Pm Jammu kashmir speech

PM Modi promises Kashmiri youth: પીએમ મોદીએ કાશ્મીરી યુવાઓને આપ્યું વચન, જાણો શું કહ્યું

PM Modi promises Kashmiri youth: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જમ્મુ અને કાશ્મીરના પ્રવાસે છે. કલમ 370 હટ્યા બાદથી તેમનો આ પહેલો જમ્મુ કાશ્મીર પ્રવાસ છે.

નવી દિલ્હી, 24 એપ્રિલ: PM Modi promises Kashmiri youth: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરમાં લગભગ 20,000 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કર્યા ત્યારબાદ પંચાયતી રાજ દિવસના અવસરે સાંબા જિલ્લાની પલ્લી પંચાયતમાં લોકોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે આ જગ્યા મારા માટે નવી નથી. જમ્મુ અને કાશ્મીરના વિકાસને ગતિ આપવા માટે ઝડપથી કામ ચાલુ છે. તેમણે કહ્યું કે આ વખતે પંચાયતી રાજ દિવસ જમ્મુ કાશ્મીરમાં ઉજવવો એક મોટા બદલાવનું પ્રતિક છે. લોકતંત્ર જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં ગ્રાસ રૂટ સુધી પહોંચ્યો છે તે ગર્વની વાત, ત્યારે અહીંથી હું દેશભરની પંચાયતો સાથે સંવાદ કરી રહ્યો છું. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi promises Kashmiri youth) આજે જમ્મુ અને કાશ્મીરના પ્રવાસે છે. કલમ 370 હટ્યા બાદથી તેમનો આ પહેલો જમ્મુ કાશ્મીર પ્રવાસ છે. પીએમ મોદીએ જમ્મુ કાશ્મીરમાં લગભગ 20,000 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કર્યા. ત્યારબાદ પોતાના સંબોધનમાં પીએમ મોદીએ ક હ્યું કે હું અહીં વિકાસનો સંદેશ લઈને આવ્યો છું.

જમ્મુ અને કાશ્મીરમાં વિકાસને ગતિ આપવા માટે આજે 20,000 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ધાટન કરાયું છે. પીએમ મોદીએ કાશ્મીરી યુવાઓને વચન આપ્યું અને કહ્યું કે દાદા-દાદીએ જે મુસીબતો ઝેલવી પડી તે તમને સહન કરવા નહીં દઉ. 

તેમણે કહ્યું કે આઝાદીના અમૃતકાળ એટલે કે આવનારા 25 વર્ષમાં નવું જમ્મુ કાશ્મીર વિકાસની નવી ગાથા લખશે. આઝાદીના 7 દાયકા દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં માત્ર 17,000 કરોડ રૂપિયાનું જ પ્રાઈવેટ રોકાણ થઈ શક્યું હતું. છેલ્લા 2 વર્ષમાં આ આંકડો 38,000 કરોડ રૂપિયા પહોંચ્યો છે.

આ પણ વાંચો..Electric scooter fire: ચાર્જિંગમાં મૂકેલી ઈલેક્ટ્રિક સ્કૂટરની બેટરી ફાટી, 1નું મોત 3ની હાલત ગંભીર

Gujarati banner 01