Ravindra jadeja

Ravindra jadeja news: જાડેજાની ખતરનાક બોલિંગ બાદ ભડક્યું ઓસ્ટ્રેલિયન મીડિયા, લગાવ્યો આ ગંભીર આરોપ

Ravindra jadeja news: રવિન્દ્ર જાડેજાએ શાનદાર બોલિંગ કરી ઓસ્ટ્રેલિયાની 5 વિકેટ લીધી હતી

ખેલ ડેસ્ક, 10 ફેબ્રુઆરી: Ravindra jadeja news: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ નાગપુરમાં રમાઈ રહી છે. પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં ભારતે એક વિકેટના નુકસાન સાથે 77 રન બનાવી લીધા હતા. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ દાવમાં 177 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આ દરમિયાન રવિન્દ્ર જાડેજાએ શાનદાર બોલિંગ કરી હતી. તેણે 5 વિકેટ લીધી હતી. જાડેજાના ખતરનાક પ્રદર્શન બાદ ઓસ્ટ્રેલિયાના મીડિયાએ ગંભીર આરોપ લગાવ્યા છે.

ઓસ્ટ્રેલિયન મીડિયાએ તેના પર બોલ ટેમ્પરીંગનો  આરોપ લગાવ્યો છે. જાડેજાએ પ્રથમ દાવમાં 22 ઓવરમાં 47 રન આપીને 5 વિકેટ લીધી હતી. તેણે 8 મેડન ઓવર પણ લીધી. મોટાભાગના ક્રિકેટરોએ જાડેજાના વખાણ કર્યા હતા. પરંતુ ઓસ્ટ્રેલિયન મીડિયાએ તેના પર બોલ સાથે ટેમ્પરિંગનો આરોપ લગાવ્યો હતો.

ઓસ્ટ્રેલિયાની એક ન્યૂઝ વેબસાઈટ પર જાડેજા અને સિરાજનો ફોટો શેર કરતા લખ્યું કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન એક મામલા પર સવાલ ઉઠ્યા છે.જેને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. વીડિયો ક્લિપમાં જાડેજા સિરાજ પાસે જાય છે અને બોલ ફેંકતા પહેલા તેની આંગળીઓ પર કંઈક લગાવે છે.

ઓસ્ટ્રેલિયન મીડિયાએ જાડેજાના મામલાને ગંભીર ગણાવવાનો પ્રયાસ કર્યો છે. જેના કારણે ભારતીય ક્રિકેટની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જ્યારે આ મામલાની સત્યતા કંઈક બીજી જ છે. સમાચાર મુજબ જાડેજાએ સિરાજ પાસે ગયા બાદ મલમ લીધું હતું. આનાથી આંગળીઓને આરામ મળી શકે છે. જો તેઓ બોલ ટેમ્પરિંગ કરવા માંગતા હોય તો તેઓ આંગળીઓને બદલે તે વસ્તુ બોલ પર લગાવે છે. આ મુદ્દે અલગ-અલગ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.

જણાવી દઈએ કે આઈસીસીના નિયમો અનુસાર કોઈ પણ બોલર કે ખેલાડી મેચ દરમિયાન બોલ પર કોઈ પણ પ્રકારની વસ્તુ ન લગાવી શકે. તેને બોલ ટેમ્પરિંગની શ્રેણીમાં ગણવામાં આવે છે.

આ પણ વાંચો: Today horoscope: આ લોકો પર આજે રહેશે માતા લક્ષ્મીની વિશેષ કૃપા, નોકરીમાં મળી શકે છે પ્રમોશન…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો