exam student 1

Mass pramotion: પરિસ્થિતિના કારણે ધો10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન તો આપી દીધું ! આ એક નિર્ણય પર અનેક પ્રશ્નો થયા ઉભા

Mass pramotion: આ એક સારી વાત કહેવાય, અને જે લોકો આ નિર્ણય ઉપર પોતાનો વિરોધ દર્શાવી રહ્યાં છે તેમણે અત્યાર નાં માહોલ ને સમજવાંની જરૂર છે.

અત્યારની પરિસ્થિતિ નાં કારણે બાળકોનાં શિક્ષણ ઉપર જે માઠી અસર પડી છે, તેનાંથી આપણે સૌ સારી રીતે પરિચિત છીએ. છેલ્લાં બે વર્ષથી દરેક બાળકનું શિક્ષણ આજે કોમ્પ્યુટર કે મોબાઈલ ઉપર ઓનલાઈન થઈ ગયું છે. ધોરણ ૧ થી ૯ અને ધોરણ ૧૧ માં વાળાં બાળકોને દરેક પરીક્ષા માં માસ પ્રમોશન આપીને તેમને આગળ વધારવાં માં આવી રહ્યાં છે. ત્યાં જ વાત કરીએ ધોરણ ૧૦ અને ધોરણં ૧૨ વાળા વિદ્યાર્થીઓની તો પહેલાં તેમની પરીક્ષા લેવાં માટે શિક્ષણ અધિકારીઓની કેબિનેટ બેઠક બોલાવીને ઘણી ચર્ચા વિચારણાં કરવામાં આવી હતી.

Banner Pooja 600x337 1

ચર્ચા વિચારણાં બાદ ધોરણ ૧૦ નાં વિદ્યાર્થીઓની બોર્ડ ની પરીક્ષા ન લેતાં તેમને માસ પ્રમોશન (Mass pramotion) આપવાનો નિર્ણય લેવાયો હતો. આ નિર્ણયઓ બાદ ધોરણ ૧૨ નાં વિદ્યાર્થીઓની પરીક્ષા ઉપર પણ અનેક સવાલો ઉભા થયાં હતાં. ધોરણ ૧૨ નાં વિદ્યાર્થીઓ માટે કેબિનેટ બેઠક બોલાવવાંમાં આવી હતી જેમાં પ્રધાન મંત્રી પણ હાજર રહ્યાં હતાં. પ્રધાનમંત્રી ની હાજરી માં ધોરણ ૧૨ નાં વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવાનો નિર્ણય લેવાયો હતો.

બીજી તરફ એક સવાલ એ પણ હતો કે ધોરણ ૧૦ અને ૧૨ નાં રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન (mass pramotion) આપવામાં આવસે તો જે એક્સ તરીકે પરીક્ષા આપવાનાં હતાં એમનું શું પછી? ત્યારે શિક્ષણ અધિકારીઓ એ જણાવ્યું હતું કે ધોરણ ૧૦ અને ૧૨ નાં રેગ્યુલર વિદ્યાર્થીઓનાં રિઝલ્ટ આવી જાય તે પછી એક્સ તરીકે પરીક્ષા આપનાર ને પણ માસ પ્રમોશન આપી પાસ કરી દેવામાં આવસે. શિક્ષણ વિભાગ નાં આ નિર્ણય થી બધાં વિદ્યાથીઓ માં એક ખુશીનો માહોલ જોવાં મળ્યો હતો, ત્યાં જ અમુક વિદ્યાથીઓ એવાં પણ જોવા મળ્યાં હતં જેમણે શિક્ષણ વિભાગ નાં આ નિર્ણય ઉપર પોતાની નારાજગી અને વિરોધ વ્યક્ત કર્યો હતો.

exam student

તેની પાછણ કારણ એ હતું, કે એમને આટલી મહેનત કરી છત્તાં પરીક્ષા રદ કરાઈ અને તેમની બરાબરી માં એવાં વિદ્યાર્થીઓને પણ એમનાં જેટલાં જ માર્ક અને ટકા આપવામાં આવી રહ્યાં છે. તો આવાંમાં તેમણે કરેલી મહેનત પાણી માં ગયાં બરાબર કહેવાયં. અને એટલે જ તેમનાં માટે આ નિર્ણય અયોગ્ય કહેવાય, એવાંમાં તેમનો વિરોધ અને નારાજગી યોગ્ય જ ગણી શકાય. બીજી બાજું અમુક એવાં પણ હતાં જે કેટલાય સમય જલથી ધોરણ ૧૦ ની કે ૧૨ ની પરીક્ષા આપતાં આવતાં હતાં. પણ તેઓ તેમાં સફળ થતાં નહોતાં, તેથી તેવાં વિદ્યાર્થીઓ માટે આ નિર્ણય ખુબ જ સારો સાબિત થયો છે. બધાં એ પોતપોતાની રીતે આ નિર્ણય ઉપર વિચાર કર્યો છે, અને પોતાનો ફાયદો જોઈ રહ્યાં છે.

હું એવું માનું છુ કે આ નિર્ણય (mass Pramotion) યોગ્ય જ ગણાય. કારણ કે દર વર્ષ આપણે ઘણાં એવાંય કિસ્સા સાંભળતાં હતાં કે ટકાં ઓછા આવવાનાં કારણે કે પરીક્ષા માં નાપાસ થવાનાં કારણે અમુક વિદ્યાર્થીઓ ના ભરવાનાં પગલાં ભરીને પોતાનો જીવ જોખમ માં મુકી દેતાં હતાં તો કોઈકે તો આમ જીવ પણ ગુમાવ્યો હતો. પરતું આ વખતે એવું નથી, આ નિર્ણય નાં કારણે આ વર્ષે એવું કંઈ બન્યું નથી.

આ એક સારી વાત કહેવાય, અને જે લોકો આ નિર્ણય ઉપર પોતાનો વિરોધ દર્શાવી રહ્યાં છે તેમણે અત્યાર નાં માહોલ ને સમજવાંની જરૂર છે. ત્યાં જ જો વાત કોલેજ ની યુનિવર્સિટીની પરીક્ષાની આવે તો તેમની પરીક્ષા લેવાંનું નક્કી કરવામાં આવ્યું છે. પણ અત્યાર સુધી તેના માટે કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી. જેનાં કારણે કોલેજ નાં વિદ્યાર્થીઓમાં પરીક્ષાને લઈને અનેક પ્રશ્રો ઉભા થઈ રહ્યાં છે. (ડિસ્કલેમર:આ લેખકનું પોતાના વિચાર છે.)

આ પણ વાંચો…વિદેશમાં ભારતીય મહિલા(Indian women)ઓ માટે સન્માન કાર્યક્રમ યોજાશે, જેમાં વિવિધ ક્ષેત્રની મહિલાના સંઘર્ષથી સફળતા સુધીથી સફરની થશે વાત

Whatsapp Join Banner Guj