Blast of auto rickshaw in mangalore: ઓટો રિક્ષામાં અચાનક થયો વિસ્ફોટ, ડ્રાઈવર-મુસાફર ઘાયલ; જુઓ વિડિયો….
Blast of auto rickshaw in mangalore: પોલીસે ઘટના સ્થળે પહોંચી લોકોને શાંતિ જાળવવા અપીલ કરી
નવી દિલ્હી, ૨૦ નવેમ્બર: Blast of auto rickshaw in mangalore: કર્ણાટકના મેંગલુરુથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાસ્તવમાં અહીં એક ઓટો રિક્ષામાં મોટો વિસ્ફોટ થયો છે. આ ઘટનામાં બે લોકો ઘાયલ પણ થયા છે. વિસ્ફોટ શા માટે, કેવી રીતે અને કયા કારણોસર થયો, પોલીસ તેની તપાસમાં લાગેલી છે. ઘટના બાદ આસપાસના વિસ્તારોમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, તેઓ ઘટનાની તપાસ કરી રહ્યા છે કે વિસ્ફોટ કયા કારણોસર થયો. કહેવામાં આવી રહ્યું છે કે એક ઈમારતની પાસે નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. અચાનક ઓટો રિક્ષા ત્યાં રોકાઈ અને ધડાકો થયો. કહેવામાં આવી રહ્યું છે કે કુકરમાં બોમ્બ રાખવાના કારણે આ બ્લાસ્ટ થયો છે. હાલ પોલીસ આ અંગે સંપૂર્ણ માહિતી મેળવી રહી છે.
આ પણ વાંચો: Aam aadmi party appointed observers: આમ આદમી પાર્ટીએ તમામ 182 વિધાનસભા માટે નિરીક્ષકોની નિમણૂક કરી