newzealand show

Gujarati drama in Auckland: તીન ‘’બંદર’’ થિયેટર કે અંદર..!

Gujarati drama in Auckland: આ ગુજરાતી નાટક અત્યાર સુધીના મે ઓકલેન્ડમાં જોયેલા નાટકો કરતા સૌથી ચઢિયાતું હતું. તો પ્રસ્તુત કરું છું નાટકોની કેટલીક એવી બાબતો જેમણે દર્શકોની જીભ પર વન્સ મોરના નારા ગૂંજાવી દીધા.

Gujarati drama in Auckland: ના ના, વાત અહીં વાંદરાઓની નથી. આઇ મીન, વાંદરાઓની છે. એટલે કે રિયલ વાંદરાઓની નથી. ઓકે, તમને વધારે મૂંઝવણમાં નાખ્યા વિના ચોખવટ કરી દઉં કે અહીં વાત થઇ રહી છે માનવરૂપી બંદરોની જેમણે ઓકલેન્ડનાં ‘ધ પ્લેહાઉસ થિયેટર’માં ધમાલ મચાવી દીધી – એમના અભિનયથી, એમના સટ્ટાક સંવાદોથી, એમના મોજીલા મસ્ત અંદાજથી અને એમના બીટવીન ધ લાઇન્સ વચ્ચે શબ્દોથી નહી પણ શરારતી ચહેરાઓથી અભિવ્યક્ત થયેલા હાવભાવથી!  આમ તો અત્યાર સુધીમાં ગુજરાતી પ્લે જોવાની એટલી બધી તકો નથી આવી, પણ હા, એટલું ચોક્કસથી કહીશ કે આ ગુજરાતી નાટક અત્યાર સુધીના મે ઓકલેન્ડમાં જોયેલા નાટકો કરતા સૌથી ચઢિયાતું હતું. તો પ્રસ્તુત કરું છું નાટકોની કેટલીક એવી બાબતો જેમણે દર્શકોની જીભ પર વન્સ મોરના નારા ગૂંજાવી દીધા.

Banner writer Ranjan Rajesh

સૌથી પહેલા વાત કરું, આ બંદરોએ એટલે કે ગુજરાત સાહિત્ય મંડળના બેનર હેઠળ રજૂ થયેલા નાટક ” મોહનના ત્રણ વાંદરાઓ” એ કરેલી ધમાકેદાર એક્ટિંગની. આમ તો ગુજરાતીમાં એવી કહેવત છે કે, ‘’તીન તીગડા કામ બિગડા’’ પણ જો આ નાટકની ત્રિપુટીનાં સંદર્ભમાં મારે આ કહેવત ટ્વિસ્ટ કરવાની આવે તો હું એમ કહીશ કે, ‘’ભેગી જો થાય આ ત્રણની ત્રિપુટી, પછી તો કોઇ વાત જ ના ખુટી..!’’ ડાયલોગ ડિલીવરી, ચહેરાઓની અભિવ્યકિત, સંવાદોના સ્પેશિફિક પંચની ધારદાર છટાથી રજૂઆત કે ટાઇમિંગનું મેનેજમેન્ટ – વાત કરતા કરતા એક ચોક્કસ દિશાંમાં છલાંગ મારવી, ક્યારેક સંવાદ બોલતા બોલતા નેચરલી ખભે હાથ મૂકીને વાતને એકબદ્ધ લયમાં આગળ વધારવી, કસરત કરતા કરતા ડાયલોગના સ્પેશિફિક શબ્દ, વાક્યને પીચ પર લઇ જઇને એકદમ નેચલર વે થી રમૂજ ઉભી કરતા કરતા ચાલને આગળ વધારવી, મ્યુઝિક-સાઉન્ડ-લાઇટ્સ-કોસ્ચ્યુમ્સ, દરેકમા ટીમની મહેનત રંગ લાવી.

મારા મતે, એક દર્શક તરીકે, અભિનયને હું ત્યારે વધુ પસંદ કરું કે જ્યારે આર્ટિસ્ટના સંવાદોની સાથે સાથે શરીરના હાવભાવ  એકદમ  તાલ મિલાવે, સંવાદોની સાથે આર્ટિસ્ટના એક્સપ્રેશન પણ એટલા જ નેચરલ  હોય. બીજુ કે, કલાકારની સાચી સફળતા ત્યારે કહી શકાય કે, કલાકાર પોતે તો પોતાની સાચી ઓળખ ઓઝલ કરીને તેના પાત્રને સ્ટેજ પર જીવતું જ હોય, પણ તેની સાથે સાથે સ્ટેજ પર જે તે પાત્રની ભજવાતી અભિવ્યક્તિને માણતા દર્શકમિત્ર પણ જોતજોતામાં એ પાત્રોની રિયલ લાઇફની સાચી ઓળખને ભૂલી જઇને એ કેરેક્ટરમાં ઓતપ્રોત થઇ જાય. અને આ સફળતા મોહનના ત્રણ વાંદરા નાટકના મુખ્ય કલાકારો બ્રિજેશ, દેવાંગ અને ધ્રુવે બેશક હાંસલ કરી છે.

દર્શકોએ સ્ટેજ પરના પાત્રોની ડાયલોગ ડિલીવરીથી લઇને તમામ બાબતો એટલી એન્જોય કરી કે તેઓ ભૂલી જ ગયા હતા કે સ્ટેજ પર પાત્રો ભજવનારી વ્યક્તિઓ રિયલ લાઇફમા બ્રિજેશ છે, દેવાંગ છે કે પછી ધ્રુવ છે(આ તેમના સાચા નામ છે)  આમપણ બ્રિજેશ અને દેવાંગ તો નેચરલી કલાકાર છે જ અને આ  બંને જ્યારે સ્ટેજ પર હોય ત્યારે જમાવટ ના હોય તો જ નવાઇ, એમાય સોનામાં સુગંધ ભળે  એવી વાત કહું તો  બ્રિજેશ આ નાટકના ના માત્ર એક્ટર, ડિરેક્ટર પણ છે. એ પણ તેમનું ફર્સ્ટ ડિરેક્શન. જોકે, નાટકને જોતા લાગે જ નહીં કે ફર્સ્ટ એવર ડિરેક્શન આટલું જોરદાર હોઇ શકે.

મજ્જાની વાત એ પણ છે કે આ નાટક થકી, શૈલેષભાઇએ ઓડિયન્સને બે એવા ફ્રેશ કલાકારની સોગાત આપી છે જેમણે તેમના પ્રથમ નાટકથી જ દર્શકોને તેમના અભિનયના ચાહક બનાવી દીધા. એ બે શાઇનિંગ સ્ટાર્સ એટલે કે ધ્રુવ અને મૈત્રી, જેમણે આ નાટક થકી અભિનયમાં એન્ટ્રી કરી છે. અને આવતાની સાથે જ દર્શકોના દિલમાં છાપ છોડી દીધી છે. જી હા, 

આ નાટકના માધ્યમથી દર્શકોએ આ વખતે એક નવો ‘’ધ્રુવ’’નો તારો અભિનયના આકાશમાં ચમકતો જોયો (મને ધ્રુવની એક્ટિંગમાં પરેશ રાવલનું પ્રતિબિંબ  જોવા મળ્યું. એના વ્યક્તિત્વમાં એવું તો સેન્સ ઓફ હ્યુમરનું એસેન્સ છે કે એની સ્ટેજ પરની હાજરી માત્રથી જ બસ એને જોઇને મજા પડી જાય) બીજી તરફ પોતાના કામણગારા પર્ફોમન્સથી નાટકને ચાર ચાંદ લગાવનારી ચાંદનીએ તેના ધ બેસ્ટ પરફોર્મન્સથી દર્શકોને પ્રભાવિત કરી દીધા. ચાંદનીને ભવિષ્યમાં આવનારા અન્ય પ્રોજેક્ટસમાં દર્શકોને ચોક્કસથી જોવી ગમશે એવી મને આશા છે.

Gujarati drama in Auckland

નાટકના અન્ય પાત્રો કોચ મોહન ઉર્ફે મેડી, શરારતી સનકી સિરીન, ગામની ગોરી નિશા અને તેના પિતાનો રોલ ભજવતા ગૌરાંગ ભાઇ એટલે કે સુખદેવે પણ તેમના પાત્રમાં જીવ રેડી દર્શકોને મોજે મોજ કરાવી દીધી. એમાય વળી, સનકી સિરીનનો રોલ કરનારી સૌની ચાહિતી એવી બેનાઇફરની ચા…બૂ…ક એન્ટ્રી અને પછી સુખદેવ અને સનકી સિરીનની જોડીએ સ્ટેજ પર મચાવેલો તરખાટ તેમજ એક સે બઢકર એક શરારતી સંવાદોએ દર્શકોને ‘’વન્સ મોર’’ કહેવા મજબૂર કરી દીધા.

નાટકના ઉઁડાણમાં ના જતા, નાટકની સ્ક્રિપ્ટનું સુકાન સંભાળનારા લેખક વિપુલ ઠક્કર પોતે રાઇટરની સાથે સાથે ડિરેક્ટર અને એક્ટર પણ છે. જેમણે અગાઉ પણ બખૂબી ગુજરાતી નાટકો દર્શકોને પીરસ્યા છે. જ્યારે હેલ્લારો ફેમ એક્ટર, ડિરેક્ટર, પ્રોડ્યુસર એવા ‘’સાહેબ’’ શૈલેષ ભાઇના માર્ગદર્શન અને ગુજરાતી સાહિત્ય મંડળના બેનર હેઠળ ડિરેક્શનની કમાન પહેલી વાર હાથમાં લેનારા બ્રિજેશ ભાઇએ પણ ધમાકેદાર એન્ટ્રી કરી છે. અને દિગ્દદર્શનમાં તેમના આવનારા કોઇપણ પ્રોજેક્ટમાં દર્શકોની આ નાટક જોયા પછીની એક્સપેક્ટેશન પણ ના માત્ર ઘણી ઉંચી  રહેશે પણ તેને જોવા દર્શકો આતુર પણ રહેશે.આ જ આતુરતા સાથે, આશા સાથે આ ટીમ આવનારા સમયમાં આવો જ કોઇ હાસ્યસભર પ્રોજેક્ટ લાવે અને દર્શકોને પેટ ભરીને હસાવે તેવી શુભકામના સાથે ” મોહનના ત્રણ વાંદરા” નાટકની બે પ્રખ્યાત લાઇન અહી રજૂ કરું છું.

‘’તું ચાંદખેડાની ચાંદની, હું મણિનગરનો મોર, તારી ને મારી જોડી પર ઓડિયન્સનું વન્સ મોર’’

જતા જતા…

  • એક્ટર બિન્દાસ્ત એક્ટિંગ કરી શકે તેની પાછળના અનેક કારણોમાં એક કારણ તેમનાં કોસ્ચ્યુમ્સ, ડ્રેસિંગ પણ હોય છે. ચાંદનીનું કેરેક્ટર પ્લે કરનારી એક્ટ્રેસ મૈત્રી તેના ડ્રેસિંગને લઇને કોઇક ને કોઇ કારણસર સ્ટેજ પર ઘણીવાર અનકમ્ફર્સટેબલ લાગતી હતી. તેણે સ્ટેજ પર અભિનય વખતે પહેરેલા બ્લેક એન્ડ વ્હાઇટ કલરના એક ડ્રેસમાં સીધુ ને સટ્ટ નજર સામે દેખાતું ડ્રેસમાં પડેલું નાનકડુ કાણું નાટકની ટીમને બેકસ્ટેજ પર કેમનું ના દેખાયું.? શું એના કારણે ચાંદનીની ચમક ક્યાંક ક્યાંક વચ્ચે ફિક્કી પડી જતી હતી.
  • જ્યારે ચેલા ( અહીં ત્રણ બંદરો) સ્ટેજ પર એક્ટિંગમાં ધૂમ મચાવે ત્યારે તેમના કેપ્ટન પાસેથી પરફોર્મન્સની અપેક્ષા ચાર ગણી વધુ હોય, હતી. જોકે, અહીં, ત્રણ બંદરો એટલે કે તેમના ચેલાઓ એક્ટિગમાં મેદાન મારી ગયા અને મોહન બનેલા કોચ તેમની સામે એક્ટિંગમાં ફિક્કા પડ્યા હોય એવું વર્તાવ્યું. મોહનના કિરદારમાં વધુ દમ ઉભો કરી શકાયો હોત. એમના ભાગે કેટલાક એવા ડાયલોગ પણ હતા જ્યાં તે દર્શકોને થોડુ વધુ હસાવી શક્યા હોત જે તકની ચૂક થઇ. 
  • ગામની ગોરી, નિશા- એની મજ્જાની વાત એટલે કે સિગ્નેચર સ્ટાઇલ ( જ્યારે તે ‘’ઓ બાપા…’’ કરીને કુદકા ભરીને સંતાવા દોડે છે) જોકે, એક વાર તે ‘’ઓ બાપા’’ ઉચ્ચારવાને બદલે ‘’ઓહ માય ગોડ…’’ બોલે છે. જોકે, પછીથી તરત જ એ ઇંગ્લિશ એક્સેંટને કવર કરીને પાછી પાત્રના લય પણ આવી જાય છે.
  • સ્ટેજ ડિઝાનિંગમાં, ઇન્ટિરિયરમાં નાટકની થીમને બંધબેસતું નેચલર, રૉ અને રફનેસ ટાઇપનું ડિઝાઇનિંગ સેટઅપ થોડુ વધુ નેચરલ ટચ આપી શકતે. આઇ મીન ત્રણ બંદરોના નેચર-મિજાજ મુજબ સ્ટેજ સેટ અપમાં,  થોડી રફનેસ વધુ સારી અને નેચરલ લાગતે.
  • અને અંતે,  નાટકની શરૂઆતમાં તેનો સંદર્ભ બાંધવા અને અંતમા તેની સંપૂર્ણ સમાપ્તિનું નાનકડુ સંબોધન કોઇએ બાંધ્યું હોતે તો વધુ સારું લાગતે. મને લાગે છે કે, આ જગ્યાએ શૈલેષ ભાઇની ખોટ અચૂક વર્તાઇ, જે નાટકના અંતમાં, એક એક કલાકારની ઓળખ આપી એમને સ્ટેજ પર આવકારી શક્યા હોતે અને દર્શકોને જે તે પાત્રને ભજવનારા કલાકારને થોડાક નજીકથી ઓળખવાની તક મળી શકતે. આઇ મીન, ધ પરફેક્ટ એન્ડિંગવાળી ફિલીંગ.!

આ પણ વાંચો..Intjaar part-24: મિતેશની ઈચ્છા નહોતી છતાં પણ શેઠજીને વશ થઇને ત્યાં રહેવા માટે મજબૂર થયો.

natak new zealand

બ્રિજેશ ઓઝા, એક્ટર, ડિરેક્ટર

મોહનના ત્રણ વાંદરા જેને અમે શોર્ટમાં એમટીવી કહીએ છીએ એ 2006માં અમદાવાદમાં પરફોર્મ થયું હતું. ત્યારપછી હું જ્યારથી ઓકલેન્ડમાં આવ્યો ત્યારથી મારી ઇચ્છા હતી આ નાટકને અહી પરફોર્મ કરવાની. છેલ્લા ત્રણેક વર્ષથી આ ડ્રામાને સ્ટેજ સુધી લઇ જવામાં ઘણા ઉતાર ચઢાવ આવ્યાં. જો ગુજરાત સાહિત્ય મંડળ અને નાટકની ટીમનો મજબૂત સપોર્ટ ના મળ્યો હોતે તો કદાચ દર્શકો સામે આ નાટક ના આવી શક્યું હોત. મારા સિનિયર શૈલેષ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ આ નાટકના દિગ્દદર્શનમાં હું ઘણું બધું શીખ્યો છું. તેમની મેન્ટરનીશપ, ટીમના કાસ્ટ એન્ડ ક્રૂની અથાગ મહેનત અને જીએસએમના તમામ સભ્યો-આ ટીમવર્કની સફળતા છે. ઓકલેન્ડના કેટલાક પ્રખ્યાત આગેવાનો અને દર્શકોના ઓનલાઇન-ઓફલાઇન અભિપ્રાયથી હું અને ટીમ ખુબ જ ખુશ છીએ. બે સફળ શૉ પરફોર્મ કર્યા બાદ પણ લોકો ત્રીજો શૉ ક્યારે આવશે તે પૂછી રહ્યા છે. વેલ, અત્યારે તો ટીમ આ ખુશીની ઉજાણી કરી રહી છે. આશા રાખુ કે નજીકના ભવિષ્યમાં ફરી આવું કઇ ધમાકેદાર લાવીશું.

Gujarati drama in Auckland
શૈલેષ પ્રજાપતિ, ડિરેક્ટર, પ્રોડ્યુસર

આ નાટકને સ્ટેજ સુધી લાવવા સુધીની છેલ્લા ત્રણ વર્ષ લાંબી ચાલેલી આ સફરમાં કાસ્ટિંગ, સ્ક્રીપ્ટિંગ, રિહર્સલ્સથી લઇને લોકડાઉન સુધીના અનેક પડકારોનો બ્રિજેશ એન્ડ સમગ્ર ટીમે અડીખમ રહીને સામનો કર્યો અને તેમની ધીરજનું પરિણામ સૌની સામે છે. બ્રિજેશની કુનેહગીરી ડિરેક્શનના માર્ગદર્શનની દિશામાં ઘણી કારગત નીવડી અને ફાઇનલી તેની જે દ્રઢ માન્યતા હતી કે આ નાટકની થીમ, સ્ક્રીપ્ટ, રફનેસ ઓકલેન્ડમાં માત્ર યુથને જ નહીં પણ તમામ દર્શક વર્ગને અપીલ કરશે તે ખરી નીવડી. હું એ ચોક્કસ કહીશ કે ન્યુઝિલેન્ડમાં સાહિત્યને લઇને, કલાકારીને લઇને, ટેલેન્ટ શોધીને આવું નાટક કરવું એ મોટી સિદ્ધિ છે. અમારો નેક્સ્ટ પ્રોજેક્ટ ‘’લેટ્સ ગો ગરબા’’ જેને કેતન ત્રિવેદી લીડ કરી રહ્યાં છે તે પણ આ જ રીતે ધૂમ મચાવશે તેવી મારી અપેક્ષા છે. 

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *