student life

Remember student life: શું તમે જીવનમાં ક્યારેક બંક માર્યો છે?

હેલ્લો મિત્રો! આજે હું આવી છું આપના બધાંની વચ્ચે નવો લેખ લઈને જેનું શિર્ષક છે, (Remember student life) ‘શું તમે જીવનમાં ક્યારેક બંક માર્યો છે?’

Remember student life: મે શાળામાં કે કોલેજમાં બંક માર્યો જ નથી કોઈ દિવસ એટલે મને એ વાતનો અનુભવ નથી, પરંતુ તાજેતરમાં હું મારા એક મિત્ર સાથે વાત કરી રહી હતી અને એમાં અચાનક આ વાત આવી, બંક મારવાની! મેં હંમેશા મારા મિત્રો પાસેથી આ અનુભવ સાંભળેલ છે પણ મેં માત્ર એની કલ્પના જ કરેલી છે.

Banner Puja Patel

બંક મારવાથી જે અલગ પ્રકારની ખુશી મળે છે તે કોઈ જ દિવસ રજાના દિવસે માણેલી મજા જેવી નથી હોતી! તેનો અલગ જ પ્રકારનો અનેરો આનંદ હોય છે. પરંતુ શાળા કોલેજમાં બંક મારવાની મજા માણેલ હોય તો જીવનમાં હેરાન થતાં સમયે આ બંક મારવાની મજા યાદ આવતી હોય છે. પરંતુ જો જીવનમાં જ એક દિવસ બંક મારીએ તો? વિચારી જુઓ! જીવનમાં પણ ક્યારેક બંક મારી લેવો જોઈએ! એક દિવસ; માત્ર એક જ દિવસ ઓફીસે અઠવાડિયાના વચલા દહાડે જ્યારે ન કોઈનાં ઘરે કોઈ લગ્ન પ્રસંગ હોય, ન કોઈ મિત્રની ઘરે મિજબાની હોય, ન કોઈ તાત્કાલિક દોડધામ હોય ત્યારે ઑફિસેથી રજા પાડીને એ એક દિવસ વસૂલ કરવો જોઈએ! જેને તમે નીચેનામાંથી ગમે તે રીતે કરી શકો છો:

આ પણ વાંચો:- Learn from life & society: માણસ જાણે પહેલાં ઘસાય, પછી ઘડાય પણ કંઇક નવું શીખી જાય!

૧. તમારી ભૂતકાળમાં મૂકેલી કોઈ ચિત્ર દોરવાની આદત પાછી લાવીને,
૨. કબાટના કોઈ ખૂણામાં પોતાનો કલાનો અદ્ભુત નમૂનો (આર્ટ પીસ) બનાવીને મૂકેલો હોય તેવો નવો આર્ટ પીસ બનાવીને,
૩. કોઈ બંધ બોક્સમાં ગિટાર મૂકી દીધું હોય તેની ધૂળ ખંખેરી પછી સંગીતના સૂર રેલાવીને એક નવું ગીત ગાઈને,
૪. “canon” ના બોક્સમાં મૂકેલા યાદોનાં સરવાળા કરતાં કેમેરાને તેનાં ડબ્બામાંથી કાઢીને કોઈ બગીચામાં જઈને ત્યાં ફોટાઓ પાડીને
અથવા
૫. તો શાંત બેઠેલાં એક પક્ષીને જોઈને તમે તમારો સમય એક નવી યાદ બનાવવા માટે કાઢી શકો છો.

Gujarati banner 01

એક સારી યાદ જીવનમાં ઓછામાં ઓછો એક બંક મારીને જોશો તો જ ખબર પડશે કે શનિવાર, રવિવારની રજા સિવાય પણ આપણે કશુંક તો ભૂલીએ જ છીએ! એ જ સોમવારથી શુક્રવારની ભાગદોડમાં શનિ રવિ તો આપણે માનસિક અથવા શારીરિક આરામ માટે જ કાઢીએ છીએ. પણ જો જીવનમાં એક બંક માર્યો હોય તો તે માનસપટ પર એક અલગ જ છાપ છોડી જાય છે. એવી જ રીતે જેવી રીતે રંગોળી પર પવન આવે અને બધો જ રંગ નથી ઉડી જતો પરંતુ થોડોક રંગ ઊડી જતો હોય છે અને છતાંય તેની ડિઝાઇન અને તેમાં રહેલા રંગ જમીન પર રહી જાય છે એક છાપની જેમ!

આ સાથે, હું મારી કલમને વિરામ આપું છું, મળીશ હું નવા ટોપિક અને નવાં લેખ સાથે ખૂબ જ જલ્દી!

****************

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *