Deepika Chikhalia

Deepika Chikhalia: 33 વર્ષ બાદ ટીવી પર વાપસી કરી રહી છે ‘રામાયણ’ની સીતા, આ નવા શોમાં જોવા મળશે

Deepika Chikhalia: દીપિકા ચીખલિયાએ ‘રામાયણ’માં સીતાનું પાત્ર ભજવીને લોકોના દિલમાં એક અલગ જ સ્થાન લીધું છે

મનોરંજન ડેસ્ક, 18 ઓગસ્ટઃ Deepika Chikhalia: દીપિકા ચીખલિયા ટીવીની તે અભિનેત્રી છે, જેને લોકોનો ઘણો પ્રેમ મળ્યો છે. દરેક વ્યક્તિ દીપિકાને તેના પાત્રથી ઓળખે છે. દીપિકા ચીખલિયાએ ‘રામાયણ’માં સીતાનું પાત્ર ભજવીને લોકોના દિલમાં એક અલગ જ સ્થાન લીધું છે.

ચાહકો તેને રામાનંદ સાગરના ટીવી શો ‘રામાયણ’ના સમયથી ઓળખે છે. દીપિકા હવે એક નવા શો સાથે પાછી ફરી છે, જેની વાર્તા અયોધ્યાની પૃષ્ઠભૂમિ પર સેટ છે. આ શોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં દીપિકા ચિખલિયાનો નવો લૂક જોવા મળી રહ્યો છે.

દીપિકા ચીખલીયાની નાના પડદા પર વાપસી

દીપિકા ચીખલિયા લગભગ 33 વર્ષ પછી ફરી એકવાર નાના પડદા પર વાપસી કરી રહી છે. તેના નવા શોનું નામ ‘ધરતીપુત્ર નંદિની’ છે. આ શોના વિડિયોમાં તમને દીપિકાનો દમદાર રોલ જોવા મળશે. દીપિકાએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ શોનો પ્રોમો શેર કર્યો છે. આ શોમાં તમે ‘રામાયણ’ની માતા સીતાને એક નવા રૂપમાં જોવાના છો. આ શો તેના જ પ્રોડક્શન હાઉસનો છે. તેની વાર્તા અયોધ્યાની છે.

દીપિકા ચીખલીયાના શો ની વાર્તા

આ શોમાં દીપિકા ચિખલિયાના પાત્રનું નામ સુમિત્રા છે. પ્રોમોની વાર્તા શગુન શેઠ દ્વારા ભજવવામાં આવેલી નંદિની નામની છોકરીની આસપાસ ફરે છે. આ શોની વાર્તા મહિલાઓ પર કેન્દ્રિત છે. આ શોમાં દીપિકા ચીખલીયા સ્ટ્રોંગ લેડીના રોલમાં જોવા મળશે. જણાવી દઈએ કે સીરિયલ ‘ધરતીપુત્ર નંદિની’ પહેલા અભિનેત્રીએ કેટલીક ફિલ્મો પણ કરી છે.

આ પણ વાંચો… Rice Tikki Recipe: વધેલા ભાત માંથી બનાવો ટેસ્ટી અને ક્રિસ્પી ટિક્કી, ચાનો આનંદ થઈ જશે બમણો…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો