Ambaji darshan bhid

Ambaji Annakut darshan: યાત્રાધામ અંબાજી ખાતે અન્નકુટ દર્શન ને લઈ વહેલી સવાર થી જ યાત્રીકો નો ભારે ઘસારો જોવા મળ્યો હતો

Ambaji Annakut darshan: અંબાના દરબાર માં 121 કરતા વધુ વ્યંજનો ના ભોગનો અન્નકુટ પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 03 નવેમ્બર:
Ambaji Annakut darshan: નવા વર્ષ નો શુભારંભ થયો ત્યારે સુર્યગ્રહણ ના કારણે બેસતા વર્ષે માતાજી ને અનનકુટ ધરાવી શકાયુ ન હતુપણ તેના બદલે નવા વર્ષ નુ અન્નકુટ આજે કારતક સુદ નવમના દિવસે ઘરાવી એક પરંપરા ને જાળવી રાખવામાં આવી છે, યાત્રાધામ અંબાજી ખાતે અન્નકુટ દર્શન ને લઈ વહેલી સવાર થી જ અંબાજી મંદિર માં યાત્રીકો નો ભારે ઘસારો જોવા મળ્યો હતો ને મોટી સંખ્ય માં શ્રદ્ધાળુંઓ શક્તિપીઠ અંબાજીમંદિર માં અન્નકુટના દર્શન કરવા પહોચ્યા હતા.

અંબાના દરબાર માં 121 કરતા વધુ વ્યંજનો ના ભોગનો અન્નકુટ પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. અને આજે અન્નકુટના કારણે બપોરે વિશેષ આરતી પણ કરવામાં આવી હતી. ને જેનો મોટી સંખ્યા માં ભક્તો એ માતાજી ને ધરાવેલાં અન્નકુટ નાં દર્શન કરી આરતી નો લાભ લીધો હતો. જ્યારે પુજારી દ્વારા વૈદિક મંત્રો થી આરતી પુજા કરવામાં આવી હતી. આ આરતી માં દર્શનાર્થીઓ નો ભારે ઘસારો જોવા મળ્યો હતો

Ambaji Annakut darshan

મંદિરના ભટ્ટજી મહારાજ દેવાંગભાઈ ઠાકર ના જણાવ્યા અનુસાર નવા વર્ષ પહેલા વરસાદ સારો થતો હોવાથી અને દિવાળી ના તહેવારો માં લોકો જેમ અરસ પરસ મીઠુ મો કરાવવા માં આવતુ હોય છે તેમ માતાજી નેપણ વિવિધ વ્યજંનો ધરી મીઠુ મો કરાવવા માં આવે છે અને માતાજી ને ધરાવવામાં આવતો રાજભોગ પણ સોનાનાં પાત્રમાં જ ધરાવવામાં આવ્યો હતો

આજ નાં દિવસે માં અંબા ને સોના નાં થાળ માં જમાડવામાં આવે છે. એટલું જ નહીં મોરબી માં બનેલી ઘટના માં મૃતકો ની આત્મા ને શાંતિ મળે અને આવી ઘટના ફરી ન બને તેવી માતાજી ને પ્રાર્થનાં કરવામાં આવી હતી.

આ પણ વાંચોGujarat election date 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ આજે બપોરે 12 વાગે થશે જાહેર

Gujarati banner 01