bjp 2909

Fifth day of Namotsava: લોકલાડિલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસન મહિમા નમોત્સવનો પાંચમો દિવસ

Fifth day of Namotsava: લોકલાડિલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અખંડ કર્મયજ્ઞને વધાવતા પ્રેરણાપીઠ આયોજિત સુશાસન મહિમા નમોત્સવનો પાંચમો દિવસ

  • Fifth day of Namotsava: સતત પાંચમા દિવસે મન કી બાત કાર્યક્રમનું રિલે રીડિંગ દ્વારા વર્લ્ડ રેકોર્ડ રચવાનું કાર્ય અવિરત આગળ વધી રહ્યું છે.

અમદાવાદ, 29 સપ્ટેમ્બર: Fifth day of Namotsava: ગુજરાતના પનૌતા પુત્ર અને દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અખંડ કર્મયજ્ઞને વધાવવા કલ્કિ અવતાર નિષ્કંલકી નારાયણ તીર્થઘામ પ્રેરણાપીઠ ખાતે યોજાયેલા નમોત્સવ કાર્યક્રમને આજે પાંચમો દિવસ છે. વડાપ્રધાન મોદીના સુશાસન મહિમા વર્ણવતા આ કાર્યક્રમમાં રાજકીય મહાનુભવો, સંતો,મહંતો સહિત મોટી સંખ્યામાં મુલાકાતીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના પાંચમા દિવસે બીએપીએસ મંદિરના અમદાવાદ ગ્રામ્યના સંત નિર્દેશક સાધુ સેવાજીવનદાસ સ્વામી,તથા સાધુ સંતોષ મૂર્તિ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ધોળકા બીએપીએસ મંદિરના સાધુ શિલભૂષણ સ્વામી તથા હરિ કીર્તન સ્વામી ઉપસ્થિત રહી ભારત માતાના ચરણ કમલ માં કમળના પુષ્પો અર્પણ કર્યા હતા.

નમોત્સવ કાર્યક્રમમાં બીજેપી સ્ટેટ મીડિયા કન્વીનર યજ્ઞેશભાઈ દવે, ભાજપના ગુજરાત પ્રદેશ સહપ્રવક્તા શ્રદ્ધાબેન રાજપૂત, કર્ણાવતી મહિલા મોરચાના મહામંત્રી ડો. ચંદાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. અને મન કી બાત ના અંશોનું વાંચન કર્યું હતું.

આ પ્રસંગે મહાનુભવોએ ભારત માતાની આરતી કરી તેમના ચરણ કમલમાં કમળનું પુષ્પ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. તો આ તરફ મોટી સંખ્યામાં પ્રેરણાતીર્થ ખાતે ઉપસ્થિત મહાનુભવો સહિત મુલાકાતીઓએ વડાપ્રધાનના લોકમાનીતા કાર્યક્રમ મન કી બાતના રીલે રિડિંગ કાર્યક્મમાં ભાગ લઇ વાંચન કર્યું હતુ.

Flag hoisting at Ambaji temple: બનાસકાંઠા કલેક્ટર વરૂણકુમાર બરનવાલે શક્તિપીઠ અંબાજી મંદિરે ભક્તિભાવ પૂર્વક ધ્વજારોહણ કર્યું

સાથે જ વડાપ્રધાનના મન કી બાત કાર્યક્રમનો સાર પણ વણી લેવાયો છે. જેમાં છેલ્લા 9 વર્ષમાં મન કી બાતમાં વડાપ્રધાન દ્વારા લેવાયેલા મુદ્દાને વિગતવાર દર્શાવતા બેનરો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ પ્રદર્શનને નિહાળવા આવતા મહેમાનો, વિદ્યાર્થીઓ, મહિલાઓ, સીનીયર સિટીઝનો મન કી બાતથી માહિતગાર થઇ રહ્યા છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો