Narmada Dam Overflow: નર્મદા ડેમ છલકાવાની તૈયારીમાં, 23 દરવાજા ખોલી દેવાતા પાણીનું લેવલ વધ્યું
Narmada Dam Overflow: 23 ગેટ ખોલી 80,000 ક્યુસેક અને રિવરબેડ પાવરહાઉસથી 44000 ક્યુસેક મળી કુલ 1,24,000 ક્યુસેક પાણી અત્યાર સુધી છોડાયું
ભરુચ, 14 ઓગષ્ટઃ Narmada Dam Overflow: સવારે નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થતા સવારે 15 દરવાજા ખોલાયા હતા અને હવે 23 દરવાજા ખોલી દેવાયા છે. બપોરે 2 કલાકે 23 ગેટ ખોલી પાણી નર્મદા નદીમાં છોડાયું છે. 23 ગેટ ખોલી 80,000 ક્યુસેક અને રિવરબેડ પાવરહાઉસથી 44000 ક્યુસેક મળી કુલ 1,24,000 ક્યુસેક પાણી અત્યાર સુધી છોડાયું છે. પાણી છોડાતા નર્મદા નદીનું લેવલ વધ્યુ છે. સાથે જ નીચાણવાળા વિસ્તારના ગામોને એલર્ટ કરી દેવાયા છે. નર્મદા ડેમના દરવાજા જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચી રહ્યાં છે. તો લોકો ડેમના દરવાજા આગળ સેલ્ફી પણ લઈ રહ્યાં છે. તો વીડિયો પણ લઈ રહ્યાં છે.
નર્મદા ડેમમાં તબક્કાવાર કેટલું પાણી છોડાયું
- બપોરે 2 કલાકે – 23 ગેટ ખોલીને 80,000 ક્યુસેક
- સાંજે 4 કલાકે – 23 ગેટ ખોલીને 1,00,000 ક્યુસેક
- સાંજે 6 કલાકે – 23 ગેટ ખોલીને 1,50,000 ક્યુસેક્સ
રાજ્ય અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદ વરસતા નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે નર્મદા ડેમની જળ સપાટી 135 મીટરને પાર પહોંચી છે. નર્મદા ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે. તેથી ડેમ હવે છલકાવાની તૈયારીમાં છે. નર્મદા ડેમ જળસપાટી લેવલથી માત્ર 3 મીટર દૂર છે.
હાલ નર્મદા ડેમમાં બે લાખ 20 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે. હાલ નર્મદા ડેમમાંથી તબક્કાવાર પાણીને નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમના 23 દરવાજા ખોલી 80,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. આ કારણે નર્મદા નદીના કાંઠા વિસ્તારના ગામોને ચેતવી દેવાયા છે. કાંઠા વિસ્તારના નાંદોદ, તિલકવાળા, વડોદરા અને ભરૂચના કાંઠા વિસ્તારાનો લોકોને સાવધ કરાયા છે. જોકે આજે નર્મદા ડેમ પર આવેલા પ્રવાસીઓ આ નજારો જોઈને ખૂબ જ આનંદીત થયા છે. ઘણા પ્રવાસીઓએ તો પ્રથમવાર નર્મદા ડેમનો આ નજારો જોઈને ખૂબ જ ખુશ થયા હતા.
આ પણ વાંચોઃ Cattle die due to lumpy virus: રાજ્યમાં લમ્પી વાઇરસથી એક દિવસમાં 100થી વધુ પશુઓનાં મૃત્યુ