Metro fire mockdrill

Metro fire mockdrill: ઘી કાટા મેટ્રો સ્ટેશન પર ઈમરજન્સી મોક ડ્રીલનું આયોજન

Metro fire mockdrill: જન્માષ્ટમીના પાવન પર્વે સલામતી અને સુરક્ષાને કેન્દ્રમાં રાખીને અગમચેતીના ભાગરૂપે ઘી કાંટા મેટ્રો સ્ટેશન પર ઈમરજન્સી ડ્રીલનું આયોજન કરવામા આવ્યું હતું

અમદાવાદ, 20 ઓગષ્ટઃ Metro fire mockdrill: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ, ગુજરાત પોલીસ ઇ.એમ.આર.આઈ 108 તેમજ L&T અને સ્ટર્લીંગના સંકલન હેઠળ આ ડ્રીલનુ આયોજન કરવામાં આવ્યું હતું

મેટ્રોના એક કોચને મેટ્રો સ્ટેશનથી ૨૦૦ મીટર દૂર મિકેનિકલ માલફંકશનિંગના કારણે આગ અકસ્માતની સંભવિત ઘટના સર્જાતા મેટ્રો સ્ટેશનના સ્ટાફ દ્વારા ઈમરજન્સી રિસ્પોન્સ કરીને બચાવ કામગીરીની ડ્રીલ કરવામાં આવી હતી .

આ પણ વાંચોઃ Ratri before Navratri: 3 વર્ષથી કોરોના બાદ સામાજિક, ઓકલેન્ડમાં શરૂ થયો છે નવરાત્રિ ફિવર
અન્યજનો દ્વારા સાથે મળીને સમગ્ર ઘટનાને ઓછા સમયમાં સુરક્ષિત રીતે કેવી રીતે રિસ્પોન્સ કરવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી .જેથી કરીને આવનારા સમયમાં કોઈપણ પ્રકારની આકસ્મિક પરિસ્થિતિઓને નિવારી શકાય

સમગ્ર ઘટનાક્રમ ૧૧ થી શરૂ કરીને આશરે ૧૨ કલાકે સંપૂર્ણપણે સમાપ્ત કરવામાં આવ્યો હતો. જે પૈકી ૫૩ પેસેન્જર તેમજ એક ટ્રેન ઓપરેટરને સુરક્ષિત રીતે વોક વે પરથી સ્ટ્રેચરના માધ્યમ થી એક વ્યક્તિ ની બચાવ કામગીરી કરવામાં આવી.

મેટ્રો સ્ટેશનના સ્મોક વેન્ટિલેટર સિસ્ટમના માધ્યમથી મેટ્રો ટનલ માં ફસાયેલ ધુમાડાને બહાર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ 2 days celebrated krishna janmotsav: જાણો શા માટે બાળ ગોપાલનો જન્મોત્સવ 2 દિવસ સુધી ઊજવાય છે?

Gujarati banner 01