pfi

Non-BJP-ruled states issued a notification: PFI પર પ્રતિબંધ બાદ, બે બિન-ભાજપ શાસિત રાજ્યોએ જાહેરનામું બહાર પાડ્યું- વાંચો વિગત

Non-BJP-ruled states issued a notification: તમિલનાડુ અને કેરળ સરકારે PFI અને તેની સંબંધિત સંસ્થાઓને ગેરકાયદેસર જાહેર કરતું નોટિફિકેશન બહાર પાડ્યું

નવી દિલ્હી, 30 સપ્ટેમ્બરઃ Non-BJP-ruled states issued a notification: કેન્દ્ર સરકાર દ્વારા PFI પર પ્રતિબંધ મૂક્યા પછી, બે બિન-ભાજપ રાજ્યોએપણ આ સંગઠનને ગેરકાનૂની સંગઠન તરીકે જાહેર કરતી સૂચના બહાર પાડી. તમિલનાડુ અને કેરળ સરકારે PFI અને તેની સંબંધિત સંસ્થાઓને ગેરકાયદેસર જાહેર કરતું નોટિફિકેશન બહાર પાડ્યું છે.

PFI પર પ્રતિબંધ લગાવવા માટે ગૃહ મંત્રાલયદ્વારા જારી કરાયેલા નોટિફિકેશનમાં આ સંગઠનની આતંકવાદી, હિંસક અને ધાર્મિક કટ્ટરતા ફેલાવતી પ્રવૃત્તિઓ અને ગેરકાયદેસર માધ્યમોથી એકત્ર કરાયેલા નાણાં વિશે માહિતી આપવામાં આવી છે. આનાથી સ્પષ્ટ થાય છે કે PFI એ લગભગ દરેક દેશ વિરોધી કામ કર્યું છે જે ભારતને નબળું પાડી શકે છે. આ પ્રવૃતિઓ પરથી સમજી શકાય છે કે PFI માત્ર સમાજને જ નુકસાન નથી પહોંચાડી રહ્યું પરંતુ તે ઝડપથી વિકાસ કરીને પોતાને મજબૂત પણ કરી રહ્યું છે.

આ પણ વાંચોઃ Unmarried women Right To Abortion: મહિલાઓના અધિકારો પર SCનો ઐતિહાસિક ચુકાદો- હવે દરેક મહિલાઓને ગર્ભપાતનો હક- વાંચો વિગત

પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ની રચના 17 ફેબ્રુઆરી 2007ના રોજ થઈ હતી. દક્ષિણ ભારતના ત્રણ મુસ્લિમ સંગઠનોને મર્જ કરીને આ સંગઠનની રચના કરવામાં આવી હતી. જેમાં નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ કેરળ, કર્ણાટક ફોરમ ફોર ડિગ્નિટી અને તમિલનાડુની મનીતા નીતિ પાસરાઈનો સમાવેશ થાય છે. 

પીએફઆઈનો દાવો છે કે હાલમાં આ સંગઠન દેશના 23 રાજ્યોમાં સક્રિય છે. દેશમાં સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ પર પ્રતિબંધ લગાવ્યા બાદ PFIએ ઝડપથી વિસ્તરણ કર્યું છે. કર્ણાટક, કેરળ જેવા દક્ષિણ ભારતના રાજ્યોમાં આ સંગઠનની ઘણી પકડ હોવાનું કહેવાય છે. તેની ઘણી શાખાઓ પણ છે. તેની રચના થઈ ત્યારથી, PFI પર અસામાજિક અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓના આરોપો છે.

આ પણ વાંચોઃ Train new time table: વડોદરા ડિવિઝનમાં ટ્રેનોથી મુસાફરી કરનારા માટે મોટા સમાચાર, આ તારીખ લાગુ થશે નવું ટાઈમ ટેબલ

Gujarati banner 01