Indias first 3D printed post office

India first 3D Printed Post Office: બેંગલુરુમાં ખોલવામાં આવી દેશની પ્રથમ 3D-પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસ

India first 3D Printed Post Office: દરેક ભારતીયને પોસ્ટ ઓફિસ જોઈને ગર્વ થશેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

બેંગલુરુ, 18 ઓગસ્ટઃ India first 3D Printed Post Office: ભારત દિવસેને દિવસે વિકાસ તરફ આગળ વધી રહ્યું છે. દરમિયાન, દેશની પ્રથમ 3D-પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસ બેંગલુરુમાં તૈયાર છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે પોસ્ટ ઓફિસ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે લાર્સન એન્ડ ટુબ્રો કન્સ્ટ્રક્શન કંપની દ્વારા લગભગ 1000 સ્ક્વેર ફૂટમાં 3ડી કોંક્રીટ પ્રિન્ટીંગ ટેક્નોલોજી સાથે આ ઈમારત બનાવવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, પોસ્ટ ઓફિસની માળખાકીય ડિઝાઇનને IIT મદ્રાસ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. સૌથી મહત્વની વાત એ છે કે આ કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં માત્ર 45 દિવસનો સમય લાગ્યો હતો. જો તે પરંપરાગત પદ્ધતિથી બનાવવામાં આવે તો 6 થી 8 મહિનાનો સમય લાગત.

દરેક ભારતીયને પોસ્ટ ઓફિસ જોઈને ગર્વ થશેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ 3D-પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસની કેટલીક તસવીરો પણ શેર કરી છે. પીએમ મોદીએ કહ્યું કે, બેંગલુરુમાં ભારતની પ્રથમ 3ડી-પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસ જોઈને દરેક ભારતીયને ગર્વ થશે. આ આપણા દેશની નવીનતા અને પ્રગતિની સાક્ષી છે. તે આત્મનિર્ભર ભારતની ભાવનાનું પણ પ્રતીક છે.

આ પણ વાંચો… Deepika Chikhalia: 33 વર્ષ બાદ ટીવી પર વાપસી કરી રહી છે ‘રામાયણ’ની સીતા, આ નવા શોમાં જોવા મળશે

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો