2 suffocate to death at mathura 2

2 suffocate to death at mathura: વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં મંગળા આરતી દરમિયાન શ્વાસ રૂંધાવાથી 2 વ્યક્તિના મોત નીપજ્યા

2 suffocate to death at mathura: આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા શ્રદ્ધાળુઓને વૃંદાવનની રામ કૃષ્ણ મિશન, બ્રજ હેલ્થ કેર અને સૌ શૈયા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા

નવી દિલ્હી, 20 ઓગષ્ટઃ2 suffocate to death at mathura: શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર ઠાકુર બિહારી મંદિરમાં યોજાનારી મંગળા આરતી દરમિયાન એક દર્દનાક ઘટના બની. શુક્રવારે રાત્રે 2 વાગ્યે વર્ષમાં એક વખત યોજાતી મંગળા આરતી દરમિયાન બે ભક્તોના શ્વાસ રૂંધાવાથી મોત થયા હતા  જ્યારે અડધો ડઝન જેટલા લોકો ઘાયલ થયા છે. ઘાયલોને વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઠાકુર બાંકે બિહારી મંદિરમાં વર્ષમાં એકવાર યોજાતી મંગળા આરતી દરમિયાન એક મોટી ઘટના બની હતી. મંદિરની ક્ષમતા કરતા અનેકગણી ભક્તોની સંખ્યા હોવાના કારણે બે ભક્તોના શ્વાસ રૂંધાવાથી મોત થયા હતા. જેમાં નોઈડા સેક્ટર 99માં રહેતી મહિલા નિર્મલા દેવી અને વૃંદાવનની રુક્મિણી વિહાર કોલોનીમાં રહેતા 65 વર્ષીય રામ પ્રસાદ વિશ્વકર્માનું મોત થયું હતું. રામ પ્રસાદ મૂળ જબલપુરના હતા.

આ પણ વાંચોઃ Metro fire mockdrill: ઘી કાટા મેટ્રો સ્ટેશન પર ઈમરજન્સી મોક ડ્રીલનું આયોજન

મંદિરમાં અકસ્માત થયો તે સમયે ડીએમ, એસએસપી, મ્યુનિસિપલ કમિશનર સહિત ભારે પોલીસ દળ હાજર હતો. દુર્ઘટના બાદ તરત જ પોલીસ અને ખાનગી સુરક્ષાકર્મીઓએ બેહોશ થયેલા ભક્તોને મંદિરમાંથી બહાર કાઢવાનું શરૂ કર્યું હતું. આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા શ્રદ્ધાળુઓને વૃંદાવનની રામ કૃષ્ણ મિશન, બ્રજ હેલ્થ કેર અને સૌ શૈયા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.

4 નંબરના ગેટ પર એક ભક્ત બેભાન થવાને કારણે આ ઘટના બની હતી.મંદિરના 2 એક્ઝિટ ગેટ છે. 4 નંબરો અને 1 નંબર. 4 નંબરના ગેટ પર એક ભક્ત ગૂંગળામણને કારણે બેહોશ થઈ ગયો હતો. પોલીસ કર્મચારીઓ તેને બહાર કાઢે ત્યાં સુધીમાં મંદિરની બહાર જતા ભક્તોની ભીડ વધુ એકઠી થઈ ગઈ હતી. જેના કારણે અન્ય ભક્તોનો શ્વાસ રૂંધાઈ ગયો હતો અને આ ઘટના બની હતી.

આ પણ વાંચોઃ Ratri before Navratri: 3 વર્ષથી કોરોના બાદ સામાજિક, ઓકલેન્ડમાં શરૂ થયો છે નવરાત્રિ ફિવર

Gujarati banner 01