Bhiloda police attack

Bhiloda police: અરવલ્લીના ભિલોડા પોલીસ ઉપર હુમલો

Bhiloda police: સમગ્ર મામલે ભિલોડા પોલીસે 50 લોકોના તોલા સામે ગુનો નોંધી 13 લોકોની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે

અહેવાલ: રાકેશ ઓડ

ભિલોડા, ૨૪ મે: Bhiloda police: ભિલોડાના નવા વસવાટ ગામે ગત રાત્રી દરમિયાન કોરોના ગાઈડ લાઈનનો ભંગ  કરી એકઠા થયેલા લોકો સામે કાર્યવાહી કરવા  ગયેલી ભિલોડા પોલીસ ઉપર એકઠા થયેલા ટોળાએ પથ્થર મારો કરી હુમલો કર્યો હતો જેમાં બે પોલીસ કર્મી& nbsp; સહીત સરકારી ગાડી અને એક ખાનગી ગાડીને પણ નુકશાન થયું હતું

Bhiloda police

સમગ્ર મામલે ભિલોડા પોલીસે (Bhiloda police) 50 લોકોના તોલા સામે ગુનો નોંધી 13 લોકોની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે  અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ભિલોડા નવા વસવાટ ગામે ગત રાત્રી દરમિયાન મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકત્ર થયું હતું આ બાબતે ભિલોડા પોલીસને જાણ થતા પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ સટાફ ના માણસો નવા વસવાટ ગામે પહોંચ્યા હતા અને કોરોના ગાઈડ લાઈનના ભંગ બાદલ કાર્યવાહી કરી રહયા હતા દરમિયાનમાં ટોળામાંથી લોકોએ પોલીસ ઉપર પથ્થર મારો કરી હુમલો કર્યો હતો.

Whatsapp Join Banner Guj

જેમાં હરેશભાઇ અને રાહુલભાઈ નામના બે પોલીસ કોન્સ્ટેબલોને ઈજાઓ પહોંચી હતી જ્યારે સરકારી વાહન સહીત પોલીસ કર્મીની ખાનગી કારણે પણ નુકશાન થયું હતું ઈજાગ્રસ્ત પોલીસ કર્મીઓને તાત્કાલિક સારવાર માટે ભિલોડા કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યારે ઘટનાને પગલે પોલીસે 50 લોકોના તોલા સામે ફરિયાદ નોંધી 13 લોકોની અટકાયત કરી હતી પોલીસ ઉપર કરાયેલા હુમલાને લઇ આજે પણ જિલ્લા પોલીસ વડા દ્વારા હુમલો કરનાર આરોપીઓને ઝડપી પાડવા ત્રણ ડીવાયએસપી સહીત પોલીસ કાફલો ભિલોડા પોલીસ સ્ટેશન ખાતે ઉતારી દઈ નવા વસાહત ગામે કોમ્બિંગ પણ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 

  • ભિલોડામાં પોલીસ પર હુમલાનો મામલો
  • પોલીસે નવા વસવાટ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું
  • પથ્થરમારો કરનાર ફરાર આરોપીઓ ઝડપવા કાર્યવાહી
  • ૩ DYSP સહીત પોલીસ કાફલો ઉતારી દેવાયો
  • ગત રાત્રે સગાઇની બબાલમાં પોલીસ પર કરાયો હતો હુમલો
  • ૫૦ લોકો સામે નોંધાઈ છે ફરિયાદ

આ પણ વાંચો…મ્યુકરમાઇકોસિસ માટેના Amphotericin B(Lyophillised) સિવિલ હોસ્પિટલ ખાતેથી મળી રહેશે.જાણો વિગત…..

ADVT Dental Titanium