Virat 1st Indian with 200 million followers on Insta

Virat kohli out from india vs wi T20: વેસ્ટ ઈન્ડિઝ સામેની T20માં કોહલી સહિત આ ખેલાડી પણ ટીમમાં શામેલ નહિ થાય- વાંચો વિગત

Virat kohli out from india vs wi T20: BCCI દ્વારા આજે જાહેર થયેલ ટી 20 શ્રેણી માટેની ટીમમાંથી કોહલીને પડતો મુકવામાં આવ્યો છે.

સ્પોર્ટ્સ ડેસ્ક, 14 જુલાઇઃ Virat kohli out from india vs wi T20: ભારતની વેસ્ટ ઈન્ડિઝ સામેની જુલાઈના અંતે શરૂ થનારી ટી20 શ્રેણીમાંથી ખરાબ પરફોર્મન્સ અને ટીકાનો સામનો કરી રહેલ વિરાટ કોહલીને સિલેક્ટ કરવામાં નથી આવ્યો. અહેવાલ અનુસાર જ BCCI દ્વારા આજે જાહેર થયેલ ટી 20 શ્રેણી માટેની ટીમમાંથી કોહલીને પડતો મુકવામાં આવ્યો છે.

આ સિવાય આજે જાહેર થયેલ ટીમમાં લાંબા સમયથી એકધાર્યું ક્રિકેટ રમી રહેલ જસપ્રિત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે. આ સિવાય ધવનને વનડેમાં સ્થાન મળ્યા બાદ ટી 20માં સ્થાન મળ્યું નથી.

વેસ્ટ ઈન્ડિઝ સામેની 29મી જુલાઈથી શરૂ થનારી 5 ટી20ની શ્રેણીની પ્રથમ 3 મેચ માટે BCCI દ્વારા જાહેર થયેલ ટીમ નીચે મુજબ છે :

Rohit Sharma (C), I Kishan, KL Rahul*, Suryakumar Yadav, D Hooda, S Iyer, D Karthik, R Pant, H Pandya, R Jadeja, Axar Patel, R Ashwin, R Bishnoi, Kuldeep Yadav*, B Kumar, Avesh Khan, Harshal Patel, Arshdeep Singh.

જોકે ઉપરોકત ખેલાડીઓમાંથી કે એલ રાહુલ અને કુલદીય યાદવને ફિટનેસને આધારે ટીમમાં સ્થાન મળશે તેમ BCCIએ ટ્વિટમાં ઉમેર્યું હતુ.

આ પણ વાંચોઃ Google will invest in Airtel: રિલાયન્સ જિયો બાદ હવે આ ગૂગલનો ભારતીય ટેલિકોમ સેક્ટરમાં બીજો સોદો, કરશે એરટેલમાં રોકાણ

વેસ્ટ ઈન્ડિઝ સામે પાંચ મેચની T20 શ્રેણી 29 જુલાઈથી શરૂ થશે અને 7 ઓગસ્ટ સુધી ચાલશે. પ્રથમ મેચ ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાશે. ત્યારબાદ અન્ય બે મેચો રમાશે સેન્ટ કિટ્સમાં વોર્નર પાર્ક ખાતે રમાશે. ફ્લોરિડામાં સેન્ટ્રલ બ્રોવર્ડ રિજિનલ પાર્ક સ્ટેડિયમ ટર્ફ ગ્રાઉન્ડ ખાતે અંતિમ બે મેચો રમાશે.

ભારતે વેસ્ટ ઈન્ડિઝમાં ત્રણ મેચની ODI શ્રેણી માટે 16 સભ્યોની ટીમની જાહેરાત કરી છે જેમાં શિખર ધવન ટીમનું સુકાન સંભાળશે જ્યારે રવિન્દ્ર જાડેજા વાઈસ કેપ્ટન હશે. ભારત ત્રિનિદાદમાં ત્રણ વનડે મેચ રમશે, જે 22 જુલાઈથી શરૂ થશે.

ODI સીરિઝ માટે રોહિત શર્મા, વિરાટ કોહલી, બુમરાહ, ઋષભ પંત, શમી અને હાર્દિક પંડ્યા જેવા ભારતીય દિગ્ગજ ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. ટીમ મેનેજમેન્ટે ઓક્ટોબરમાં 2022 T20 વર્લ્ડ કપ માટેની ટીમ તૈયાર કરવા અને બેકહેન્ડ માટે ખેલાડીઓને તૈયાર કરવા અનેક ફેરફારો છેલ્લા એક વર્ષની મેચોમાં કર્યા છે.

આ પણ વાંચોઃ Nupur sharma case update: સુપ્રિમ કોર્ટ દ્વારા કરવામાં આવેલા અવલોકનોની ટીકા કરવા બદલ ભૂતપૂર્વ ન્યાયાધીશો સામે અવમાનનાની કાર્યવાહી નહી ચાલે

Gujarati banner 01