New Year Celebration: થર્ટી ફર્સ્ટની રાત્રીએ અમદાવાદમાંથી 201 પીધેલા ઝડપાયા, આ વિસ્તારમાંથી સૌથી વધુ ધરપકડ
New Year Celebration: સરખેજ, અમરાઇવાડી, માધવપુરા, સરદારનગર, નરોડામાંથી સૌથી વધુ ધરપકડ
અમદાવાદ, 01 જાન્યુઆરીઃ New Year Celebration: અમદાવાદમાં 31 ડિસેમ્બરની ઉજવણી માટે ભેગા થયેલા લોકો શાંતિથી પોતાના ઘરે પહોંચે તે માટે શહેર પોલીસ દ્વારા એક આયોજન કરવામાં આવ્યું હતું. ખુદ પોલીસ કમિશનર સહિત તમામ પોલીસ કર્મચારીઓ રસ્તા પર હાજર હતા. તેમણે કરેલા આયોજનમાં કોઈ પણ જગ્યાએ મોટા બનાવો બનતા અટક્યા હતા.
રાત્રે બેથી અઢી વાગ્યા સુધી પકવાન ચાર રસ્તા, સિંધુ ભવન જેવા વિસ્તારમાં ભરચક ટ્રાફિક હતો અને પોલીસ ટ્રાફિક નિયમન કરાવી રહી હતી. તેમ છતાં આખા અમદાવાદમાં પોલીસે 201 દારૂડિયાઓને પકડીને મહત્વની કામગીરી કરી હતી. જેમાં સૌથી વધુ દારૂ પીધેલા સરખેજ, અમરાઇવાડી, માધવપુરા, સરદારનગર, નરોડામાંથી ઝડપાયા હતા. શહેરમાં એક પણ અનિચ્છનીય બનાવ ન બનતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.
આ પણ વાંચો… Happy New Year 2024: નવા વર્ષે ગુજરાતીઓએ 108 સ્થળે એક સાથે કર્યું સૂર્ય નમસ્કાર, વડાપ્રધાને અભિનંદન પાઠવ્યા