Summer

Summer season in india: તૈયાર રહેજો! આ વખતે ઉનાળામાં અતિશય ગરમી પડવાની સંભાવના…

Summer season in india: ગરમીનો પારો અમદાવાદ સહીત વિવિધ શહેરોમાં 35 ડીગ્રી આસપાસ નોંધાઈ રહ્યો

અમદાવાદ, 10 ફેબ્રુઆરી: Summer season in india: અત્યારે ગરમીનો પારો અમદાવાદ સહીત વિવિધ શહેરોમાં 35 ડીગ્રી આસપાસ નોંધાઈ રહ્યો છે. આ તાપમાનમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. જે રીતે આ વખતે ઠંડી જોવા મળી હતી તેવી જ રીતે આ વખતે ગરમી પણ રેકોર્ડ બ્રેક પડે તેવી શક્યતાઓ છે. અતિશય ગરમીનો સામનો લોકોને કરવો પડશે.

શિયાળો ધીમે ધીમે વિદાય લઈ રહ્યો છે ત્યારે આગામી સમયમાં ઉનાળાની સિઝનનો અહેસાસ પણ અત્યારે થઈ રહ્યો છે. કેમ કે, ડબલ ઋતુનો અહેસાસ અત્યારથી જ થઈ રહ્યો છે. ક્લાઈમેટ ચેન્જના લીધે વાતાવરણમાં મોટો બદલાવ સતત જોવા મળી રહ્યો છે ત્યારે ઉનાળામાં અસહ્ય ગરમીનો અહેસાસ લોકોને થશે.

હિમાલય, કાશ્મીર અને ઉત્તરાખંડમાં હિમવર્ષા ક્લાઈમેટ ચેન્જના લીધે થઈ છે ત્યારે ગરમીમાં પણ વાતાવરણમાં જોવા મળતા બદલાવાના કારણે આ અસર જોવા મળશે. રાજ્યના મોટાભાગના શહોરો અને જિલ્લાઓમાં વઘુત્તમ અને મહત્તમ તાપમાનનો અત્યારથી જ વધારો જોવા મળી રહ્યો છે. 

વલસાડમાં 37 ડીગ્રી તાપમાન

ગુજરાતમાં વલસાડમાં સૌથી વધુ 37 ડીગ્રી તાપમાન નોંધાયું છે તો અમદાવાદમાં 35 ડીગ્રી નોંધાઈ છે. આજે વાદળીયું વાતવરણ જોવા મળી શકે છે. ગરમ પવનોની અસરથી અમદાવાદ સહીત 7 શહેરોમાં ગરમીનો પારો  જોવા મળી રહ્યો છે. શનિવાર અને સોમવારે વાદળીયું વાતાવરણ જોવા મળી શકે છે. 

આ પણ વાંચો: Ravindra jadeja news: જાડેજાની ખતરનાક બોલિંગ બાદ ભડક્યું ઓસ્ટ્રેલિયન મીડિયા, લગાવ્યો આ ગંભીર આરોપ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો