Teaser release of the film Emergency: ‘ઇર્મજન્સી’નું ટીઝર રિલીઝ, કંગના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે- જુઓ ટીઝર
Teaser release of the film Emergency: કંગનાએ ગત વર્ષે જ પોતાના નિર્દેશનમાં બનનારી આ ફિલ્મ ‘ઇમરજન્સી’ની જાહેરાત કરી
બોલિવુડ ડેસ્ક, 14 જુલાઇઃ Teaser release of the film Emergency: બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતની ફિલ્મ ‘ઇર્મજન્સી’નું ટીઝર રિલીઝ થયું છે. આ ફિલ્મમાં તે એક અલગ જ અંદાજમાં જોવા મળશે. આ ફિલ્મમાં કંગના ભારતના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનો રોલ નિભાવે છે. કંગનાએ ગત વર્ષે જ પોતાના નિર્દેશનમાં બનનારી આ ફિલ્મ ‘ઇમરજન્સી’ની જાહેરાત કરી હતી.
કંગનાએ ઇન્સ્ટાગ્રામ પહેલાં તેનો લુક અને બાદમાં ટીઝર પોસ્ટ કર્યું હતું. ટીઝરની શરૂઆત એક ફોન કોલથી થાય છે. કંગના પાછળથી જોવા મળે છે. એક શખ્સ આવે છે અને કંગના પૂછે છે, જયારે પ્રેસિડન્ટ નિક્સન ફોન લાઈન પર આવે ત્યારે શું તમને તે મેડમ કહીને સંબોધિત કરી શકે છે. આ પર કંગના જવાબ આપે છે, કે ઠીક છે. એક મિનિટ અમેરિકાના પ્રેસિડન્ટને કહી દેજો કે મને ઓફિસમાં બધા મેડમ નહીં સર કહે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કંગનાનો નવો અવતાર જોવા માટે ફેન્સ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. બહુ ઓછા લોકોને ખબર હશે કે, કંગનાના બીજી ફિલ્મનું નિર્દેશન કરી રહી છે. આ પહેલાં કંગનાએ 2019માં ‘મણિકર્ણિકા : ધ ક્વિન ઝાંસી’થી નિર્દેશમાં ડેબ્યુ કર્યું હતું.
ફિલ્મ ‘ઇર્મજન્સી‘ પોલિટિકલ ડ્રામા
કંગના રનૌતે કહ્યું કે આ એક પોલિટિકલ ડ્રામા છે. આ ફિલ્મ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની બાયોપિક નથી .તે એક ભવ્ય પીરિયડ ફિલ્મ છે. રાજકીય ડ્રામા આ ફિલ્મ મારી પેઢીને વર્તમાન ભારતના સામાજિક-રાજકીય પરિદ્રશ્યને સમજવામાં મદદ કરશે. આ પહેલાં પણ કંગના રનૌત ફિલ્મ થલાઈવીમાં તમિલનાડુના દિવંગત સીએમ જયલલિતાનો રોલ કરી ચુકી છે. આ ફિલ્મમાં તેના પાત્રની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.
