Ambaji chaitri poonam: ચૈત્રી પૂનમ પર અંબાજીમાં ભક્તો ની ભીડ…..
Ambaji chaitri poonam: શ્રદ્ધાળુઓ માતાજી ની બાધા રાખી મનોકામના પૂર્ણ થાય તો માથે ફૂલો નો ગરબો લઈ અંબાજી પહોંચવાની બાધા રાખે છે
અંબાજી, 05 એપ્રિલ: Ambaji chaitri poonam: એકવાન શક્તિપીઠોમાં શક્તિપીઠ અંબાજીનો અનેરો મહિમા છે. જ્યાં મોટી બે પૂનમના મોટા મેળાવડા યોજાય છે. જેમાં હજારોથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા અંબાજી પહોંચે છે, જ્યાં ચૈત્રી પૂનમ ને લઈ અંબાજીમાં માં અંબે ના દર્શનનું વિશેષ મહત્વ માનવામા આવે છે.
ચોટીલામાં ચામુંડા સ્વરૂપમાં હોય કે પછી બહુચરાજીમાં બહુચર સ્વરૂપે હોય ભાદરવી પૂનમ ના મેળાની જેમ ચૈત્રી પૂનમનું પણ તેટલુંજ વિશેષ મહત્વ માનવામાં આવે છે. જ્યાં ભાદરવીમાં 7 દિવસનો તો આ ચૈત્રી પૂનમે ત્રણ દિવસ પદયાત્રીઓ નો મેળો લાગતો હોય છે જેમાં હજારો ની સંખ્યા માં પદયાત્રીઓ માતાજીના રથ લઇ અંબાજી પહોંચતા હોય છે.
ખાસ કરીને આ ચૈત્રી પૂનમ એ બાધાની પૂનમ માનવામાં આવે છે. શ્રદ્ધાળુઓ પોતાના મનવાંચિત ફળ પ્રાપ્ત કરવા માતાજીની બાધા રાખી મનોકામના પૂર્ણ થાય તો માથે ફૂલોનો ગરબો (ગરબા ની માંડવી) લઈ અંબાજી પહોંચવાની બાધા રાખે છે તેજ રીતે આજે પણ મોટી સંખ્યા માં શ્રદ્ધાળુઓ ની બાધા માનતા પૂર્ણ થતા હાથ માં ધજા ને માથે ફૂલો નો ગરબો લઇ માતાજી ના રથ સાથે અંબાજી પહોંચ્યા હતા ને માતાજી ને ગરબો અર્પણ કરી પોતાની બાધા પૂર્ણ કરી હતી.
વિસનગર ના કાંસા થી છેલ્લા 37 વર્ષ થી 500 જેટલા પદયાત્રીઓ નો એક મોટો સંઘ આજે અંબાજી પહોંચ્યો હતો જોકે ભાદરવીપૂનમના મેળા માં પદયાત્રીઓ માટે અનેક સેવાકેમ્પો લાગે છે ત્યારે આ સંઘ કોઈ પણ જાત ના સેવાકેમ્પો ની લાભ લીધા વગર ધમધોકતા તડકા માં નાના મોટા અબાલ મહિલાઓ સહીત માં અંબે ના મંદિરે પહોંચી દર્શન નો લ્હાવો લે છે.
જોકે આ મા કેટલાક એવા પણ શ્રધ્ધાળુઓ હતા કે કોઈ વીઝા માટે ,કોઈ નોકરી માટે તો વીધ્યાર્થીઓ પરીક્ષા માં સફળતા મળે ચેમાટે બાધા પુર્ણ થતા માટે ગરબી સઈ આજે અંબાજી 100 કીલો માટર ઉપરાંત ની પગપાળા યાત્રા કરી ને બાધા પૂર્ણ કરવા અંબાજી પહોચ્યા હતા.