Supreme court

Unmarried women Right To Abortion: મહિલાઓના અધિકારો પર SCનો ઐતિહાસિક ચુકાદો- હવે દરેક મહિલાઓને ગર્ભપાતનો હક- વાંચો વિગત

Unmarried women Right To Abortion: સુપ્રીમ કોર્ટે કહ્યું કે ગર્ભના 24 સપ્તાહ સુધી મહિલા વિવાહિત હોય કે સિંગલ તેને મેડિકલ રીતે ગર્ભપાત કરવાનો કાયદાકીય રીતે સંપૂર્ણ અધિકાર છે

નવી દિલ્હી, 30 સપ્ટેમ્બરઃ Unmarried women Right To Abortion: દેશની વડી અદાલતે ગઇ કાલે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે, જેમાં દેશભરની મહિલાઓને ગર્ભપાતનો અધિકાર આપી દેવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ગર્ભના 24 સપ્તાહ સુધી મહિલા વિવાહિત હોય કે સિંગલ તેને મેડિકલ રીતે ગર્ભપાત કરવાનો કાયદાકીય રીતે સંપૂર્ણ અધિકાર છે. 

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ભારત(India)માં અવિવાહિત મહિલાઓને MTP એકટ એટલે કે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ હેઠળ ગર્ભપાત કરાવવાનો અધિકાર છે. ગર્ભપાતના કાયદામાં વિવાહિત કે અવિવાહિત મહિલાઓ વચ્ચે કોઈ જ ભેદ રાખવામાં આવ્યો નથી. આ ઉપરાંત કોર્ટે કહ્યું કે ગર્ભપાતના કારણોમાં મેરિટલ રેપ પણ સામેલ છે. 

આ પણ વાંચોઃ Train new time table: વડોદરા ડિવિઝનમાં ટ્રેનોથી મુસાફરી કરનારા માટે મોટા સમાચાર, આ તારીખ લાગુ થશે નવું ટાઈમ ટેબલ

આ ચુકાદાનો સીધો અર્થ છે કે હવે અવિવાહિત મહિલાઓ ગર્ભ રહી ગયા બાદ 24 અઠવાડિયા સુધીમાં નિર્ણય લઈને ગર્ભપાત કરાવી શકશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા આ અધિકાર વિવાહિત મહિલાઓને જ હતો. 

કોર્ટે પોતાના ચુકાદામાં એમ પણ કહ્યું હતું કે બંધારણના અનુચ્છેદ 21 હેઠળ પ્રજનનની સ્વાયત્તતા ગરિમા અને ગોપનિયતાના અધિકાર હેઠળ, એક અવિવાહિત મહિલાને પણ વિવાહિત મહિલાની માફક જ હક છે કે તે બાળકને જન્મ આપે કે નહીં 

આ પણ વાંચોઃ Completion and launch of developments in Saurashtra: આજે વડાપ્રધાનના હસ્તે ભાવનગરમાં રુ.૬૫૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત

Gujarati banner 01