fukare 3

Fukrey 3 Box Office: ‘ફુકરે 3’ એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ, કરી બમ્પર કમાણી

Fukrey 3 Box Office: ‘જવાન’ના તોફાન પહેલા, ‘ફુકરે 3’ એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ, કરી બમ્પર કમાણી, જાણો પહેલા દિવસનું કલેક્શન

મનોરંજન ડેસ્ક, 30 સપ્ટેમ્બર: Fukrey 3 Box Office: ફુકરે ફ્રેન્ચાઈઝી ‘ફુકરે 3’નો ત્રીજો ભાગ ગઈકાલે સિનેમાઘરોમાં રિલીઝ થયો હતો. ફિલ્મની પ્રથમ બે પ્રિક્વલ્સ સુપર-ડુપર હિટ રહી હતી અને ચાહકો તેના ત્રીજા ભાગની પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે જ્યારે ‘ફુકરે 3’ સિનેમાઘરોમાં આવી છે, અપેક્ષા મુજબ આ ફિલ્મને વિવેચકો અને પ્રેક્ષકો તરફથી ઉત્તમ પ્રતિસાદ પણ મળ્યો છે. ચાલો જાણીએ કે ‘ફુકરે 3’ એ રિલીઝના પહેલા દિવસે કેટલી કમાણી કરી?

‘ફુકરે 3’ એ રિલીઝના પહેલા દિવસે કેટલું કલેક્શન કર્યું?

પુલકિત સમ્રાટ, વરુણ શર્મા, મનજોત સિંહ, રિચા ચઢ્ઢા અને પંકડ ત્રિપાઠીની ફુકરા ગેંગ ફરી એકવાર બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ‘ફુકરે 3’માં પણ આ સ્ટાર્સ સશક્ત અભિનય સાથે મનોરંજનનો પૂરો ડોઝ આપવામાં સફળ રહી છે. ફિલ્મનો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવા માટે સિનેમાઘરોમાં ભારે ભીડ જોવા મળી હતી. હવે ‘ફુકરે 3’ની રિલીઝના પ્રથમ દિવસના પ્રારંભિક આંકડા પણ આવી ગયા છે, જે મુજબ ફિલ્મે બમ્પર ઓપનિંગ કરી છે.

Nitin Gadkari Statement: હવે કચરાનો ઉપયોગ સરકાર આ કામમાં કરશે, નીતિન ગડકરીએ આપી મોટી માહિતી…

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શ અનુસાર, ‘ફુકરે 3’ એ રિલીઝના પહેલા દિવસે 8.82 કરોડ રૂપિયાની કમાણી કરી છે. અંતિમ આંકડા જાહેર કરતા તરણ આદર્શે લખ્યું છે કે, ‘મહારાષ્ટ્રમાં ગણપતિ વિસર્જનને કારણે આ ફિલ્મની કમાણી પર અસર પડી છે. સાંજ અને રાત્રિના શોએ સારી કમાણી કરી છે. શુક્રવારથી સારી કમાણી થઈ શકે છે.

‘ફુકરે 3’ની કમાણી સપ્તાહના અંતે વધવાની ધારણા 

ફુકરે 3ને બોક્સ ઓફિસ પર ‘ધ વેક્સીન વોર’ સાથે ટક્કર કરવી પડી છે, આ સાથે જ આ ફિલ્મને શાહરૂખ ખાન સ્ટારર બ્લોકબસ્ટર ફિલ્મ ‘જવાન’ સાથે પણ ટક્કરનો સામનો કરવો પડ્યો છે, તેમ છતાં ‘ફુકરે 3’ દર્શકોને આકર્ષવામાં સફળ રહી છે. વીકેન્ડ પર ફિલ્મની કમાણીમાં ઉછાળો આવવાની દરેક અપેક્ષા છે.

શું છે ‘ફુકરે 3’ની વાર્તા?

તમને જણાવી દઈએ કે ‘ફુકરે 3’નું નિર્દેશન મૃગદીપ સિંહ લાંબા દ્વારા કરવામાં આવ્યું છે, તેણે તેની બંને પ્રિક્વલ્સ પણ ડિરેક્ટ કરી હતી. ફિલ્મમાં વરુણ, પુલકિત અને મનજોત જીવનની નવી શરૂઆત કરવા માગે છે. પરંતુ તેમને આમાં સફળતા મળતી નથી. અહીં ભોલી પંજાબની ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. આવી સ્થિતિમાં તે પોતાની જાતને લોકોમાં ઓળખાવવા માટે આ ત્રણ લોકોની મદદ લે છે. શું આ ફુકરે પંજાબનને ચૂંટણી જીતાડી શકશે કે પછી તેઓ પોતે જ કોઈ રમત રમશે, તે તો ફિલ્મ જોયા પછી જ ખબર પડશે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો