Ambaji pagapala yatri

Ambaji pagapala yatri: અંબાજી પગપાળા જતા યાત્રીઓ માટે સેવા કેમ્પ શરૂ કરવામાં આવી…

Ambaji pagapala yatri: ચૈત્રી પૂનમ દરમિયાન યાત્રિકોનો ઘસારો ભાદરવીપૂનમ કરતા ઓછો હોવાથી ગણ્યા ગાંઠ્યા સેવાકેમ્પો જોવા મળ્યા

અંબાજી, 05 એપ્રિલ: Ambaji pagapala yatri: યાત્રાધામ અંબાજીમાં આવતી કાલે ચૈત્રી પૂનમ ને લઈ હજારો શ્રદ્ધાળુઓ પગપાળા અંબાજી પહોંચી રહ્યા છે. ત્યારે પદયાત્રીઓની સેવા માટેના કેમ્પપણ શરુ કરવામાં આવ્યા છે. આમતો ભાદરવીપૂનમે ઠેર-ઠેર અનેક પ્રકાર ના સેવાકેમ્પો લાગતા હોય છે પણ આ ચૈત્રી પૂનમ દરમિયાન યાત્રિકોનો ઘસારો ભાદરવીપૂનમ કરતા ઓછો હોવાથી ગણ્યા ગાંઠ્યા સેવાકેમ્પો જોવા મળ્યા હતા.

તેમાં પણ ખાસ કરીને ત્રિશૂલયાઘાટ પૂર્ણ થતા ની સાથે ITI ના સ્ટાફ તેમજ તેમના મિત્રમંડળ ના સંયુક્ત ઉપક્રમે સેવા કેમ્પ શરુ કરવામાં આવ્યો છે જોકે આ સેવાકેમ્પ છેલ્લા 38 વર્ષ થી અવિરત ચલાવવામાં આવે છે.

જેમાં ચા, પાણી, નાસ્તો, કોલ્ડ્રીંક તેમજ જમવાની નિઃશુલ્ક સેવા પુરી પાડવામાં આવે છે ને તેનો પદયાત્રીઓ પણ ભરપૂર લાભ ઉઠાવી રહ્યા છે. જોકે ભાદરવીપૂનમ દરમિયાન આ સેવા કેમ્પ 10 દિવસ નો કરવામાં આવે છે. જયારે ચૈત્રી પૂનમ નિમિતે 5 દિવસ નો નિઃશુલ્ક કેમ્પ કરવામાં આવે છે.

આ પણ વાંચો: Ambaji chaitri poonam: ચૈત્રી પૂનમ પર અંબાજીમાં ભક્તો ની ભીડ…..

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો