AAP

Aam aadmi party appointed observers: આમ આદમી પાર્ટીએ તમામ 182 વિધાનસભા માટે નિરીક્ષકોની નિમણૂક કરી

  • ગુજરાતની ચૂંટણીમાં આ તમામ નિરીક્ષકો પરિવર્તનના સૈનિકો બનીને આમ આદમી પાર્ટીને વિજય અપાવશે: આપ
  • 182 નિરીક્ષકો ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે અને ‘આપ’ની સરકાર બનાવવા નિરંતર મહેનત કરશે: આપ

Aam aadmi party appointed observers: આમ આદમી પાર્ટીએ જીતના માર્જિનને વધારવા માટે ખૂબ જ સક્ષમ 182 વિધાનસભા નિરીક્ષકોની નિમણૂક કરી છે: આપ

અમદાવાદ, 19 નવેમ્બર: Aam aadmi party appointed observers: આમ આદમી પાર્ટી આજે ગુજરાતમાં સૌથી મોટા વિકલ્પના રૂપમાં ઉભરી રહી છે. થોડા સમય આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ IBના રિપોર્ટ વિશે વાત કરતા જણાવ્યું હતું કે “ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે પરંતુ તેમાં માર્જિન થોડું પાતળું છે.” આમ આદમી પાર્ટીએ આ માર્જિનને વધારવા માટે ખૂબ જ સક્ષમ 182 વિધાનસભા નિરીક્ષકોની નિમણૂક કરી છે.

આમ આદમી પાર્ટી અગાઉ પણ દિલ્હી અને પંજાબની ચૂંટણીઓમાં આ જ રીતે દરેક વિધાનસભામાં મજબૂત નિરીક્ષકોની નિમણૂક કરી ચૂકી છે અને દરેક નિરીક્ષકોએ દિલ્હી અને પંજાબમાં વિજય અપાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો. ગુજરાતની ચૂંટણીમાં પણ આ તમામ નિરીક્ષકો પરિવર્તનના સૈનિકો બનીને આમ આદમી પાર્ટીને વિજય અપાવશે.

ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જે 182 નિરીક્ષક નિમણૂક કરવામાં આવ્યા છે, તેઓ ગુજરાતનું ભવિષ્ય બદલવા અને ગુજરાતમાં સારા દિવસો લાવવા માટે આમ આદમી પાર્ટીની સરકાર બનાવવા નિરંતર મહેનત કરશે. દરેક નિરીક્ષકની જવાબદારી રહેશે કે તેઓ દરેક વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત નિશ્ચિત કરી દે. દરેક નિરીક્ષક તે ધ્યાન રાખશે કે આમ આદમી પાર્ટી દ્વારા જેટલી પણ યોજનાઓ અને ગેરંટી જાહેર કરવામાં આવી છે તે સામાન્ય જનતા સુધી સાચા અર્થે પહોંચે.

લોકોને તે જાણ થાય કે અરવિંદ કેજરીવાલ દ્વારા આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ ગુજરાતમાં 300 યુનિટ વીજળી મફત, નિશુલ્ક પણે વિસ્વસ્તરની શિક્ષણ અને આરોગ્ય વ્યવસ્થા, મહિલાઓને ₹1000 રૂપિયાની સન્માન રાશિ, 10 લાખ સરકારી નોકરીઓ, દરેક બેરોજગારને રોજગાર આપવાનો વાયદો અને જ્યાં સુધી રોજગાર ન મળે ત્યાં સુધી ₹3,000 બેરોજગારી ભથ્થુ આપવાનું, એવી ઘણી બધી જનતાને લાભ આપવા વાળી સુવિધાઓ લાગુ કરવામાં આવશે.

દરેક નિરીક્ષક ચૂંટણી સુધી તે ધ્યાન રાખશે કે દરેક ઉમેદવાર જનતાના દિલમાં વસી જાય અને જનતાને પણ આમ આદમી પાર્ટી માટે મત આપતા કોઈ સંકોચ ન રહે. આમ આદમી પાર્ટીને પૂર્ણ વિશ્વાસ છે કે 182 નિરીક્ષકોને આપવામાં આવેલી જવાબદારી તેઓ ખૂબ જ નિષ્ઠાથી નિભાવશે.

182 નિરીક્ષક જાહેર કરવાનું પગલું આમ આદમી પાર્ટી માટે સારું સાબિત થશે અને જ્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની જશે અને જનતાના સપના પુરા થવા લાગશે ત્યારે આ પગલું ગુજરાતની જનતા માટે પણ યોગ્ય સાબિત થશે. અને ગુજરાતમાં ઐતિહાસિક પરિવર્તન આવશે.

આ પણ વાંચો: Gujarat police on action Mod: ચૂંટણીના કારણે એક્શન મોડ પર પોલીસ, 15 જ દિવસમાં આટલા આરોપીઓની કરી અટકાયત

Gujarati banner 01