muhammad murtaza ghani Jji7RQGwuQA unsplash

Happy marriage: ગમતું કે ના ગમતું….સુખી લગ્નજીવનનું બીજું નામ એટલે એડજસ્ટમેન્ટ….

Happy marriage: === કોઇપણ ઉંમરલાયક છોકરા કે છોકરીને તમે એને કેવા પાત્ર સાથે લગ્ન કરવાનું ગમશે એવો સવાલ પૂછો તો તરત જ

Banner Anant Patel
  • એ એકદમ સીરીયસ થઇ જાય અથવા, – એ તમારી વાતને હસી કાઢી હજી તો બહુ વાર છે એમ કહી દે અથવા – એ તો ભાઇ વિચારવું પડે, આ તો આખી જીંદગીનો સવાલ કહેવાય, એમાં કંઇ ઉતાવળે જવાબ ન આપી દેવાય..એવો પણ જવાબ મળે અથવા – તમે જે નક્કી કરશો એ મારે તો ચાલશે એવો કે એના જેવા અનેક પ્રકારના જવાબો મળવાની શક્યતાઓ રહેલી છે.
    === હવે જો કોઇ યુવતી અર્થાત છોકરી આ બાબતે વિચારે તો એના મગજમાં નીચે જણાવેલું બધું કે એમાંનુ થોડુ ઘણું અવશ્ય હોઇ શકે છે; – એ સ્માર્ટ હોવો જોઇએ, કમાતો અને દેખાવડો હોવો જોઇએ, – સિટિમાં જ રહેતો હોવો જોઇએ.. – એનું ખાનદાન મમ્મી પપ્પા વગેરેને પસંદ આવવું જોઇએ.. – એનો સ્વભાવ મને અનુકૂળ આવે એવો હોવો જોઇએ, === હવે જો કોઇ છોકરો અથવા યુવક આ બાબતે વિચારે તો એના મનમાં આવું કશુંક અથવા બધું હોઇ શકે; – એ એકદમ બ્યુટીફુલ, ગોરી અને પ્રમાણસર બોડી (સ્લિમ) વાળી જ હોવી જોઇએ.. – વિચારોમાં મોર્ડન અને બુધ્ધિશાળી હોવી જોઇએ.. – ભલે કમાતી ન હોય પણ સ્નાતક કે અનુસ્નાતક હોય તો સારુ, – રસોઇ અને અન્ય સામાજિક વ્યવહારો બરાબર સાચવી શકે એવી હોવી જોઇએ… === આમ તો આ બાબત એવી છે કે આમાં દરેક છોકરા કે છોકરીના વિચારો એની માનસિકતા, શિક્ષણ અને સંસ્કારને અનુરૂપ અલગ અલગ જ હોવાના…આમાં તમે કોઇ ફિક્સ આચાર સંહિતા બહાર ના પાડી શકો……
    === હવે અમારું કહેવાનું એ છે કે મોટા ભાગના યુવકો કે યુવતીઓ આજના યુગમાં પોતે ઇચ્છતા હોય એવા પાત્ર સાથે લગ્ન કરતાં હોય છે તે છતાં લગ્ન પછી એમના ઉદગારો કંઇક આવા જ સાંભળવા મળે છે;
  • અલ્યા ભઇ એ તો નસીબમાં જેવું મળવાનું લખેલું હોય એવું જ મળે…!!!!!! – એ તો ભઇ પડ્યુ પાનુ નિભાવી લેવામાં જ મઝા…!!!! – આ તમે જોતા નથી કોઇના જીવનમાં ક્યાં કશું મનનું ધાર્યુ થાય છે ?
  • અલ્યા એ તો સ્ત્રીઓની જાત જ એવી , બધી એકની એક, તમારે જ એડજસ્ટ કરવું પડે..
    === હવે જ્યાં મા બાપ કે વડીલોની ઇચ્છાને માન આપીને લગ્ન થયું હોય ત્યાંના ઉદગારો કેવા હોય એ જોઇએ; – મેં પપ્પાને કહ્યું હતું કે મને એક વાર બરાબર જોવા દો, કશીક વાતચીત તો કરવા દો પણ ના, એ માન્યા જ નહિ ને હવે મારે આખી જીંદગી ભોગવવાનું…બોલો.. – ભાઇ મારે તો શાંતિ છે, બૈરી બરાબર કામ ના કરે તો બાપાને કહી દેવાનું કે તમે પસંદ કરીને વળગાડી છે તો હું શું કરું ??
  • અલ્યા હાવ ગામડાનું અને ગાંડા જેવું છે ભટકાણું છે , ભઇ મારે તો છૂટા છેડા જ કરવા પડશે, પણ મારા બાપા એ ય ના કરવા દે એટલે હવે તો એડજસ્ટ કર્યા વગર છૂટકો જ નથી…
    === હવે તમે જોશો કે લગ્ન છોકરો કે છોકરી પોતે પસંદ કરેલા પાત્ર સાથે કે પછી માબાપ અને વડીલો એ પસંદ કરેલા પાત્ર સાથે કરે છે પણ બંને ને માટે એક શબ્દ કોમન છે અને તે શબ્દ છે એડજસ્ટમેન્ટ
    === અમને તો ભાઇ દરેકના લગ્ન જીવન માટે કોઇ મહાન શબ્દ લાગતો હોય તો એ છે “એડજસ્ટમેંટ ” બોલો તમારે કંઇ જૂદુ કહેવું છે ??
    === સુખી લગ્નજીવન (Happy marriage)નું બીજું નામ એટલે એડજસ્ટમેન્ટ….
Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…મ્યુકરમાઇકોસિસ માટેના Amphotericin B(Lyophillised) સિવિલ હોસ્પિટલ ખાતેથી મળી રહેશે.જાણો વિગત…..

ADVT Dental Titanium