Madurai-Somnath passengers welcome: મદુરાઈ થી સોમનાથ જતી સ્પેશિયલ ટ્રેનના લોકોનું રાજકોટ ખાતે ભવ્ય સ્વાગત
Madurai-Somnath passengers welcome: મેયર ડો. પ્રદીપ ડવ, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા સહિત અગ્રણીઓએ પુષ્પગુચ્છ આપી કર્યું ભાવભીનું સ્વાગત
રાજકોટ, 17 એપ્રિલ: Madurai-Somnath passengers welcome: સોમનાથ ખાતે આજથી પ્રારંભ થનાર સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અનુલક્ષીને મદુરાઈ થી સોમનાથ જતી ટ્રેનમાં ૩૦૦ થી વધુ સૌરાષ્ટ્ર તમિલિયન લોકો રાજકોટ રેલવે સ્ટેશન આવી પહોંચતા તેઓનું મેયર ડો. પ્રદીપભાઈ ડવ, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, કલેકટર પ્રભવ જોશી સહિતના મહાનુભાવો એ કાઠીયાવાડી પરંપરા મુજબ તેઓને પુષ્પગુચ્છ આપી, હાર પહેરાવી ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ તકે રંગબેરંગી છત્રીઓ સાથે ઢોલ અને શરણાઈઓના તાલે સૌરાષ્ટ્ર તમિલિયન પ્રવાસી લોકો કોચમાંથી બહાર આવીને જુમ્યા હતા. તેમજ ચાની ચૂસ્કી પણ લગાવી હતી. મદુરાઈ થી ઉપડેલી ખાસ ટ્રેન જ્યારે ગુજરાતમાં પ્રવેશી ત્યારે સુરત, વડોદરા, અમદાવાદ, સુરેન્દ્રનગર તેમજ રાજકોટ ખાતે તેઓનું ભવ્ય સ્વાગત કરાતા પ્રવાસીઓએ ખુશીની લાગણી વ્યક્ત કરી જણાવ્યું હતું કે, અમને ગુજરાતમાં આવી ખૂબ જ આનંદ થયો છે.
અમારું ઠેર ઠેર લાગણી પૂર્વક સ્વાગત કરવામાં આવ્યું છે. તમિલનાડુ થી ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓ પણ ગુજરાતમાં પ્રથમવાર આવતા તેઓ આ પ્રવાસથી ખુશ ખુશાલ જણાતા હતા. તેઓની સાથે આવેલ કન્વીનર એ.આર મહાલક્ષ્મી એ આ તકે પ્રસન્નતા સાથે જણાવ્યું હતું કે અમે અમારા વતન સાથે પુનઃ જોડાવા જઈ રહ્યા છીએ જેની અમને ખૂબ જ ખુશી છે.
જ્યારે તમિલનાડુથી આવેલ શિક્ષક કેશવ તેમજ ધંધાથી સતીશ સહિતના લોકો રાજકોટ રેલવે સ્ટેશન એ તેઓને મળેલ માન સન્માનથી ખુબ ખુશ થયા હતા. તેમજ તેમણે આ તકે સૌરાષ્ટ્ર સાથે ફરી જોડાવાની તક આપવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીનો ખુબ આભાર માન્યો હતો.
રાજકોટ રેલવે સ્ટેશન ખાતે પ્રવાસીઓને આવકારવા પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા, ભાજપ મહામંત્રી કિશોરભાઈ ડોડીયા,પ્રાંત અધિકારી સંદીપ વર્મા, જિલ્લા રમત ગમત અધિકારી વીપી જાડેજા, રેલ્વેના એડીઆરએમ ગોવિંદ પ્રસાદ સૈની, તેમજ એસીએમ વી ચંદ્રશેખર, મહિલા મોરચાના અગ્રણીઓ તેમજ શહેર ભાજપના અગ્રણીઓ રેલ્વે સ્ટેશન ખાતે પ્રવાસી આમંત્રિતોનું ભાવભીનું નું સ્વાગત કર્યું હતું

