Google will invest in Airtel

Google will invest in Airtel: રિલાયન્સ જિયો બાદ હવે આ ગૂગલનો ભારતીય ટેલિકોમ સેક્ટરમાં બીજો સોદો, કરશે એરટેલમાં રોકાણ

Google will invest in Airtel: ગૂગલ ભારતી એરટેલના 7.11 કરોડ શેર ખરીદશે

બિઝનેસ ડેસ્ક, 14 જુલાઇઃ Google will invest in Airtel: ભારતની દિગ્ગજ ટેલિકોમ કંપની ભારતી એરટેલમાં વૈશ્વિક જાયન્ટ ટેક્નોલોજી કંપની ગૂગલે હિસ્સો ખરીદ્યો છે. ભારતમાં ગત વર્ષ 10 અબજ ડોલરના રોકાણની જાહેરાત કર્યા બાદ રિલાયન્સ જિયો બાદ હવે આ ગૂગલનો ભારતીય ટેલિકોમ સેક્ટરમાં બીજો સોદો છે.

જાન્યુઆરીમાં 1 અબજ ડોલરના રોકાણની જાહેરાત સંદર્ભે આજે રેગ્યુલેટરી ફાઈલિંગમાં જણાવ્યા અનુસાર ભારતી એરટેલના 7.11 કરોડ શેર ગૂગલ ખરીદશે. પ્રેફરન્શિયલ ધોરણે કંપની આ શેર ખરીદશે.

આ પણ વાંચોઃ Nupur sharma case update: સુપ્રિમ કોર્ટ દ્વારા કરવામાં આવેલા અવલોકનોની ટીકા કરવા બદલ ભૂતપૂર્વ ન્યાયાધીશો સામે અવમાનનાની કાર્યવાહી નહી ચાલે

14 જુલાઇના રોજ સબમિટ કરાયેલ નિયમનકારી ફાઇલિંગ મુજબ, ભારતી એરટેલે શેર દીઠ રૂ. 734ના ઇશ્યૂ ભાવે Googleને 7.11 કરોડ શેરની પ્રેફરન્શિયલ ફાળવણીને મંજૂરી આપી છે.આ સાથે Google પાસે કંપનીની કુલ ઈક્વિટી શેરનો 1.2 ટકા હિસ્સો ધરાવશે.

સુનીલ મિત્તલ સમૂહની કંપનીએ બીએસઈ ખાતેની ફાઈલિંગમાં જણાવ્યું કે, “કંપનીની ‘સ્પેશિયલ કમિટી ઓફ ડિરેક્ટર્સ ફોર પ્રેફરન્શિયલ એલોટમેન્ટ’ એ આજે યોજાયેલી મીટિંગમાં, 14 જુલાઈ, 2022ના રોજ રૂ. 5/-ના ફેસ વેલ્યુના 71,176,839 ઇક્વિટી શેરની ફાળવણી ગૂગલ ઇન્ટરનેશનલ એલએલસીને કરવા મંજૂરી આપી છે. આ શેર ગૂગલને 734/-ના ભાવે ઈશ્યુ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Navsari rainfall video: સતત ત્રીજા દિવસે ઝડપથી વધતા પાણીના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો, તંત્ર થયુ એલર્ટ- જુઓ નવસારીના વીડિયો

Gujarati banner 01