Relationship couple

Relationship: ક્યારેક એવા સંબંધ મળે છે જેની સાથે કોઈ પણ પ્રકારનું સગપણ ન હોવા છતાં; એક લાગણીનો સંબંધ…

 “સગપણ”(Relationship)

Relationship: જીવનમાં સગપણ પણ અનેરા હોય છે. કુદરત તમને અમુક સંબંધ આપે છે. જે સંબંધ લોહીના સંબંધ હોય છે. જેને આપણે સ્વીકારવું જ પડે છે. જીવનમાં ક્યારેક- ક્યારેક એવા સંબંધ મળે છે જેની સાથે કોઈ પણ પ્રકારનું સગપણ ન હોવા છતાં એક લાગણીનો સંબંધ બંધાય છે. જે સંબંધને આપણે પોતે પંસંદ કરીએ છીએ.

Relationship, Rashmika Chaudhari Rasu

જે સંબંધ તમને ખુશી આપે, હૂંફ આપે છે. આ સંબંધ કોઈ પણ સ્વરૂપમાં તમે જોઈ શકો છો. મિત્રતાના રૂપમાં, ગુરુ- શિષ્યના રૂપમાં, પ્રેમી- પ્રેમિકાના રૂપમાં, પતિ-પત્નીના રૂપમાં એવાં કેટલાં સંબંધ હશે જે લોહીના સંબંધ નથી પણ લાગણીના સંબંધથી બંધાયા છે. જીવનમાં દરેક સંબંધની કયારેક તો કસોટી થાય જ છે. દરેક સંબંધ પરીક્ષા માંગે છે. જે આ પરીક્ષા પાસ કરી લે એ સંબંધ નિભાવી જાણે છે. સમય એવો બાદશાહ છે કે એ કયારે કોની સાથે લાગણીનું સગપણ કરાવી દે એ કોઈ ક્હી નથી શકતું.

લોહીના સંબંધ કરતા લાગણીના સંબંધ હંમેશા ચઢિયાતા અને મજબૂત સાબિત થયા છે. માણસ કયારે સંબંધોમાં છેતરપીંડી પણ કરે છે. પોતાના મતલબ માટે એ રમત પણ રમે છે. તમે ચહેરા પર કેટલો પણ મેકઅપ લગાવી લો પણ એ કયારેક તો ઊતરે જ છે. જે સંબંધને હંમેશા તમારે સાબિતી આપવી પડે , પુરાવા આપવા પડે એ સંબંધ કે સગપણ કેટલા અંશે વ્યાજબી છે ? કોઈ પણ સગપણને મજબૂરીમાં નિભાવો યોગ્ય નથી. કેમ કે એ તો તમે પોતાની સાથે જ અન્યાય કરી રહ્યા છો અને જેની સાથે તમારું એક સગપણ છે એની સાથે પણ તમે અન્યાય જ કરો છો.

કયારે પણ સંબંધને મજબૂરી માટે નિભાવો ન જોઈએ . એ તમને દુઃખ સિવાય બીજું કશું જ નહિ આપી શકે. કોઈ પણ સંબંધમાં શંક કરીને બરબાદ થવું તેના કરતાં એમાં વિશ્વાસ કરીને લૂંટાઈ જઉં વધુ સારું છે. જો સંબંધ લાગણીનો સાચો હશે તો એ જીવનમાં તમને હંમેશા પ્રેરણા પૂરી પાડશે અને જો સ્વાર્થનો હશે તો કંઈક સબક શીખવાડીને ચાલ્યો જશે. 

સગપણમાં હંમેશા લાગણીનું બીજ હોવું ખૂબ જરૂરી છે . જેને તમે પ્રેમ રૂપી ખાતર હંમેશા નાખતા રહો તો એ છોડ કયારે નહિ સુકાય. ✍🏻ચૌધરી રશ્મિકા “રસુ”


આ પણ વાંચો:Representation of People Act: રાહુલ ગાંધીને હાથના કર્યા જ હૈયે વાગ્યા છે: નમન મુનશી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *