કવિ સંમેલનના અંતે યુવતીઓ તેમના ઓટોગ્રાફ લેવા આવી ત્યારે તેમને આશ્ચર્ય થયું હતું. તેમના માટે બીજું માર્ય બાકી હતું. ભુરી નીલી આંખોવાળ એક તાજગીભર્થી યુવાન તેમની પાસે આવ્યો. એ યુવાને શૈલેન્દ્ર સાથે મિલાવતા પોતાની ઓળખ આપી “હું પૃથ્વીરાજ કપૂરનો પુત્ર છું. હું એક ફિલ્મ બનાવી રહ્યો છુ. જેનું નામ ‘આગ’ છે. તમે મારી ફિલ્મ માટે ગીતા લખશો?’

એ યુવાન રાજ કપૂર હતા. એ જમાનામાં લોકો પૃથ્વીરાજ કપૂરને ઓળખતા હતા.

રાજ કપૂરને નહી. યુવાન કવિ શૈલેન્દ્રએ કહ્યું : “હું મારી કવિતાઓ વૈચતો નથી.” એમ

કહી શૈલેન્દ્રએ ચાલતી પકડી. પરંતુ એ ઘટનાના કેટલાક સમય બાદ શૈલેન્દ્રનો પત્ની

ગંભીર રીતે બીમાર પડ્યાં. શૈલેન્દ્રને પૃથ્વીરાજ કપૂરના પુત્ર રાજ કપૂરની યાદ આવી.

તેઓ સીધા રાજ કપૂર પાસે મહાલક્ષ્મીની ઓફિસે પહોંચી ગયા. શૈલેન્દ્રએ રાજ કપૂરને કહ્યું : “મારે પ૦ રૂપિયાની જરૂર છે. ઉછીના આપશો ? થોડા વખતમાં હું પાછો આપી દઈ” રાજ કપૂરે એક પણ ક્ષણ બગાડ્યા વિના શૈલેન્દ્રને પ૦ રૂપિયા આપ્યા. કેટલાક સમય બાદ શૈલેન્દ્ર એ રકમ પાછી આપવા ગયા ત્યારે રાજ કપૂરે કહ્યું : “હું પૈસા પાછા નહી લઉં, મારી ફરી તમને વિનંતી છે કે તમે મારી ફિલ્મ માટે ગીતો લખો.”

શૈલેન્દ્ર સંમત થયા અને તેમણે ફિલ્મમાં પહેલું ટાઇટલ ગીત લખ્યું : ‘બરસાત મેં તુમસે મિલે હમ” જે આજે પણ સદાબહાર છે. એ પછી તો રાજ કપૂર અને શૈલેન્દ્ર મિત્રો બની ગયા. શરૂઆતમાં રાજ કપૂરની ફિલ્મોની કથા કે. એ. અબ્બાસ લખતા હતા. કે. એ. અબ્બાસ સ્ક્રિપ્ટની ચર્ચા કરતા હતા ત્યારે શૈલેન્દ્ર પણ હાજર હતા. પરંતુ એ વખતે કે. એ. અભ્યાસ શૈલેન્દ્રની ઉપેક્ષા કરતા હતા. રાજ કપૂર શૈલેન્દ્રને ‘કવિરાજ’ કરીને બોલાવતા હતા. અઢી કલાકની ચર્ચા બાદ રાજ કપૂરે કહ્યું: ‘કુછ સમજ મેં આયા કવિરાજ?’’

શૈલેન્દ્ર ત્વરિત જવાબ આપ્યો “ગર્દિશ મે થા, પર આસમાન કા તારા થો; આવા થો “શૈલેન્દ્રની એ કાળમય જવાબ સાંભળી સ્ક્રિપ્ટ લેખક કે. એ. અબ્બાસ અચભીત થઈ ગયા. તેમની રૂમમાં બેઠેલા એ અજાણ્યા યુવક તરફ હવે તેમનું પાન ગયું અબ્બાસની અહી કલાકની વાર્તા ને શૈલેન્દ્રએ એક જ લાઇનમાં વર્ણવી દીધી હતી અને પછી તેમની, મુકેશની, શંકર-જયકિશન અને રાજ કપૂરની એક ટીમ બની ગઈ, જે વર્ષો સુધી અનમ રહી.

કેટલાક વર્ષો બાદ એક દિવસ દેવ આનંદ અને તેમના ભાઈ વિજય આનંદે શૈલેન્દ્રન ઘરનું બારણું ખખડાવ્યું. આમ તો તેઓ તેમની આગામી ફિલ્મ માટે હસરત જયપુરી પાસે ગયા હતા, પરંતુ હસરતે ગીતો લખવાની ના પાડતાં બીજા ચાઇસ તરીકે તેઓ શૈલેન્દ્રના ઘરે આવ્યા હતા. શૈલેન્દ્રને ધરે ખબર પડી કે તેઓ સેન્ડ ચોઇસ છે ત્યારે તેમને ખરાબ લાગ્યું અને તેથી તેમણે આનંદબધુઓની ફિલ્મ માટે ગીતો લખવાની તો હા પાડી પણ તેમની ફી તરીકે એ જમાનામાં કોઈએ ના માગી હોય એટલી ઊંચી રકમ માંગી દેવ આનંદ અને વિજય આનંદ પાસે હવે બીજો કોઈ વિકલ્પ જ નહોતો અને તેમણે શૈલેન્દ્રએ માગેલી રકમ આપવા હા પાડી. આનંદ બંધુઓએ ફિલ્મની વાર્તા સંભળાવી. એ ફિલ્મ ‘ગાઈડ’ની વાર્તા સાંભળ્યા બાદ એ સાથે જ શૈલેન્દ્રએ ‘ગાતા રહે મેરા દિલ’નું મુખ્ય લખી આનંદ ધુઓને મોકલી આપ્યું: “ગાતા રહે મેરા દિલ આજે પણ લોકોની જીભ પછે. આજ ફિર જીને કી તમન્ના હૈ” – ગીત પણ શૈલેન્દ્રનું જ છે.

એ જ રીતે દેવ આનંદ અને વિજય આનંદ ફિલ્મ “ગાઈડ’ના શૂટિંગ માટે ઉદેપુર જવા નીકળી ગયા હતા. ત્યારે એ ફિલ્મ માટે શૈલેન્દ્રએ “આજ ફિર જીને કી તમન્ના હૈ ગીત લખ્યું હતું. એસ ડી. બર્મને એ ગીતને સ્વરબદ્ધ કર્યું હતું. ગીત સંગીતબદ્ધ થયા બાદ લોકેશન પણ મોકલવામાં આવ્યું ત્યારે દેવ આનંદને એ ગીત ગમ્યું નહોતું. બલ્કે પાછળથી તેમણે વિચાર બદલીને એ ગીત ઓ. કે. કર્યું અને તેનું શૂટિંગ પણ કર્યું. એ જ વખતે ગાઈડ’ના યુનિટમાં તે ગીત હિટ થઈ ગયું અને પાછળથી આખા દેશમાં

એક બીજી મજેદાર વાત પણ જાણવા જેવી છે. પાન ખાયે સેવા તમારો આ ગીત પહેલી જ વાર ઓલ ઇન્ડિયા રેડિયો પરથી પ્રસારિત થયું ત્યારે લોકોનો વિરોધ થતા આકાશવાણીએ એ ગીતને અશ્લીલ ગણી તેના લિસ્ટમાંથી રદ કરવું પડ્યું હતું. પાછળથી એ જ ગીત શૈલેન્દ્રની ‘તીસરી કસમ’ ફિલ્મમાં લોકપ્રિય ગીત બન્યું. શૈલેન્દ્ર એક સર્જનાત્મક કવિ હતા અને સંવેદનશીલ પણ ફિલ્મોની ચમકદમકની પાછળ તેની એક કાળી બાજુ પણ છે, જેની પ્રેક્ષકોને જાણ હોતી નથી.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીની આ બંધારી બાજુના ભોગીલે પણ બન્યા હતા. શૈલેન્દ્ર ખામતો ગીતકાર હતા પણ કોઈ એક તબક્કે તેમણે ‘તીસરી કસમ’ ફિલ્મ બનાવવા નિર્ણય કર્યાં. આ એક પ્રકારની ન્યુર્વલ ફિલ્મ હતી. શ્યામ બેનેગલની કુર’ પહેલાની આ નવી તરહની ફિલ્મ હતી “સજન રે જૂઠ મત બોલો, ખુદા કે પાસ જાના છે. જેવા અત્યંત સુંદર ગીતો વાળી તીસરી કસમ’ ફિલ્મ ઉત્કૃષ્ટ હોવા છતાં બોક્સ ઓફિસ પર ના ચાલી. આ ફિલ્મની નિષ્ફળતાએ શૈલેન્દ્રને આર્થિક રીતે અને માનસિક રીતે બરબાદ કરી નાંખ્યા. આ ફિલ્મને રાષ્ટ્રપતિની સુવર્ણચંદ્રક મળ્યો પણ શૈલેન્દ્ર પાસે હવે ફૂટી કોડી નહોતી.

શૈલેન્દ્રના મૃત્યુનું કારણ પણ આ ફિલ્મના કારણે આવી પડેલી આર્થિક જવાબદારીઓ જ હતી. શૈલેન્દ્ર હૃદયરોગના હુમલાથી નહીં પરંતુ હૃદયભગ્ન થતાં મૃત્યુ પામ્યા હતા. શૈલેન્દ્રના સહુથી નાના પુત્ર દિનેશ શૈલેન્દ્ર કહે છે. ફિલ્મ ‘તીસરી કસમ’ માટે ણી વાતો ચાલે છે. દા.ત. એક માન્યતા એવી છે કે આ ફિલ્મમાં કામ કરવા માટે રાજ કપૂરે પૈસા લીધા નહોતા. પરંતુ એ વાત સાચી નથી. મુંબઈના ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોઈ મફત કામ કરતું નથી. મારા પિતા માટે પણ કોઈને વિના મૂલ્યે કામ કર્યું નહોતું. રાજસાહેબ પણ મારા પિતા પાસેથી પૈસા લીધા હતા. એ જ રીતે સંગીતકાર કરને પણ પૈસા લીધા હતા. વળી આ ફિલ્મ બનતા પાંચ વર્ષ જેટલી લાંબો સમય લાગ્યો હતો કારણ કે રાજસાહેબ તારીખો આપતા નહોતા. “

રાજ કપૂર શાયદ ‘તીસરી કસમ પહેલાં તેમની ફિલ્મ સંગમ રજુ થાય તેવું ઇચ્છતા હતા. દિનેશ શૈલેન્દ્ર કહે છે. મારા પિતાએ આપધાત કર્યો નહતો, પણ તેઓ મિત્રોના વ્યવહારથી આધાતનો ભોગ બન્યા હતા. મારા પિતા પાસે પૈસાની કમી નહોતી. ફિલ્મ ગાઈડનાં ગીતો લખવા માટે એ જમાનામાં તેમને રૂા. એક લાખ મળ્યા હતા. મારા પિતા સાએકના કારણે મૃત્યુ પામ્યો હતો.

“લા કે ગયા સપના મેરા”, “અદાલત ઉઠ ચુકી હૈ, અબ કૌન કરેગા સુનવાઈ” અને “તુમ્હારી ભી જય હમારી ભી જય જેવી અસંખ્ય સુંદર ગીતોની રચના કરનાર શૈલેન્દ્ર ચમકદમકથી ભરેલી ફિલ્મોની દુનિયાની કાળી કડવી વાસ્તવિકતાની ભોગ બનેલી વ્યક્તિ હતી.

સાભાર: દેવેન્દ્ર પટેલ દ્વારા લિખિત “સિલ્વર સ્ક્રીન”

આ પણ વાંચો..Intjaar part-9: સાંજે વસંતી અને કુણાલ આવી ગયા. કુણાલે વસંતી ને પૂછ્યું કે….

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *