Neeraj Chopra

Neeraj Chopra Won Gold Medal: ‘ગોલ્ડન બોય’નો કમાલ; વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો

Neeraj Chopra Won Gold Medal: નીરજ ચોપરા જેવેલિન થ્રોની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો

ખેલ ડેસ્ક, 28 ઓગસ્ટઃ Neeraj Chopra Won Gold Medal: નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ જીતી લીધી છે. હંગેરીના બુડાપેસ્ટમાં નીરજે 88.17 મીટરના થ્રો સાથે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ પર કબજો કરી ઇતિહાસ રચ્યો છે.

આ સાથે નીરજ જેવેલિન થ્રોની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો હતો. બીજી તરફ નીરજના નજીકના હરીફ પાકિસ્તાનના અરશદ નદીમે સિલ્વર મેડલ જીત્યો હતો.

આવું કરનાર નીરજ પ્રથમ ભારતીય એથ્લેટ…

નીરજ એકસાથે ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયનશિપ બંને ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ બન્યો છે. તેણે 2021 ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીત્યો હતો.

ભારત વર્ષ 1900થી ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યું છે, પરંતુ નીરજ પહેલાં, કોઈ પણ ભારતીયે ટ્રેક અને ફિલ્ડ ઈવેન્ટ્સમાં કોઈ પણ મેડલ જીત્યો ન હતો. નીરજ પહેલા, મિલ્ખા સિંહ અને પીટી ઉષાનું અલગ-અલગ ઓલિમ્પિકમાં ચોથું સ્થાને રહેવું ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું.

આ પણ વાંચો… Lakhota Nature Club: પ્લાસટિકનું પ્રદુષણ દૂર કરવા પદયાત્રીઓના એઠવાડ માંથી પ્લાસટિક વીણતાં યુવાનો…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો