Reshmaben Patel sent Rakhi to BJP MLAs

Reshmaben Patel sent Rakhi to BJP MLAs: આપ પ્રદેશ મહિલા પ્રમુખે ભાજપના 156 ધારાસભ્યોને મોકલી રાખડી, કરી આ માંગણી…

  • ‘આપ’ પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્માબેન પટેલે ભાજપના 156 ધારાસભ્યો સહીત તમામ ધારાસભ્યોને રક્ષાબંધન નિમિત્તે ‘રક્ષાસૂત્ર’ મોકલીને બહેનોની વેદનાનો અવાજ વિધાનસભામાં ઉઠાવવાની માંગ કરી

Reshmaben Patel sent Rakhi to BJP MLAs: ભાજપ સરકાર મધ્યપ્રદેશમાં મહિલાઓને 1000 રૂપિયા આપી રહી છે, તો ગુજરાતમાં પણ ભાજપ સરકાર દ્વારા મહિલાઓને ₹1,000 આપવામાં આવે: રેશ્માબેન પટેલ

અમદાવાદ, 28 ઓગસ્ટઃ Reshmaben Patel sent Rakhi to BJP MLAs: આમ આદમી પાર્ટીના પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્માબેન પટેલે ભાજપના 156 ધારાસભ્યોને તથા આમ આદમી પાર્ટી અને બાકી ધારાસભ્યોને રક્ષાબંધન નિમિત્તે ‘રક્ષાસૂત્ર’ મોકલ્યું હતું અને સાથે એક પત્ર પણ લખ્યો હતો.

આ દરમિયાન રેશ્માબેન પટેલે કહ્યું હતું કે, જે રીતે આપણે જાણીએ છીએ કે મોંઘવારીએ માઝા મૂકી છે અને થોડા સમય પહેલા ટામેટા અને શાકભાજીના ભાવ આસમાને ચડ્યા હતા અને હવે કઠોળના ભાવ પણ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે.

આવા સમયમાં પણ સરકાર ચૂપ બેઠી છે, એ ખૂબ જ દુઃખદાયક વાત છે. આમ આદમી પાર્ટીના મહિલા મોરચા વતી અમારું માનવું છે કે, હવે આ વાત ફક્ત સમાચાર અને રોડ ઉપર જ સીમિત ન રહે અને ગૃહિણીઓની વેદનાનો અવાજ વિધાનસભા ગૃહમાં પણ ગુંજવો જોઈએ.

માટે અમે ભાજપના 156 ધારાસભ્યોને તથા આમ આદમી પાર્ટી અને બાકી ધારાસભ્યોને રક્ષાબંધન નિમિત્તે રક્ષા સૂત્ર મોકલી રહ્યા છીએ અને ગુજરાતની બહેનો માટે ભેટ માંગી રહ્યા છીએ. અમારું આવેદન એ જ છે કે આ બહેરી સરકાર પોતાના કાન ખોલે અને વિધાનસભામાં બહેનોની વેદનાનો અવાજ ઉઠવો જોઈએ.

સાથે સાથે મધ્ય પ્રદેશમાં જે રીતે ભાજપ સરકાર દરેક મહિલાઓને ₹1,000 રૂપિયા આપી રહી છે, તો ગુજરાતમાં પણ ભાજપ સરકાર બહેનોને ₹1,000 આપે એવી અમારી માંગણી છે. અમને આશા છે કે ગુજરાતની બહેનોની વેદનાનો અવાજ વિધાનસભામાં ઉઠાવવામાં આવશે અને બહેરી સરકારના કાન ખોલવામાં આવશે.

આ પણ વાંચો… Neeraj Chopra Won Gold Medal: ‘ગોલ્ડન બોય’નો કમાલ; વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો