IMG 20210610 WA0033

ચીનની ટેક્નોલોજીને ટક્કર આપવા જીટીયુ સ્વદેશી 5G એન્ટેના વિકસાવશે, જેમાં 5 થી 10 મીલી સેકન્ડમાં જ તમામ વાયરલેસ ડિવાઈસ થઈ શકશે કનેક્ટ

  • ટેક્નોલોજી વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વની જરૂરીયાત છે. સ્વદેશી 5જી ટેક્નોલોજીના વિકાસથી ભારત કોમ્યુનિકેશન ટેક્નોલોજી ક્ષેત્રે આત્મનિર્ભર બનીને સમગ્ર વિશ્વને નવી દિશા ચીંધશે: પ્રો. ડૉ. નવીન શેઠ, કુલપતિ , જીટીયુ
  • લાર્જ એરીયા કવર કરતાં 5જી(5G) એન્ટેના વિકસાવીને કૃષિથી લઈને તમામ ઉદ્યોગોમાં વાયરલેસ ટેક્નોલોજીનો ઉપયોગ કરાશે.

ગાંધીનગર, 13 જૂનઃ છેલ્લા 2 દશકથી વાયરલેસ ટેક્નોલોજીનો વિકાસ સમાયાંતરે વધી રહ્યો છે. આગામી સમયમાં કોમ્યુનિકેશન ટેક્નોલોજીની 5મી જનરેશનથી (5G) કૃષિથી લઈને તમામ પ્રકારના ઔદ્યોગીક ક્ષેત્રમાં મોટા પાયે પરિવર્તન જોવા મળશે. ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીની (જીટીયુ) ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ એન્જિનિયરીંગ એન્ડ ટેક્નોલોજીના (જીસેટ) પ્રોફેસર ડૉ. ગૌતમ મકવાણા દ્વારા 5જી એન્ટેના વિકસાવવામાં આવશે.

Whatsapp Join Banner Guj

જેનાથી સ્વદેશી 5જી ટેક્નોલોજીના વિકાસ થકી ન માત્ર ઈન્ટરનેટની સ્પીડ જ વધશે પણ ટેકનોલોજીની નવી જનરેશનની પણ શરૂઆત થશે. આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, ટેક્નોલોજી વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વની જરૂરીયાત છે. સ્વદેશી 5જી(5G) ટેક્નોલોજીના વિકાસથી ભારત કોમ્યુનિકેશન ટેક્નોલોજી ક્ષેત્રે આત્મનિર્ભર બનીને સમગ્ર વિશ્વને નવી દિશા ચીંધશે. જીટીયુના કુલસચીવ ડૉ. કે. એન. ખેરે ડૉ. મકવાણા અને જીટીયુ જીસેટ ડિરેક્ટર ડૉ. એસ.ડી. પંચાલને આ સંદર્ભે શુભકામના પાઠવી હતી.

ડૉ. ગૌતમ મકવાણાને આ પ્રોજેક્ટ માટે ગુજરાત કાઉન્સિલ ઑફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ) દ્વારા 22લાખથી વધુની ગ્રાંન્ટ મળેલ છે. તેમના જણાવ્યા અનુસાર, જીટીયુ ખાતે સુપર કોમ્પ્યુટરની મદદથી તમામ પ્રકારનું રિસર્ચ કરવામાં આવી રહ્યું છે. 5જી(5G) એન્ટેનાથી પ્રતિ સેકન્ડ 1 કિમીના વિસ્તારમાં 1 થી 10 લાખ ડિવાઈસ કનેક્ટ થઈ શકશે. આ ઉપરાંત 1 થી 10 ગીગા બીટની સ્પિડથી 500 થી 1000 ટેરાબાઈટ ડેટાનું આદાન પ્રદાન પણ કરી શકાશે.

આઈઓટી આધારીત ડિવાઈસને 5જી(5G)થી જોડીને કૃષિથી લઈને તમામ પ્રકારના ઔદ્યોગીક ક્ષેત્રમાં પણ ઓટોમેશન સરળતાથી અને સત્વરે થઈ શકશે. મોબાઈલ નેટવર્ક અપગ્રેડ થશે જેનાથી નેટવર્ક રિસપોન્સમાં સ્પીડ વધશે એટલે કે 5 થી 10 મીલી સેકન્ડમાં તમામ પ્રકારના વાયરલેસ ડિવાઈસ કનેક્ટ થઈ શકશે. 4જીમાં આ સમયગાળો 20 થી 40 સેકન્ડનો છે. 

5જી(5G) એન્ટેનાને કારણે 10 થી 30 ગીગાબીટ ડેટા ટ્રાન્સફ સરળતાથી પ્રતિ સેકન્ડે કરી શકાશે. એટલે કે , 4જીની તુલનામાં 5G આવતાં સ્પીડમાં 100 ગણો વધારો થશે. વધુમાં જણાવતાં તેમણે કહ્યું કે , તેમના દ્વારા વિકસાવામાં આવતાં 5જી એન્ટેનામાં 5જી સહિત 3જી , 4જી અને વાઈફાય જેવી અન્ય ટેક્નોલોજી પણ કાર્યરત રહી શકશે.

ઉપરાંત ભવિષ્યમાં 6જીને પણ આ એન્ટેનામાં ઉમેરો કરી શકાશે. અન્ય એન્ટેનામાં બધી દિશામાં 1 જ ફ્રિકવન્સી પર રેડિએશન આપે છે, જ્યારે ડૉ. મકવાણા દ્વારા વિકસાવવામાં આવતાં 5જી(5G) એન્ટેના અલગ- અલગ દિશામાં જુદી – જુદી ફ્રિકવન્સી પર રેડિએશન મેળવી શકશે.

આ પણ વાંચો….

કોરોના સામેના ‘સાયલન્ટ વોરિયર’: સુરત સિવિલ હોસ્પિટલનો PSM વિભાગ

ADVT Dental Titanium