fixed deposit

Bank fix deposit interest rate: કમાણીની સ્પેશિયલ તક; આ બેંક ફિક્સ્ડ ડિપોઝિટ પર આપી રહી છે આટલા ટકા વ્યાજ

Bank fix deposit interest rate: રિઝર્વ બેંકના રેપો રેટમાં વધારો (Repo rate hike) કર્યા બાદ બેંકોએ છેલ્લા કેટલાક દિવસોમાં FDના વ્યાજદરમાં(interest rates) જોરદાર વધારો કર્યો છે. ઘણી બેંકો વધેલા દરે બમ્પર રિટર્ન આપી રહી છે

બિઝનેસ ડેસ્ક, 03 નવેમ્બર: Bank fix deposit interest rate: રિઝર્વ બેંકના રેપો રેટમાં વધારો કર્યા બાદ બેંકોએ છેલ્લા કેટલાક દિવસોમાં FDના વ્યાજદરમાં જોરદાર વધારો કર્યો છે. ઘણી બેંકો વધેલા દરે બમ્પર રિટર્ન આપી રહી છે. આવી સ્થિતિમાં યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંક લિમિટેડે પણ એક નવી ઓફર લોન્ચ કરી છે. આ ઓફર હેઠળ બેંકે ખાસ ફિક્સ ડિપોઝિટ વ્યાજ દર શરૂ કર્યો છે. ઓફરમાં FD પર વાર્ષિક 8.3 ટકાના દરે રિટર્ન મળશે. આ વ્યાજ દર સિનિયર સિટિઝન્સ માટે છે. તે જ સમયે સામાન્ય ડિપોઝિટર્સ અથવા રિટેલ કસ્ટમર્સ માટે આ દર 7.8 ટકા રાખવામાં આવ્યો છે.

જો તમે આ આકર્ષક વ્યાજ દરનો લાભ લેવા માંગો છો, તો તમે ‘Shagun 366’ ઓફર હેઠળ 30 નવેમ્બર સુધી બેંકમાં FD ખોલી શકો છો. આ બેંકની લિમિટેડ પીરિયડ ઓફર છે જે 1 થી 30 નવેમ્બર સુધી અવેલેબલ રહેશે.

Bank fix deposit interest rate: 1 વર્ષ 1 દિવસની આ વિશેષ FD સ્કીમમાં સામાન્ય નાગરિકોને 7.80 ટકા અને સિનિયર સિટીઝનને 8.30 ટકાના દરે વ્યાજ મળશે. યુનિટી બેંકે પણ તેના કૉલેબલ અને નોન-કોલેબલ બલ્ક ડિપોઝિટ (રૂ. 2 કરોડથી વધુની થાપણ) પરના વ્યાજ દરમાં વધારો કર્યો છે. કોલેબલ્સ બલ્ક ડિપોઝિટ પર વાર્ષિક 7.75 ટકા સુધી વ્યાજ ઓફર કરે છે. જ્યારે નોન-કોલેબલ બલ્ક ડિપોઝિટમાં વાર્ષિક 7.85 ટકા સુધી વ્યાજ મળે છે.

યુનિટી બેંકમાં તમે અનેક ટેન્યોરમાં FD લઈ શકો છો. બેંકો 7-14 દિવસથી લઈ 5-10 વર્ષ સુધીની FD કરાવી શકો છે. તેનો વ્યાજ દર 4 ટકાથી શરૂ થાય છે અને 8.30 ટકા સુધી જાય છે. 8.30 ટકા તેનો નવો વ્યાજ દર છે.

જાણો બેંકના નવા FD Rates(Bank fix deposit interest rate)

7-14 દિવસ – 4.50%

15-45 દિવસ – 4.75%

46-60 દિવસ – 5.25%

61-90 દિવસ – 5.50%

91-180 દિવસ – 5.75%

181 – 364 દિવસ – 6.75%

365 દિવસ (1 વર્ષ) – 7.35%

1 વર્ષ 1 દિવસ – 7.80%

1 વર્ષ 1 દિવસ – 500 દિવસ – 7.35%

501 દિવસ – 7.35%

502 દિવસથી 18 મહિના – 7.35%

18 મહિનાથી 2 વર્ષ – 7.40%

2 વર્ષથી 3 વર્ષ – 7.65%

3 વર્ષથી 5 વર્ષ – 7.65%

5 વર્ષથી 10 વર્ષ – 7.00%

આ પણ વાંચોGujarat election date 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ આજે બપોરે 12 વાગે થશે જાહેર

Gujarati banner 01