Ockland navratri

Ratri before Navratri: રાત્રિ બિફોર નવરાત્રિ, એ..હાલો…!

Ratri before Navratri: ઓકલેન્ડના મહાત્મા ગાંધી સેન્ટરમાં શનિવાર 20મી ઓગસ્ટ અને રવિવારે, 21મી ઓગસ્ટે રાત્રિ બિફોર નવરાત્રિનું આયોજન

અહેવાલ: રંજન રાજેશ, આસિસ્ટન્ટ એડિટર
ઓકલેન્ડ, 20 ઓગસ્ટ:
Ratri before Navratri: ઓકલેન્ડમાં શરૂ થયો છે નવરાત્રિ ફિવર. જી હા, ઓકલેન્ડના અલગ અલગ સ્થળો પર થનારી આ વખતની નવરાત્રિ એટલા માટે થોડી વધુ ખાસ છે કેમ કે છેલ્લા 3 વર્ષથી કોરોનાને લીધે અહીં ઉજવણી ના થઇ શકી. ત્યારે લાંબા સમયના ગાળા બાદ અલગ અલગ સામાજિક, સાંસ્કૃતિક અને ચેરિટી સંસ્થાઓ અને તેમનના આયોજકો ઓકલેન્ડના લોકોને સાહિત્ય સંગીતની સાથે સાથે ગરબાની રંગત પૂરી પાડવા છે તૈયાર. આવી જ એક ચેરિટી સંસ્થા એટલે ‘’આત્મીય યુથ ગ્રુપ’’ જે ખાસ તો નવી પ્રતિભા, કલાકારોને લોકો સમક્ષ લાવવા માટે 2013થી અલગ અલગ કાર્યક્રમો યોજીને તેમનું યોગદાન આપી રહ્યા છે. અને ફરીથી એક લાંબા બ્રેક બાદ આ વખતે ‘’રાત્રિ બિફોર નવરાત્રિ’’ની ઇવન્ટ લઇને આવ્યું છે આ ગ્રુપ.

ઓકલેન્ડના મહાત્મા ગાંધી સેન્ટરમાં શનિવાર 20મી ઓગસ્ટ અને રવિવારે, 21મી ઓગસ્ટે રાત્રિ બિફોર નવરાત્રિનું આયોજન થયું છે. વિભા અને પ્રશાંતની જોડી તેમના સૂર રેલાવી ખેલૈયાઓને મનોરંજન પૂરુ પાડશે. આ કાર્યક્રમમાં ત્રણ સિંગર્સ, 6 મ્યુઝિક આર્ટિસ્ટ અને 10 ઇનામો જાહેર થવાના છે. વેલ, વાત ગુજરાતીઓની હોય અને ખાણી પીણીની વાત ના હોય તો કાર્યક્રમ અધૂરો જ કહેવાય, રાઇટ.? તો તમને જણાવી દઇએ કે, આ તમામ મનોરંજનની સાથે સાથે ગુજરાતી ચટપટી વાનગીઓ, ખાણી પીણીની પણ લિજ્જત ત્યાં હાજર દર્શકો, ખેલૈયાઓને માણવા મળશે. તો જાણીએ આ ગ્રુપ અને ઇવન્ટના મુખ્ય આયોજક મિલન મેહતાનું શું કહેવું છે રાત્રિ બિફોર નવરાત્રિની ઇવેન્ટને લઇને…

‘’છેલ્લા ત્રણ વર્ષથી કોરોનાને કારણે અમે ગરબા પ્રસ્તુત ના કરી શક્યા. પણ હવે અમે ફરી ધૂમ મચાવવા આવી રહ્યા છીએ. મહાત્મા ગાંધી સેન્ટર પર આજે અને આવતી કાલે સાંજે સાત વાગે પ્રવેશ શરૂ થશે. આ કાર્યક્રમમાં ઇનામો, સ્વાદિષ્ટ ઇન્ડો વેસ્ટર્ન અને ગુજરાતી વાનગીઓને માણવાની તક ચૂકશો નહીં. સાઉન્ડ એન્ડ મ્યુઝિકની પ્રોફેશનલ ટીમ પણ તમને આવકારવા છે તૈયાર. આ ફેમિલી ઇવેન્ટ ચેરિટી ઇવન્ટ પણ છે. તો તેમા પણ સહભાગી થાઓ. તો મળીએ જલ્દી.’’

Ratri before Navratri, Kaushal parmar

કૌશલ પરમાર , આયોજક

આમ તો નવરાત્રિ આવે એટલે ગુજરાતીઓને ગુજરાત યાદ આવે જ. જોકે, આ ખોટ પૂરી પાડવા ઓકલેન્ડમાં આવી સંસ્થાઓ વર્ષોથી અથાગ પ્રયાસ કરી રહી છે. તો આ વખતે પણ આવી સૂરમય સાંજ અને નવલી રાતને માણવાનું ચૂકતા નહીં…. હો કે….!!

આ પણ વાંચો..Gujarati drama in Auckland: તીન ‘’બંદર’’ થિયેટર કે અંદર..!

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *