Mukesh Ambani Property: અમીરોની લિસ્ટમાં મુકેશ અંબાણીએ લગાવી મોટી છલાંગ, જાણો કેટલી છે સંપત્તિ…
Mukesh Ambani Property: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ફરી એકવાર એશિયાના સૌથી અમીર બની ગયા
બિજનેસ ડેસ્ક, 05 એપ્રિલ: Mukesh Ambani Property: વિશ્વના સૌથી અમીર લોકોની યાદી જાહેર કરનાર કંપની ફોર્બ્સે ધનિકોની નવી યાદી જાહેર કરી છે. ફોર્બ્સની આ યાદીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ફરી એકવાર એશિયાના સૌથી અમીર બની ગયા છે. ‘ફોર્બ્સ’ દ્વારા જાહેર કરાયેલ 2023ના અબજોપતિઓની યાદીમાં આ માહિતી આપવામાં આવી છે.
સૌથી મોટી વાત એ છે કે હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ મુકેશ અંબાણી સાથે સ્પર્ધા કરી રહેલા અને સંપત્તિમાં ભારે ઘટાડાનો સામનો કરી રહેલા ગૌતમ અદાણી ફોર્બ્સની આ યાદીમાં 24માં સ્થાને સરકી ગયા છે.
ગૌતમ અદાણીની સંપત્તિ હવે ઘટીને $47.2 બિલિયન થઈ ગઈ છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વર્ષની શરૂઆતમાં 24 જાન્યુઆરી સુધી ગૌતમ અદાણી વિશ્વના ત્રીજા સૌથી મોટા અબજોપતિ હતા. તે સમયે તેમની કુલ સંપત્તિ 126 અબજ ડોલર હતી. અમેરિકન શોર્ટ-સેલર હિંડનબર્ગ રિસર્ચના અહેવાલને પગલે તેમની સંપત્તિમાં તીવ્ર ઘટાડો થયો હતો. ફોર્બ્સે જણાવ્યું હતું કે ગૌતમ અદાણીની કુલ સંપત્તિ હવે ઘટીને $47.2 બિલિયન થઈ ગઈ છે અને તેઓ મુકેશ અંબાણી પછી બીજા સૌથી ધનિક ભારતીય છે.
મુકેશ અંબાણી પાસે $83.4 બિલિયનની સંપત્તિ
હવે જો 65 વર્ષના મુકેશ અંબાણીની વાત કરીએ તો તેમની કુલ સંપત્તિ લગભગ $83.4 બિલિયન છે અને આ સાથે તેઓ વિશ્વના 9મા સૌથી અમીર વ્યક્તિ છે. ફોર્બ્સે જણાવ્યું હતું કે ગયા વર્ષે મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 100 બિલિયન ડોલરથી વધુની કમાણી કરનાર પ્રથમ ભારતીય કંપની બની હતી. તેમનો બિઝનેસ ઓઈલ અને ટેલિકોમથી લઈને રિટેલ સુધી ફેલાયેલો છે.
શિવ નાડર ત્રીજા સૌથી અમીર ભારતીય
ફોર્બ્સ અનુસાર, વિશ્વના 25 સૌથી ધનિક લોકોની કુલ સંપત્તિ $2,100 બિલિયન છે. 2022માં આ આંકડો $2,300 બિલિયન હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગયા વર્ષે વિશ્વના ટોચના 25 અમીરોમાંથી બે તૃતીયાંશની સંપત્તિમાં ઘટાડો થયો છે. યાદી અનુસાર શિવ નાડર ત્રીજા સૌથી અમીર ભારતીય છે. સાયરસ પૂનાવાલાને દેશના ચોથા સૌથી અમીર વ્યક્તિનું સ્થાન મળ્યું છે. સ્ટીલ બેરોન લક્ષ્મી મિત્તલ 5માં, ઓપી જિંદાલ ગ્રુપના સાવિત્રી જિંદાલ 6માં, સન ફાર્માના દિલીપ સંઘવી 7માં અને DMartના રાધાકૃષ્ણ દામાણી 8મા ક્રમે છે.
આ પણ વાંચો: Mawtha forecast in gujarat: રાજ્યમાં આજથી ત્રણ દિવસ માવઠાની આગાહી, આ વિસ્તારોમાં થશે કમોસમી વરસાદ!