Farmer

Mawtha forecast in gujarat: રાજ્યમાં આજથી ત્રણ દિવસ માવઠાની આગાહી, આ વિસ્તારોમાં થશે કમોસમી વરસાદ!

Mawtha forecast in gujarat: કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં માવઠાના કારણે ફરી એકવાર ખેડૂતોના પાકને નુકશાન પહોંચી શકે છે

અમદાવાદ, 05 એપ્રિલ: Mawtha forecast in gujarat: ગુજરાતના ખેડૂતોને ફરી એકવાર વરસાદના સંકટનો સામનો કરવો પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા આજે ફરીથી માવઠાની આગાહી કરવામાં આવી છે. આજથી ત્રણ દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં માવઠાના કારણે ફરી એકવાર ખેડૂતોના પાકને નુકશાન પહોંચી શકે છે. 

હવામાન વિભાગે એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સંભાવના વ્યક્ત કરી છે ત્યારે ખેડૂતોની ચિંતા ફરી એકવાર વધી છે. કેમ કે, હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી એપ્રિલ મહિનામાં પણ પ્રથમ સપ્તાહમાં કરવામાં આવી છે.

5થી 7 એપ્રિલના રોજ કમોસમી વરસાદ પડી શકે છે. માવઠાના કારણે વારંવાર નુકશાન ખેતીના પાકને થઈ રહ્યું છે ત્યારે ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અગાઉ પણ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના કારણે  રાજ્યમાં ઘણી જગ્યાએ વરસાદની સ્થિતિ જોવા મળી હતી ત્યારે ફરી કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે.

આજથી આ વિસ્તારોમાં માવઠું 

ફરી એકવાર હવામાન નિષ્ણાતો દ્વારા 5 એપ્રિલના રોજ બનાસકાંઠા અને સારબકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, દિવ, દાદરા નગર હવેલી સહીતના વિસ્તારોમાં આજે વરસાદની શક્યતા છે. અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણામાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ સિવાય 7 તારીખ સુધીમાં કેટલાક વિસ્તારોમાં 30થી 40 કિમી પવનની ગતિ સાથે ઉત્તર ગુજરાત, કચ્છ, જામનગર અને મોરબી સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 

આ પણ વાંચો: Dasun Shanaka in IPL 2023: શ્રીલંકાના કેપ્ટન દસુન શનાકાને પ્રથમવાર મળ્યો આઇપીએલ કોન્ટ્રાક્ટ, આ ટીમ તરફથી રમતા જોવા મળશે

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો