Nitin gadkari

Nitin Gadkari Statement: હવે કચરાનો ઉપયોગ સરકાર આ કામમાં કરશે, નીતિન ગડકરીએ આપી મોટી માહિતી…

Nitin Gadkari Statement: રસ્તાઓ બનાવવા માટે હવે કચરાનો ઉપયોગ કરવામાં આવશેઃ ગડકરી

નવી દિલ્હી, 29 સપ્ટેમ્બરઃ Nitin Gadkari Statement: કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીના જણાવ્યા અનુસાર, સરકાર મ્યુનિસિપલ વેસ્ટનો રોડ નિર્માણમાં ઉપયોગ કરવા માટે નીતિ બનાવી રહી છે. આ સાથે, તેમણે એમ પણ કહ્યું કે બાંધકામ સાધનોના ઉત્પાદકોને અશ્મિભૂત ઇંધણનો ઉપયોગ ન કરવા માટે પ્રોત્સાહિત કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, તેમનું મંત્રાલય માર્ગ નિર્માણમાં મ્યુનિસિપલ કચરાના ઉપયોગની નીતિને અંતિમ સ્વરૂપ આપી રહ્યું છે અને ખાડામુક્ત બનાવવાની નીતિ પર કામ કરી રહી છે. ગડકરીએ કહ્યું કે નવી નીતિ હાઈવે પર ડ્રેનેજની સમસ્યાને દૂર કરવા માટે પણ કામ કરશે.

વરસાદના કારણે માર્ગો પર ખાડા પડી જતા હાઇવેને નુકસાન થાય છે. નવી નીતિ આ સમસ્યાને દૂર કરવામાં મદદ કરશે. તેમણે કહ્યું કે બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફરના ધોરણે રસ્તાઓના નિર્માણને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે કારણ કે આવા પ્રોજેક્ટ્સને વધુ સારી રીતે જાળવી શકાય છે.

કેન્દ્રીય મંત્રી ગડકરીએ કહ્યું કે તેમનું મંત્રાલય પરિવહન ક્ષેત્રને કાર્બન મુક્ત બનાવવાની દિશામાં કામ કરી રહ્યું છે. આ સંદર્ભમાં, સરકાર દિલ્હી અને જયપુર વચ્ચે ઇલેક્ટ્રિક હાઇવે વિકસાવવા માટે કામ કરી રહી છે.

2070 સુધીમાં શૂન્ય કાર્બન ઉત્સર્જન

ગડકરીએ કહ્યું કે સરકાર રસ્તાના નિર્માણમાં મ્યુનિસિપલ કચરાના ઉપયોગ માટે રાષ્ટ્રીય નીતિ ઘડવાની દિશામાં કામ કરી રહી છે. આ અંગે તમામ હિતધારકોની સલાહ લેવામાં આવી રહી છે. નવી નીતિ 2070 સુધીમાં શૂન્ય કાર્બન ઉત્સર્જનના વડા પ્રધાનના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં પણ મદદ કરશે.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે સરકાર ગાંધી જયંતિ પર પણ નીતિ લાવી રહી છે. આમાં દેશમાં કચરાનો ઉપયોગ કરીને રસ્તા બનાવવાની નીતિ તૈયાર કરવામાં આવશે . જેના કારણે સ્વચ્છ ભારત અભિયાન પણ આગળ વધશે. દિલ્હીમાં પણ રસ્તાઓ અંગે 65 હજાર કરોડ રૂપિયાનું કામ ચાલી રહ્યું છે જે ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે.

આ પણ વાંચો…. FIR Against Gurpatwant Singh Pannu: ખાલિસ્તાની આતંકી ગુરપતવંતસિંહ પન્નુ વિરુદ્ધ અમદાવાદમાં FIR, જાણો શું છે મામલો…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો