PM Modi 1

Happy New Year 2024: નવા વર્ષે ગુજરાતીઓએ 108 સ્થળે એક સાથે કર્યું સૂર્ય નમસ્કાર, વડાપ્રધાને અભિનંદન પાઠવ્યા

Happy New Year 2024: 108 સ્થળોએ એક સાથે સૂર્ય નમસ્કાર કરનારા સૌથી વધુ લોકો માટે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો છેઃ વડાપ્રધાન

નવી દિલ્હી, 01 જાન્યુઆરીઃ Happy New Year 2024: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતને 108 સ્થળોએ એક સાથે સૌથી વધુ સૂર્ય નમસ્કાર કરનાર લોકો માટે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે દરેકને સૂર્ય નમસ્કારના અપાર ફાયદાઓને કારણે તેમની દિનચર્યાનો ભાગ બનાવવાની વિનંતી પણ કરી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “ગુજરાતે વર્ષ 2024નું એક નોંધપાત્ર સિદ્ધિ સાથે સ્વાગત કર્યું છે– 108 સ્થળોએ એક સાથે સૂર્ય નમસ્કાર કરનારા સૌથી વધુ લોકો માટે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો છે! આપણે સૌ જાણીએ છીએ કે, આપણી સંસ્કૃતિમાં 108 નંબરનું વિશેષ મહત્વ છે. 

આ સ્થળોમાં આઇકોનિક મોઢેરા સૂર્ય મંદિરનો પણ સમાવેશ થાય છે, જ્યાં કેટલાક લોકો જોડાયા હતા. આ ખરેખર યોગ પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતા અને આપણા સાંસ્કૃતિક વારસાનો સાચો પુરાવો છે.

મારો આપ સહુને પણ આગ્રહ છે કે સૂર્ય નમસ્કારને તમારી દિનચર્યાનો હિસ્સો બનાવો. તેના લાભો પુષ્કળ છે.”

આ પણ વાંચો… Startup: યુવા ઉદ્યોગ સાહસિકોના સપનાને સાકાર કરતી ગુજરાત સરકાર

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો